IPS અધિકારી ક્રિષ્ના પ્રકાશે ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટાની ગુફાઓ સુધી સ્વિમિંગ કરી મેળવ્યો ખિતાબ, જુઓ VIDEO

સ્પેશ્યલ આઈ.જી ક્રિષ્ના પ્રકાશે ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા ગુફાઓ સુધી તેણે 16.20 કિમીનું અંતર માત્ર 5 કલાક અને 26 મિનિટમાં સ્વિમિંગ કરી રેકોર્ડ બનાવ્યો

IPS અધિકારી ક્રિષ્ના પ્રકાશે ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટાની ગુફાઓ સુધી સ્વિમિંગ કરી મેળવ્યો ખિતાબ, જુઓ VIDEO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 2:34 PM

ઉનાળાની ગરમીઓમાં સ્વિમિંગ પુલ સૌ કોઈને યાદ આવે પરંતુ દરિયાના મોજા સામે તરવાની વાત આવે ત્યારે લોકો આવા સાહસ કરવાનું ટાળતા હોય છે. જે વચ્ચે ભારતના એક પોલીસ અધિકારીએ દરિયાના મોજા વચ્ચે આ કામ કરી બતાવ્યું છે. સ્પેશ્યલ આઈ.જી ક્રિષ્ના પ્રકાશે ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા ગુફાઓ સુધી સ્વિમિંગ કરી ખિતાબ મેળવ્યો છે.

ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી ક્રિષ્ના પ્રકાશે અદભુત રીતે સ્વિમિંગ માટે ખિતાબ મેળવ્યો છે. પોલીસ અધિકારી ક્રિષ્ના પ્રકાશ ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા ગુફાઓ, મુંબઈ સુધી સ્વિમિંગ કરી રેકોર્ડ બનાવયી છે. તેણે 16.20 કિમીનું અંતર માત્ર 5 કલાક અને 26 મિનિટમાં પૂરું કર્યું અને રેકોર્ડ બનાવ્યો હતો. ક્રિષ્ના પ્રકાશ કે જેમના નામ પર ઘણી પ્રશંસાઓ પણ થઇ છે, તેણે આ સ્ટન્ટ નો વિડિઓ પોતાના સોશિયલ મીડિયામાં પ્પણ પોસ્ટ કર્યો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

તેમણે ટ્વીટર પર શેર કરેલ વીડિયોમાં IPS કૃષ્ણ પ્રકાશ 26 માર્ચના રોજ સવારે 7:45 વાગ્યે ગેટવે ઓફ ઈન્ડિયાથી તેમના આ કાકમની શરૂઆત કરતા દેખાય છે. ક્રિષ્ના પ્રકાશે તેની ટ્રોફી અને ગળામાં મેડલ સાથે પોઝ ફોટો પણ મુક્યો હતો. કેપ્શનમાં લખ્યું હતું કે, “આજે મેં ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા ગુફાઓ સુધી સ્વિમિંગનું મુશ્કેલ કાર્ય પૂર્ણ કર્યું અને તે કરનાર હું વિશ્વનો પ્રથમ વ્યક્તિ બન્યો.” ક્રિષ્ના પ્રકાશ વધુ વિગતવાર જણાવ્યું અને લખ્યું કે એલિફન્ટા ગુફાઓના આ પાણીમાં લોકો પાણીના મોજા જે તરફ જાય તે તરફ સ્વિમિંગ કરતા હોય છે.પરંતુ ક્રિષ્ના પ્રકાશે તેનાથી વિપરીત મોજા સામે સ્વિમિંગ કર્યું અને 16.20 કિમીનું અંતર પૂર્ણ કર્યું. તેમણે કહ્યું કે, 5 કલાક 26 મિનિટની “આ અભિયાન Drowning Prevention Awarenessને સમર્પિત છે.

આ પોલીસ અધિકારી હાલ ભારત દેશના લખો યુવાનોના પ્રેરણા સ્ત્રોત બન્યા છે. આટલઈ ઉંમરે આ સ્ફૂર્તિ આએજ ભારત દેશ માટે નવો વર્લ રેકોર્ડ લાવી છે. તેમણે આ સિદ્ધિ હાંસલ કર્યા બાદ ટ્વીટર પર એવું પણ લખ્યું હતું કે મારી આ સિદ્ધિ ઘણા લોકો માટે તેમને જીવન કંઈક નવો શે કરવા હિંમત આપશે. આ બાબતને લઇને IPS દીપાંશુ કાબરા, IPS સુકીર્તિ માધવ મિશ્રા અને આગ્રાના ADG રાજીવ કૃષ્ણાએ પણ કૃષ્ણ પ્રકાશને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">