મોંધામાં મોંધી કેરી, લોકો એક કેરી માટે ખર્ચે છે એક હજાર રૂપિયા, શું છે કેરીની વિશેષતા

કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરીના અનેક પ્રકાર હોય છે. જેમાં કેસર, હાફુસ, લંગડો, આલ્ફાન્સો, દશેરી, ચૌસા, બદામ, તોતાપૂરી સહીતની કેરીનો સમાવેશ થાય છે. પરંતુ શું તમે કયારે પણ સાંભળ્યું છે કે, નૂરજહાં પણ કેરીનો (noorjahan mango) જ એક પ્રકાર છે.

મોંધામાં મોંધી કેરી, લોકો એક કેરી માટે ખર્ચે છે એક હજાર રૂપિયા, શું છે કેરીની વિશેષતા
કેરીની વિશેષતા
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jun 07, 2021 | 1:31 PM

સામાન્ય રીતે કેરીને (Mango) જોઈને બધી લોકોનું મન લલચાઈ જતું હોય છે. ઉનાળાની ઋતુમાં ભાગ્યેજ કોઈક એવું હશે કે જેને કેરી ના ભાવતી હોય. કેરીનો સામાન્ય ભાવ 100થી 300 સુધી હોય છે. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરીની ઘણી પ્રજાતિ હોય છે. જેમાં કેસર,હાફુસ, લંગડો, લાલબાગનો સમાવેશ થાય છે. પરંતુ શું તમે કયારે પણ સાંભળ્યું છે કે, નૂરજહાં પણ કેરીનો (noorjahan mango) જ એક પ્રકાર છે. નૂરજહાં કેરી (noorjahan mango) કિલોમાં નહીં પરંતુ નંગમાં વેચાય છે.

તેના ભારે ફળને લીધે નૂરજહાંને કેરીની મલિકા તરીકે ઓળખવામાં આવે છે. ‘નૂરજહાં’ના કેરીના ફેન્સ માટે એક સારા સમાચાર છે, આ વખતે હવામાનને લીધે કેરીનો સારો પાક થયો છે. આ ભારે કેરી પાકે તે પહેલા જ ઊંચા ભાવે લોકો બુક કરાવી લેતા હોય છે. મૂળ અફઘાનિસ્તાનની માનવામાં આવતી કેરીની પ્રજાતિ નૂરજહાંનાં થોડાં ઝાડ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કટ્ટીવાડા ક્ષેત્રમાં જોવા મળે છે. આ વિસ્તાર ગુજરાતને અડીને છે.

અનુકૂળ વાતાવરણને કારણે આ વર્ષે તેનો સારો પાક થયો છે. જ્યારે વર્ષ 2020 માં ખેડુતો નિરાશ થયા હતા. ગયા વર્ષેની તુલનામાં આ વર્ષે નૂરજહાં કેરીનું ઉત્પાદન સારું રહ્યું છે અને કેરીની ક્વોલિટી અને સાઈઝના સારા ભાવ મળી રહ્યા છે. જો કેરીના ખેડુતોની વાત માનીએ તો આ સિઝનમાં નૂરજહાં કેરીનો ભાવ 500 રૂપિયાથી લઇને 1000 રૂપિયા સુધીની છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

નવા વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં ફૂલ લાગે છે. અને જૂનમાં કેરી પાકી અને તૈયાર થઈ જાય છે. આ કેરીની લંબાઈ એક ફૂટ લાંબી હોઈ શકે છે. તેની ગોટલીનું વજન 150 થી 200 ગ્રામ સુધીનું હોય છે. જ્યારે કેરી નાની હોય છે, ત્યારે જ લોકો આ અનન્ય સ્વાદવાળી કેરીઓ માટે બુકિંગ કરે છે. અને જ્યારે કેરી મોટી થાય છે ત્યારે ગ્રાહકને આપવામાં આવે છે.

ઇંદોરથી આશરે 250 કિલોમીટર દૂર કઠીવાડાના કેરીના ઉત્પાદકએ જણાવ્યું હતું કે, “મારા બાગમાં ત્રણ નૂરજહાં કેરીના ઝાડ પર કુલ 250 ફળો છે. લોકોએ આ કેરીનું બુકીંગ બહુ પહેલા કરી લીધું છે. આ કેરીની કિંમત 500 થી 1000 રૂપિયા સુધી હોઈ શકે છે. તેમણે કહ્યું કેનૂરજહાં કેરી બુક કરાવનારા લોકોમાં મધ્યપ્રદેશ તેમજ પડોશી ગુજરાતના કેરીપ્રેમીઓ સામેલ છે.

તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2020 માં હવામાનની ખરાબ અસરોને લીધે નૂરજહાંનાં ઝાડ પર કેરી પાકી ના હતી. જેના કારણે કેરીપ્રેમીઓએ કેરીના વિશેષ સ્વાદથી વંચિત રહેવું પડ્યું. મન્સૂરીએ કહ્યું કે વર્ષ 2019માં નૂરજહાંનાં ફળનું સરેરાશ વજન આશરે 2.75 કિલો જેટલું હતું. ત્યારબાદ ખરીદદારોએ માત્ર એક જ ફળ માટે 1,200 રૂપિયા સુધીની કિંમત ચૂકવી હતી.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">