નયનતારા
સાઉથની એકટ્રેસ નયનતારાનો જન્મ 18 નવેમ્બર 1984ના રોજ બેંગ્લોરમાં થયો હતો. તેને પોતાના કરિયરની શરુઆત વર્ષ 2003માં મલયાલમ ફિલ્મ મનાસીનાકાડેથી કરી હતી. ત્યાર પછી વિસ્મયાથુમબાથુ ફિલ્મ પછી તમિલ સિનેમા અને તેલુગુ સિનેમામાં પ્રવેશ કર્યો.
એકટ્રેસ પાસે રુપિયા15.17 કરોડની નેટવર્થ છે. તેણે શ્રી રામ રાજ્યમ (2011) માં સીતાના પાત્ર માટે શ્રેષ્ઠ તેલુગુ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ અને શ્રેષ્ઠ અભિનેત્રીનો નંદી એવોર્ડ મેળવ્યો હતો. એકટ્રેસનું સાચું નામ ભાગ્યે જ કોઈને ખબર હશે. તેનું નામ ડાયના મરિયમ કુરિયન હતું. અત્યારે તે નયનતારાના નામથી ઓળખાય છે. વર્ષ 2023માં આવેલી શાહરુખ ખાન સ્ટારર મુવીમાં તેમણે શાનદાર રોલ પ્લે કર્યો છે.
નયનથારા અને વિગ્નેશના 2016માં કોર્ટ મેરેજ થયા હતા. ત્યારબાદ જૂન 2022માં રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ઓક્ટોબર 2022માં દંપતીએ સરોગસી દ્વારા તેમના જીવનમાં ટ્વીન્સ બાળકોનું વેલકમ કર્યું. નયનતારા-વિગ્નેશ પોતાની લાઈફમાં ખૂબ જ ખુશ છે.