જીન્સ પહેરેલો દેખાયો ઘોડો, સોશિયલ મીડિયા યૂઝર્સે કરી જોરદાર કમેન્ટસ

ટ્વિટર યૂઝર બેન વોયટાસે પોતાના હેંડલ પર ઘોડાનો ફોટો શેયર કર્યો છે. તેમણે પોતાના કેપ્શનમાં લખ્યુ કે ઘોડાના પગમાં ઇજા હતી અને માખીઓને દૂર રાખવા માટે તેમની પત્નીએ સમાધાન કાઢ્યુ.

  • Publish Date - 12:33 pm, Thu, 22 July 21 Edited By: Niyati Trivedi
જીન્સ પહેરેલો દેખાયો ઘોડો, સોશિયલ મીડિયા યૂઝર્સે કરી જોરદાર કમેન્ટસ
સાંકેતિક તસ્વીર

સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઇ જાય તેના વિશે કંઇ કહી ન શકાય. હકીકતમાં કટ-અપ ડેનિમ જીન્સ પહેરેલા ઘોડાનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને આ ફોટો લોકોનુ ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. પરંતુ ઘોડાની આ ફેશન પાછળ કહાની ઘણી રસપ્રદ છે. આવો જાણીએ કે આ ફોટો વાયરલ થવાનુ સાચુ કારણ શું છે.

વોયાટાસ નામના એક યૂઝરે પોતાની ટ્વીટમાં લખ્યુ મારી પત્નીના ઘોડાને માખીની સમસ્યા છે જે એના પગ પરના ઇજાગ્રસ્ત  ભાગ પર આવીને બેસી રહી છે.એટલે તેણે પોતાની ડોક્ટરેટ ડિગ્રીનો ઉપયોગ કર્યો અને તે માટે જીન સસ્પેન્ડર્સ બનાવ્યુ. ટ્વિટર યૂઝર બેન વોયટાસે પોતાના હેંડલ પર ઘોડાનો ફોટો શેયર કર્યો છે. તેમણે પોતાના કેપ્શનમાં લખ્યુ કે ઘોડાના પગમાં ઇજા હતી અને માખીઓને દૂર રાખવા માટે તેમની પત્નીએ સમાધાન કાઢ્યુ.

 

સોશિયલ મીડિયા પર આ ફોટોમાં લોકોને ઘણો રસ પડી રહ્યો છે. એક ટ્વિટર યૂઝરે લખ્યુ ઘોડાએ વધારે જીન્સ મોજા પહેરવા જોઇએ. આ ખરેખર ફેશનેબલ લાગે છે. બીજા યૂઝરે કહ્યુ કે આવા લૂકમાં નહોતો જોયો પરંતુ આ લૂક ખરેખર સારો છે. જ્યારે એક બીજા વ્યક્તિએ લખ્યુ કે ઘોડો ખરેખર જીન્સમાં કમાલ લાગે છે.

 

જ્યારે પણ કોઇ ફોટો સોશિયલમીડિયામાં શેયર કરવામાં આવે છે ત્યારે લોકોનુ ધ્યાન તેના પર ચોક્કસથી જાય છે. પછી તેના પર ચર્ચા થવા લાગે છે. કેટલાક લોકોએ આ પોસ્ટને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે. જેવી આ પોસ્ટને લોકો સાથે શેર કરાઇ તેના પર કમેન્ટ આવવાની શરુ થઇ ગઇ ત્યારબાદ આ તસ્વીર ઇન્ટરનેટની દુનિયામાં છવાઇ ગઇ.

 

 

 

 

 

 

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati