7 સીટર બાઈક, સૂર્યમાંથી લે છે ઉર્જા, છાયો પણ આપે આવું બાઈક તમે ક્યાય જોયું છે ?, જુઓ Jugadu viral video
યુવકોએ સાત સીટવાળા જુગાડુ બાઈક બનાવ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેના પર સોલાર પેનલ લગાવી છે. આ બાઈકમાં ફેમિલીમાં વધુ લોકો હોય તો પણ આરામથી આવી જાય.
કહેવાય છે કે જરૂરિયાત એ શોધની જનની છે. આ જ કારણ છે કે, લોકો પોતાના ઓછા સંસાધનમાં પણ આવા જુગાડ કરે છે, જેને જોઈને આસપાસના લોકો પણ ચોંકી જાય છે. આવા જુગાડની તસવીરો અને વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જે ક્યારેક આશ્ચર્યચકિત કરી દે છે.
તાજેતરમાં, આવા જ એક અદ્ભુત દેશી જુગાડનો એક વીડિયો લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે, જેને બિઝનેસ ટાયકૂન અને RPG એન્ટરપ્રાઈઝના ચેરમેન હર્ષ ગોએન્કાએ તેમના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે. આ વાયરલ વિડિયોમાં સાત યુવકો જુગાડથી બનાવેલ સાત સીટર બાઈક પર મુસાફરી કરતા જોઈ શકાય છે.
આવો જુગાડ તમે નહીં જોયો હોય !
આપણા દેશમાં પ્રતિભાની કોઈ કમી નથી અને જુગાડની વાત આવે ત્યારે અમારે તમને કહેવાની જરૂર નથી કે ભારતીયો કેટલા અદ્ભુત છે. આવા જ એક દેશી જુગાડનો વીડિયો ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ શેર કર્યો છે. જો કે હર્ષ ગોએન્કા ભારતના એવા ઉદ્યોગપતિઓમાંના એક છે, જેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ખૂબ જ સક્રિય છે, જેમની દરેક પોસ્ટમાં કોઈને કોઈ રસપ્રદ વાત હોય છે, જે નેટીઝન્સનું દિલ જીતી લે છે. તાજેતરમાં, તેણે આવો જ એક વિડિયો શેર કર્યો છે, જેમાં કેટલાક યુવકો સાત સીટવાળા વારુ જુગાડુ બાઈક બનાવ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેના પર સોલાર પેનલ લગાવી છે. આ બાઈક એવું ફેમેલીમાં વધુ લોકો હોય તો પણ આરામથી આવી જાય.
So much sustainable innovation in one product – produced from scrap, seven seater vehicle, solar energy and shade from the sun! Frugal innovations like this make me proud of our India! pic.twitter.com/rwx1GQBNVW
— Harsh Goenka (@hvgoenka) April 29, 2023
કારણ કે આ 7 સીટર બાઈક છે. છોકરાનો કરેલો જુગાડ તો જુઓ ઉપર સાઈડ સોલાર ગોઠવી, નીચે બેસવા માટે સાત સીટ બનાવી, અને બાઈક જેવો સેપ આપ્યો. મજાની વાત તો એ છે કે આમાં સાત વ્યક્તિઓ બેસીને જઈ શકે છે તેમજ આ બાઈકમાં કોઈ પેટ્રોલ પુરાવવાની પણ જંઝટ નથી.
હર્ષ ગોએન્કાએ વીડિયો શેર કર્યો
આ વીડિયો હર્ષ ગોએન્કાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર તેના એકાઉન્ટ @hvgoenka પરથી શેર કર્યો છે, જેને ઘણો જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે 29 એપ્રિલે શેર કરવામાં આવેલો આ અદ્ભુત વીડિયો અત્યાર સુધીમાં 149.2K વ્યૂઝ મળી ચૂક્યો છે. માત્ર 38 સેકન્ડના આ વીડિયોને 2 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ‘પ્રોડક્ટમાં આટલું ટકાઉ, નવું – સ્ક્રેપમાંથી બનેલું, સાત સીટર વાહન, સૂર્યમાંથી ઉર્જા લે છે અને છાંયો પણ આપે છે. આ પ્રકારની ટેકનોલોજી માટે અમને અમારા ભારત પર ગર્વ છે. વીડિયો જોનારા યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘તેની ડિઝાઇન સ્ક્રેપથી બનેલા 7 સીટર વાહન કરતાં અદભૂત છે, જે સોલાર પેનલ્સ સાથે શેડ આપવાનું કામ કરે છે.