AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Technology: YouTube એપને મળ્યું નવું Transcription ફિચર, વીડિયો-ઓડિયોમાં આ રીતે કરશે કામ

એકવાર વીડિયો લાઈવ થઈ જાય પછી યુઝરે સિમ્પલ શો ટ્રાન્સક્રિપ્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ પછી, ટ્રાન્સક્રિપ્ટ તમને વીડિઓના ફોર્મેટમાં ઉપલબ્ધ થશે. જો કે, વીડિયો સ્ક્રિપ્ટ ત્યારે જ દેખાશે જ્યારે ચેનલ દ્વારા ટ્રાન્સક્રિપ્ટ વીડિયો અપલોડ કરવામાં આવશે.

Technology: YouTube એપને મળ્યું નવું Transcription ફિચર, વીડિયો-ઓડિયોમાં આ રીતે કરશે કામ
Youtube (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 12:43 PM
Share

ગૂગલ (Google)ની માલિકીના વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબ (YouTube)દ્વારા એક નવું વીડિયો ટ્રાન્સક્રિપ્શન ફીચર (Transcription Feature)રજૂ કરવામાં આવ્યું છે. આ ફીચર ફક્ત એન્ડ્રોઇડ એપ યુઝર્સ માટે છે. એન્ડ્રોઇડ પોલીસ પ્લેટફોર્મના રિપોર્ટ અનુસાર, આ નવા ફીચરની મદદથી યુઝરને સ્ક્રીનની સામે બેસીને વીડિયો સ્ક્રિપ્ટને સ્ક્રોલ કરવાની જરૂર નહીં પડે. એકવાર વીડિયો લાઈવ થઈ જાય પછી યુઝરે સિમ્પલ શો ટ્રાન્સક્રિપ્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ પછી, ટ્રાન્સક્રિપ્ટ તમને વીડિઓના ફોર્મેટમાં ઉપલબ્ધ થશે. જો કે, વીડિયો સ્ક્રિપ્ટ ત્યારે જ દેખાશે જ્યારે ચેનલ દ્વારા ટ્રાન્સક્રિપ્ટ વીડિયો અપલોડ કરવામાં આવશે.

શું ખાસ હશે

આ ટ્રાન્સક્રિપ્ટ વિકલ્પ YouTube ના ડેસ્કટોપ વર્ઝન જેવું જ હશે, જો કે તે ડેસ્કટોપ કરતાં વધુ મોબાઈલ ફ્રેન્ડલી યુઝર ઈન્ટરફેસ સાથે આવશે. યુઝર્સ તેમના ફોનમાંથી યુટ્યુબ વીડિયોની સંપૂર્ણ સ્ક્રિપ્ટ એક્સેસ કરી શકશે. વપરાશકર્તાઓ કાં તો સ્ક્રિપ્ટ વાંચી શકશે અથવા તેમની અનુકૂળતા મુજબ સીધા જ વીડિયો અને ટાઇમકોડ પર જઈ શકશે.

પરંતુ યુટ્યુબના ટ્રાન્સક્રિપ્શન ફીચરની સમસ્યા એ છે કે તેમાં લાઈનો દ્વારા ડાયરેક્ટ સર્ચ કરવાનો વિકલ્પ નથી. જેના કારણે આ ફીચર ડેસ્કટોપ વર્ઝન કરતા ઓછું ઉપયોગી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ફીચર ટ્રાંસ્ક્રિપ્શન વીડિયોના ચોક્કસ ભાગોને શોધવાનું ખૂબ જ સરળ બનાવે છે.

ભારતમાં YouTubeનું મોટું બજાર

ભારતમાં યુટ્યુબનો વિશાળ બજાર હિસ્સો છે. વર્ષ 2020 માં, ભારતના યુટ્યુબરોએ દેશની અર્થવ્યવસ્થામાં રૂ. 6,800 કરોડનું યોગદાન આપ્યું છે. યુટ્યુબર્સે 6,83,900 પૂર્ણ સમયની નોકરીઓની સમકક્ષ મજબૂત GDP જનરેટ કર્યું છે. રિપોર્ટ અનુસાર, 40,000થી વધુ યુટ્યુબ ચેનલના એક લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. તેમની સંખ્યા દર વર્ષે 45% ના દરે વધી રહી છે. દેશમાં ઓછામાં ઓછા 6 અંક કે તેથી વધુ કમાણી કરતી YouTube ચેનલોની સંખ્યા વાર્ષિક ધોરણે 60% વધી રહી છે.

આ પણ વાંચો: Russia Ukraine War: યુક્રેનને નો-ફ્લાય ઝોન જાહેર કરો, નહીં તો NATOની ધરતી પર રશિયન રોકેટ હુમલો કરશે: રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી

આ પણ વાંચો: Vadodara: સાવલીના મંજુસર સ્થિત કંપનીમાં પાંચમાં માળેથી પટકાતા કામદારનું મોત, સેફ્ટી સાધનોના અભાવે મોત થયાનો પરિવારનો આક્ષેપ

Follow Us
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા ! Video
પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા ! Video
કેન્સરની દવાઓના ભાવમાં 90% સુધીનો ઘટાડો! હવે સારવાર થશે સસ્તી
કેન્સરની દવાઓના ભાવમાં 90% સુધીનો ઘટાડો! હવે સારવાર થશે સસ્તી
g clip-path="url(#clip0_868_265)">