AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગંગા નદીમાંથી પાણી ખેંચતા વાદળોનો લાઈવ Video થયો Viral પ્રકૃતિનો એકદ્દમ અદ્દભૂત નજારો- જુઓ Video

ઉત્તરપ્રદેશના મિર્જાપુરથી એક અદ્દભૂત રમણીય દૃશ્ય જોવા મળ્યુ છે. જ્યાં વાદળો ગંગા નદીના પાણીને પોતાની તરફ ખેંચી રહ્યા હોય તેવો આકર્ષક નજારો જોવા મળ્યો છે. આ દૃશ્ય જિગના થાણા ક્ષેત્રના પરમાનપુર ગામમાં જોવા મળ્યુ અને લોકોએ તેમની આંખોથી તેને નિહાળ્યુ અને તેના મોબાઈલ કેમેરામાં આ પળોનો વીડિયો બનાવી લીધો.

ગંગા નદીમાંથી પાણી ખેંચતા વાદળોનો લાઈવ Video થયો Viral પ્રકૃતિનો એકદ્દમ અદ્દભૂત નજારો- જુઓ Video
| Updated on: Sep 08, 2025 | 8:01 PM
Share

ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરના જીગના પોલીસ સ્ટેશન વિસ્તારમા એક આકર્ષક અને અદ્દભૂત દૃશ્ય જોવા મળ્યુ છે. અહીં આવેલા પરમાનપુર ગામમાં ગંગા ઘાટ પર પ્રકૃતિનો અનોખો નજારો જોવા મળ્યો. ગંગા નદીમાંથી અચાનક જળ ઉપરની તરફ વહેતુ જોવા મળ્યુ. ગંગામાંથી ઉઠતી લહેરોમાંથી ઉછળતો જળસ્તંભ આકાશ તરફ વાદળોમાં સમાઈ ગયો. આ પ્રક્રિયા લગભગ અડધા કલાક સુધી જોવા મળી. આ દરમિયાન નદી કિનારે રહેલા યુવક યુવતીઓએ આ અદ્દભૂત ક્ષણના નજારાને તેમના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી. તેનો વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU) ના હવામાન નિષ્ણાંત પ્રો. મનોજ શ્રીવાસ્તવ કહે છે કે આ એક સંપૂર્ણપણે કુદરતી ઘટના છે. ગંગાના વાતાવરણમાં ઉંચા તાપમાન અને ઓછા હવાના દબાણને કારણે પાણીનો સ્તંભ નદી કે સમુદ્રમમાંથી ઉપર ઉઠે છે અને વાદળો તરફ જાય છે. આ ઋતુમાં આવી ઘટનાઓ અવારનવાર બને છે. તેને સામાન્ય રીતે વાવાઝોડા જેવી ઘટના સાથે જોડીને સમજી શકાય છે. જેમ વાવાઝોડા દરમિયાન ધૂળ ઉડે છે અને નદી કે સમુદ્રમાંથી પાણીના સ્તંભ ઉપરની તરફ ઉઠે છે. આ પ્રક્રિયા એ જ જગ્યાએ થાય છે જ્યાં પાણીનુ તાપમાન વધારે હોય છે અને હવાનું દબાણ ઓછુ હોય છે.

જુઓ Video

પ્રોફેસર મનોજ કુમાર શ્રીવાસ્તવ જણાવે છે કે આ હવાના બદલાતા દબાણને કારણે થાય છે. નદી, સમુદ્ર કિનારે અને રણપ્રદેશ જેવા વિસ્તારોમાં અવારનવાર આવુ જોવા મળે છે. પરંતુ જ્યારે તે મોટુ સ્વરૂપ લે છે તો તે તોફાનમાં પરિવર્તિત થઈ જાય છે. તેને વોટર સ્પાઉટ કે જળસ્તંભ પણ કહે છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">