Funny Memes: બ્લડ પ્રેશર મશીનથી કર્યુ સુગર લેવલ ચેક, ‘સાથ નિભાના સાથિયા’નો આ ફની સીન થઈ ગયો વાયરલ
સાથ નિભાના સાથિયા (Saath Nibhaana Saathiya) ટીવી જાણીતી સીરિયલ છે. જે વીડિયો વાયરલ (Viral Video)થઈ રહ્યો છે તે એક મહિલા ડોક્ટરનો છે, આ વીડિયો સાથ નિભાના સાથિયા સીરિયલના એક સીનનો જેને લોકોએ હાલમાં ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

ભારતીય લોકો ટીવી સિરિયલો માટે ખુબ ક્રેઝી હોય છે, ખાસ કરીને દેશની મહિલાઓ ટીવી સિરિયલો (TV serial) માટે ક્રેઝી હોય છે. સાંજ પડતાંની સાથે જ ટીવી પર સિરિયલોની સિલસિલો શરૂ થઈ જાય છે અને સ્ત્રીઓ પણ ફટાફટ રાતનું ભોજન બનાવે છે અને ટીવી સામે બેસીને એટલા દિલથી સિરિયલો જોવા માંગે છે કે જાણે તેના પોતાના ઘરની વાર્તા ચાલી રહી હોય. તમે સીરિયલ સાથ નિભાના સાથિયા (Saath Nibhaana Saathiya) તો જોઈ જ હશે. એક સમયે આ સિરિયલ ઘર-ઘર લોકોની પસંદ હતી અને આજે પણ આ સિરિયલને લોકો પસંદ કરે છે.
થોડા સમય પહેલા આ સિરિયલના એક સીનનું સોંગ બનાવવામાં આવ્યું હતું, જે ખુબ વાયરલ થયું હતું અને લોકોએ ખુબ પંસદ પણ કર્યો હતો. આજકાલ આ સીરિયલને લગતો બીજો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો હસવા લાગ્યા છે. ગોપી બહુ અને સાસુ કોકિલાબેન આ સીરિયલના આત્મા સમાન છે, પરંતુ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે એક મહિલા ડોક્ટરનો છે, જેને લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા ડૉક્ટર ગોપી પરિવારના એક સભ્યનું હેલ્થ ચેકઅપ કરવા આવે છે. તે દર્દી પર બ્લડ પ્રેશર માપવા માટે મશીનનો ઉપયોગ કરે છ અને પછી પરિવારને કહે છે કે દર્દીનું શુગર લેવલ ઘટી ગયું છે, જેના કારણે તેને ચક્કર આવે છે. બસ, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોએ ઉતાવળમાં મીમ્સ બનાવવાનું શરૂ કરી દીધું હતું. લોકો મહિલા ડોક્ટરની ખુબ મજાક ઉડાવી રહ્યા છે. ચાલો કેટલીક રમુજી ટ્વીટ્સ અને મીમ્સ પર એક નજર કરીએ..
BP apparatus can check sugar levels 😱 🤣 pic.twitter.com/fOoNGoxYBD
— Dr Gill (@ikpsgill1) June 5, 2022
Doctor’s tearing their degree after watching this :- pic.twitter.com/NYqv9bgsPU
— Karan Arya (@mrkaranarya) June 5, 2022
Doctor to stethoscope :- kr skta hai tu sugar bhi check , tujhe shaktiyan hai …… pic.twitter.com/ltuT77ge8L
— Ramu ( shubham ) (@Driver_tha_bhai) June 6, 2022
Samuel Siegfried after watching this- pic.twitter.com/kytrNCNG4e
— Awkward af (@TheDarkArts2) June 5, 2022
Your tyre had less air that’s why wiper was not cleaning the windshield https://t.co/GmsRuUa71p
— Mukesh Dhiru bhai Ambani (@NakliAmbani) June 6, 2022
Asli Doctor ye scene dekhne ke baad.. utale re baba.. mere ko nahi script writer ko 😂 pic.twitter.com/hdWu7S2Zku
— Jai_Poddar (@Jai_Kishan) June 5, 2022
રિપોર્ટ્સ અનુસાર, સીરિયલની ‘ગોપી બહુ’ એટલે કે દેવોલિના ભટ્ટાચારજી ફરી એકવાર ‘સાથ નિભાના સાથિયા 2’માં જોવા મળશે. તેણે પોતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા શોમાં પરત ફરવાની જાહેરાત કરી છે. દેશની સિરિયલ પ્રેમી મહિલાઓ માટે આ સારા સમાચાર સમાન છે.