ખાલી પડેલી સ્પાઇસજેટની (SpiceJet) ફ્લાઇટમાં ટ્રેન્ડિંગ (Trending) ગીત ‘મેં સે ના મીના સે’ પર એર હોસ્ટેસના ડાન્સ વીડિયો અત્યારે લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક ન્યુ ટ્રેન્ડ બની ચુક્યો છે. ગયા વર્ષે આ ટ્રેન્ડ શરૂ થયો હતો, જ્યારે ઇન્ડિગોની એક એર હોસ્ટેસે શ્રીલંકાના સુમધુર ગીત ‘મણિકે માગે હિતે’ પર તેણીના શાનદાર ડાન્સની વિડિયો ક્લિપ શેર કરી છે, જે ખુબ વાયરલ (Viral Video) થઈ હતી. હવે, આ ટ્રેન્ડને અનુસરીને, સ્પાઈસજેટની એર હોસ્ટેસ ઉમા મીનાક્ષીએ બોલીવુડના આ ક્લાસિક હિટ ગીત પર શાનદાર ડાન્સ કરતી જોઈ શકાય છે.
View this post on Instagram
ઉમા મીનાક્ષીએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ વિડિયો ક્લિપ્સ પોસ્ટ કરી છે. આ વાયરલ વિડિયોમાં, ઉમા મીનાક્ષી ખાલી પડેલા સ્પાઈસજેટ એરક્રાફ્ટમાં ‘મૈં સે ના મીના સે ના’ ગીતની બીટ્સ પર ઉત્સાહપૂર્વક ડાન્સ કરતી જોઈ શકાય છે. તેણીના આ ડાન્સ દરમિયાન તેને તેનો ઓફિશિયલ યુનિફોર્મ ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે.
આ દરમિયાન, નેટીઝન્સે સ્પાઇસજેટની આ એર હોસ્ટેસના વાયરલ વિડિયો પર અઢળક પ્રેમ વરસાવ્યો છે. આ વાયરલ વીડિયોને, અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વ્યૂઝ અને 65 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે. ઉમા મીનાક્ષી સ્પાઇસજેટની સિનિયર ફ્લાઇટ એટેન્ડન્ટ છે, અને તેના Instagram પર સદા 8 લાખ કરતા પણ વધુ ફોલોઅર્સ અત્યારે જોવા મળી રહયા છે.
View this post on Instagram