Viral Video : સોશિયલ મીડિયા પર ‘ફલાઈંગ દહીં વડા’એ મચાવ્યો તરખાટ, દુકાનદાર થઇ ગયો ખરાબ રીતે ટ્રોલ 

જો કે, સોશિયલ મીડિયા (Social Media) પર અવારનવાર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. પરંતુ આજકાલ ઈન્ટરનેટ પર 'ઉડતા દહીં વડા'નો વીડિયો છવાયેલો છે. આ યુનિક પ્રકારના દહીંવડા વેચવાની દુકાનદારની રીત જોઈને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

Viral Video : સોશિયલ મીડિયા પર 'ફલાઈંગ દહીં વડા'એ મચાવ્યો તરખાટ, દુકાનદાર થઇ ગયો ખરાબ રીતે ટ્રોલ 
Dahi Vada Dish (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 7:24 AM

દહીં વડા (Dahi Vada) એ એક એવી વાનગી છે, કે જેને કોઈ પરિચયની જરૂર નથી. જો કે, લોકો દહીંવડા ઘણી રીતે બનાવે છે, પરંતુ ઉત્તર ભારતીય રીત (North Indian Recipe) મુજબ બનેલા દહીંવડાનો સ્વાદ અદભૂત હોય છે. આ ડીશ ઉત્તર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે. આજે આ વાનગીને સમગ્ર દેશમાં (India) ખુબ ચાહથી ખાવામાં આવે છે. લોકો દહીં વડાને સ્ટ્રીટ ફૂડ તરીકે ખાવાનું પસંદ કરે છે. આ ડીશ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ઉત્તમ કહેવાય છે. આજકાલ ‘ઉડતા દહીં વડા’નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

લોકોને દહીંવડા વેચવાની દુકાનદારની રીત ઘણી પસંદ આવી રહી છે, પરંતુ તેની સાથે કેટલાક લોકોએ તેને ટ્રોલ કરવાનું પણ શરૂ કરી દીધું છે. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે દુકાનદાર થાળી હવામાં ઉડાડીને દહીં વડા વેચી રહ્યો છે. અહીંયા આશ્ચર્યની વાત એ છે કે આ થાળીમાં વડા અને દહીં બંને હોય છે, પરંતુ હવામાં ઉડાડ્યા બાદ થાળીમાંથી કોઈપણ વસ્તુ નીચે પડતી નથી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ એક પ્રકારનું અનોખું કૌશલ્ય છે, કારણ કે સામાન્ય રીતે જો તમે આવું કરો છો, તો સ્વાભાવિકપણે દહીં વડા જમીન પર ઢોળાય જાય છે. પરંતુ આ દુકાનદારની આવડત અનોખી છે. તે આખી પ્લેટને એવી રીતે ઉપર ફેંકે છે કે થાળીમાંથી કંઈપણ ઢોળાયા વિના ફરીથી તેના હાથમાં આવી જાય છે.

‘ફ્લાઈંગ દહીં વડા’નો આ વીડિયો મધ્યપ્રદેશના ઈન્દોરનો જણાઈ રહ્યો છે. આ ડિશની કિંમત 40 રૂપિયા છે. જો કે,કમેન્ટ સેક્શનમાં કેટલાક લોકોએ તેની કિંમત ઘણી વધારે જણાવી છે.

આ વાયરલ વિડિઓ જુઓ અહીંયા

‘ફ્લાઈંગ દહીં વડા’નો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ‘ourcollecti0n’ નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1 મિલિયન એટલે કે 10 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે 32 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. અનેક લોકોએ આ વાયરલ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી છે.

એક યુઝરે દુકાનદારને ટ્રોલ કરીને લખ્યું છે કે, ‘આ સર્કસ કરશો તો શું થશે? તમે તેને સામાન્ય રીતે પણ બનાવી શકો છો’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘એમાં કંઈ નવીન ઉમેરાયું નથી, હવામાં કંઈ ભળ્યું નથી, અંકલ જીને કેચ-કેચ રમવાનો જ શોખ હશે’. બીજા યુઝરે ટિપ્પણી કરી છે કે, ‘શું અંકલજી ઘરે પણ આવી રીતે જ જમવાનું બનાવતા હશે??’ એક યુઝરે કહ્યું કે, ‘ભારતમાં આવા લોકોના લીધે જ કોવિડ-19 ફેલાયો છે.’

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">