Viral: મધર્સ ડે પર આનંદ મહિન્દ્રાએ પૂરું કર્યું પોતાનું વચન, ઈડલી અમ્માને આ ખાસ અવસર પર ગિફ્ટ કર્યું આલીશાન ઘર

મધર્સ ડે ( Mother's Day 2022) નિમિત્તે આનંદ મહિન્દ્રાએ (Anand Mahindra) પ્રખ્યાત ઈડલી અમ્માને ઘર ભેટમાં આપ્યું છે. સારી વાત એ છે કે ઈડલી અમ્મા સાથેનો તેમનો ગાઢ સંબંધ માત્ર એક ટ્વિટથી શરૂ થયો હતો.

Viral: મધર્સ ડે પર આનંદ મહિન્દ્રાએ પૂરું કર્યું પોતાનું વચન, ઈડલી અમ્માને આ ખાસ અવસર પર ગિફ્ટ કર્યું આલીશાન ઘર
Anand Mahindra & Idli Amma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2022 | 10:11 PM

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા (Social media) પર હંમેશા એક્ટિવ રહે છે અને તેઓ દરરોજ વિવિધ પ્રકારની પોસ્ટ દ્વારા તેમના ફોલોઅર્સને જાગૃત રાખે છે. આ સિવાય આનંદ મહિન્દ્રા કેટલા ઉદાર છે તે તેમનું ટ્વીટર (Anand Mahindra Twitter) હેન્ડલ જોઈને જ ખબર પડી જાય છે. મધર્સ ડે નિમિત્તે આનંદ મહિલાએ પ્રખ્યાત ઈડલી અમ્માને આલીશાન ઘરની ખાસ ભેટ આપીને તેમણે ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ કેટલા ઉદાર અને ઉમદા વ્યક્તિ છે. ખાસ વાત એ છે કે આનંદ મહિન્દ્રા અને તેમના આ ગાઢ સંબંધની શરૂઆત પણ એક ટ્વીટથી થઈ હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના (Mahindra and Mahindra Group) ચેરમેન આનંદ મહિન્દ્રાએ પોતે ટ્વીટર પર ઈડલી અમ્માને પોતાનું નવું ઘર મળવાની માહિતી આપી છે. આનંદ મહિન્દ્રાએ તેમને જે વચન આપ્યું હતું તે હવે મધર્સ ડે પર પૂરું થયું છે.

અહીં જુઓ વીડિયો

આ વીડિયો શેયર કરતાં તેમણે લખ્યું ‘મધર્સ ડે પર ઈડલી અમ્માને ગિફ્ટ આપવા માટેના ઘરનું સમયસર બાંધકામ પૂરું કરવા બદલ અમારી ટીમનો ખૂબ ખૂબ આભાર. તેઓ માતાના પાલનપોષણ, સંભાળ અને નિઃસ્વાર્થતાના ગુણોનું સ્વરૂપ છે. તેમને અને તેમના કામને ટેકો આપવાનો લહાવો મળ્યો. આ સાથે તેમણે લોકોને મધર્સ ડેની શુભકામનાઓ પાઠવી છે.’ સમાચાર લખાય છે ત્યાં સુધી તેમની આ ટ્વીટને 17 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

આજે અમે અને તમે જેઓને ‘ઈડલી અમ્મા’ તરીકે જાણીએ છીએ તેઓ તામિલનાડુના કોઈમ્બતુર જિલ્લામાં રહેતા એમ. કમલાતલ છે. તેમની ઉંમર 85 વર્ષ છે અને તેમના વિસ્તારમાં કામ કરતા મજૂરોને એક રૂપિયામાં ઈડલી ખવડાવે છે, જેથી કોઈ મજુરોને ભૂખ્યા પેટે ન સુવુ પડે. આપની જાણકારી માટે જણાવી દઈએ કે તેઓ છેલ્લા 3 વર્ષથી આ કામ કરી રહ્યા છે.

થોડા મહિના પહેલા એક દિવ્યાંગને નોકરી મેળવવામાં કરી હતી મદદ

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ દિલ્હીમાં એક વિકલાંગ વ્યક્તિને મહિન્દ્રાના ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન પર નોકરી આપીને મદદ કરવાનું વચન પૂરું કર્યું હતું. તેનું નામ બિરજુ રામ છે. બિરજુ રામ ગયા વર્ષે ડિસેમ્બરમાં મહિન્દ્રા ગ્રૂપના ચેરમેનની નજરમાં પહેલીવાર આવ્યા હતા, જ્યારે જુગાડમાંથી બનાવેલા તેમના વાહનનો એક વીડિયો ઓનલાઈન વાયરલ થયો હતો. તે સમયે આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરીને વ્યક્તિની ઓળખ કરવામાં મદદ માંગી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે તેઓ ગ્રુપની ઈલેક્ટ્રિક લાસ્ટ માઈલ ડિલિવરી સર્વિસમાં બિરજુ રામને નોકરી પર રાખવા માંગે છે.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">