Viral Video: પક્ષીઓેને દાણા ખવડાતા બાળકે જીત્યું બધાનું દિલ, લોકોએ કહ્યું ‘બાળકો ભગવાનનું બીજુ રૂપ’
બાળકોને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે અને આવી સ્થિતિમાં તેઓ ગમે તે સારું કરે છે, તેને ભગવાનની ઇચ્છા માનવામાં આવે છે. આ સુંદર નાનો વીડિયો પણ એ જ દિશામાં નિર્દેશ કરે છે.
સોશિયલ મીડિયા (Social Media) પર અલગ-અલગ પ્રકારના વીડિયો વાયરલ (Viral Videos) થતા રહે છે, જે દિલને એન્ટરટેઈન કરવાનું કામ કરે છે. જોકે ક્યારેક આવા વીડિયો પણ જોવા મળે છે, જે દિલને સ્પર્શી જાય છે. ભારતમાં બાળકોને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે.
બાળકો સાથે જોડાયેલા તમામ વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા રહે છે. આવો જ એક વીડિયો આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનું બાળક (Cute Video of a Child)પક્ષીઓને મદદ કરતું જોવા મળે છે.
ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવવું એ ખૂબ જ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે, પછી તે મનુષ્ય હોય કે કોઈપણ પ્રાણી કે પક્ષી. બધાને ભૂખ લાગે છે. ઘણા લોકો પશુ-પક્ષીઓ પણ રાખે છે અને સમયાંતરે તેમને ખાવા-પીવાનું આપતા રહે છે, પરંતુ એવા પ્રાણીઓ અને પક્ષીઓનું શું, જે પાળેલા નથી. તેઓને ભૂખ પણ લાગે છે, તેથી જો શક્ય હોય તો, તેમને ખોરાક પણ ખવડાવવો જોઈએ. વાયરલ થઈ રહેલા બાળકના વીડિયોમાં તે પક્ષીઓને વારાફરતી ખવડાવતો જોવા મળે છે.
Kindness… Teach kids to be kind. The world will be a different place to live pic.twitter.com/R3deWLjbPi
— Susanta Nanda (@susantananda3) December 5, 2021
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનું બાળક ખેતરના કિનારે બેઠું છે અને તેના હાથમાં વાટકો અને લાકડું છે, જેનો તે ચમચીની જેમ ઉપયોગ કરી રહ્યો છે. બાળકની સામે 3-4 પક્ષીઓ બેઠેલા છે અને તે પ્રેમથી તેમના મોંમાં દાણા મૂકી રહ્યો છે. આ એક ખૂબ જ ક્યૂટ વીડિયો છે, જેને ઘણા લોકો પસંદ કરી રહ્યા છે.
આ વીડિયો IFS ઓફિસર સુસાંતા નંદાએ પોતાના ટ્વિટર (Twitter)પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘દયાળુ… બાળકોને દયાળુ બનવાનું શીખવો. દુનિયા રહેવા માટે એક શ્રેષ્ઠ સ્થળ છે. માત્ર 20 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 29 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 12 હજાર લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે.
ઘણા લોકોએ આ વીડિયો પર વિવિધ કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું, ‘મોટાભાગના બાળકો સ્વભાવે દયાળુ હોય છે. આપણે જ વિચારીએ છીએ કે આપણે તેમને શીખવવું જોઈએ, હકીકતમાં આપણે તેમની પાસેથી શીખી શકીએ છીએ અને બધા પ્રત્યે દયાળુ બની શકીએ છીએ’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ દુનિયામાં પ્રાણીઓ અને પક્ષીઓ બધા મિત્રો છે, બસ, તમારે તેમને પ્રેમ કરવો પડશે’ .
આ પણ વાંચો: Success Story: એક ઝૂંપડીમાંથી કરી શરૂઆત, આજે મશરૂમની ખેતીથી કરે છે વર્ષની દોઢ કરોડની કમાણી
આ પણ વાંચો: Viral Video: સ્પેશિયલ ડમ્બલથી કસરત કરતા દેડકાનો વીડિયો લોકોને ખુબ આવ્યો પસંદ, તમે પણ જૂઓ