Vadodara: સાવલીના મંજુસર સ્થિત કંપનીમાં પાંચમાં માળેથી પટકાતા કામદારનું મોત, સેફ્ટી સાધનોના અભાવે મોત થયાનો પરિવારનો આક્ષેપ

Vadodara: સાવલીના મંજુસર સ્થિત કંપનીમાં પાંચમાં માળેથી પટકાતા કામદારનું મોત, સેફ્ટી સાધનોના અભાવે મોત થયાનો પરિવારનો આક્ષેપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 9:16 AM

મળતી માહિતી મુજબ બી એન્ડ એચ વિભાગમાં મેન્ટેનન્સની કામગીરી કરાવવા 50 ફૂટની ઊંચાઈ પર સેફટીની સુવિધા વગર ચઢાવાયો હતો. તે દરમિયાન યુવકનો પગ લપસી જતા તે નીચે પટકાયો હતો.

વડોદરા (Vadodara) જિલ્લાના સાવલીના મંજુસર સ્થિત થરમેક્સ કંપનીમાં જીવલેણ અકસ્માત (Accident) સર્જાયો હતો. 42 વર્ષીય કામદારનું 50 ફૂટની ઊંચાઇ પરથી પડી જવાથી સારવાર દરમિયાન મોત (Death) નિપજ્યું છે. ઘટનાની જાણ થતા પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. કંપની તરફથી સેફ્ટી સાધનોના અભાવે કર્મચારી નીચે પટકાયો હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

રવિવારે રાત્રે સાવલીના મંજુસર જીઆઈડીસીમાં આવેલી થર્મેક્સ બેગકોક એન્ડ વિલકોક્ષ એનર્જી સોલ્યુશન લિમિટેડ નામની કંપનીમાં કામ કરતો એક કર્મચારી પાંચમાં માળેથી અચાનક નીચે પટકાયો હતો. નીચે પટકાતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જે બાદ તેને સારવાર અર્થે તાત્કાલિક વડોદરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન કર્મચારીનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ બી એન્ડ એચ વિભાગમાં મેન્ટેનન્સની કામગીરી કરાવવા 50 ફૂટની ઊંચાઈ પર સેફટીની સુવિધા વગર ચઢાવાયો હતો. તે દરમિયાન યુવકનો પગ લપસી જતા તે નીચે પટકાયો હતો. અકસ્માતના પગલે કર્મચારીના પરિવારજનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા કંપની સત્તાવાળાઓ વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ધસી આવ્યા હતા.

કંપની તરફથી સેફ્ટી સાધનોના અભાવે કર્મચારી નીચે પટકાયો હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. તેમજ મૃતકના પરિવારજનોએ રોકડ વળતર અથવા તેમના પરિવારના એક સભ્યને કંપની નોકરી આપે તેવી માગ કરી છે.

આ પણ વાંચો-

Ahmedabad: ક્ષત્રિય મહિલાઓએ ફાગ ઉત્સવની ઉજવણી કરી, રાજસ્થાની પરંપરાના રંગ જોવા મળ્યા

આ પણ વાંચો-

Ahmedabd: યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો ધામધૂમથી ઉજવાશે, પગપાળા જતા યાત્રાળુઓની સુવિધા માટે ટ્રાફિક જાહેરનામુ બહાર પડાયુ

g clip-path="url(#clip0_868_265)">