AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine Crisis: એપલ બાદ Microsoftની મોટી કાર્યવાહી, હવે રશિયામાં નહીં વેચાય કંપનીની પ્રોડક્ટ

અગાઉ પશ્ચિમી દેશોની સરકારો, રમતગમત સંસ્થાઓ અને મોટી કંપનીઓએ પણ રશિયાના આ હુમલાની નિંદા કરી છે અને અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. ત્યારે હવે માઇક્રોસોફ્ટે કહ્યું છે કે તે રશિયામાં તેના ઉત્પાદનો અને સેવાઓનું વેચાણ બંધ કરી રહ્યું છે.

Russia Ukraine Crisis: એપલ બાદ Microsoftની મોટી કાર્યવાહી, હવે રશિયામાં નહીં વેચાય કંપનીની પ્રોડક્ટ
Microsoft (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 1:52 PM
Share

રશિયા અને યુક્રેન (Russia Ukraine Crisis) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન માઈક્રોસોફ્ટે એક મોટું પગલું ભર્યું છે. માઈક્રોસોફ્ટે કહ્યું છે કે તે ‘રશિયામાં તેના ઉત્પાદનો અને સેવાઓનું વેચાણ બંધ કરી રહ્યું છે’. માઈક્રોસોફ્ટે (Microsoft) આ જાહેરાત મોસ્કો પર રશિયાના હુમલા વચ્ચે કરી છે. અગાઉ પશ્ચિમી દેશોની સરકારો, રમતગમત સંસ્થાઓ અને મોટી કંપનીઓએ પણ રશિયાના આ હુમલાની નિંદા કરી છે અને અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે.

માઈક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ હાલમાં સમગ્ર વિશ્વમાં એક અબજથી વધુ વપરાશકર્તાઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે. રશિયામાં વેચાણ અને સેવા બંધ થવાથી લાખો વપરાશકર્તાઓને અસર થશે. માઈક્રોસોફ્ટના પ્રમુખ બ્રેડ સ્મિથે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, “બાકી વિશ્વની જેમ, અમે પણ યુક્રેનના યુદ્ધની તસવીરો અને સમાચારોથી ભયભીત, ક્રોધે ભરાયેલા અને દુઃખી છીએ. અમે રશિયાના આ અયોગ્ય અને ગેરકાયદેસર આક્રમણની નિંદા કરીએ છીએ.”

એપલે પણ બંધ કર્યું રશિયામાં ઉત્પાદનનું વેચાણ

ગત સપ્તાહની શરૂઆતમાં એપલે કહ્યું હતું કે તેણે રશિયામાં તેના તમામ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. રશિયામાં તેની પ્રોડક્ટનું વેચાણ બંધ કરવા ઉપરાંત એપલે તેના એપ સ્ટોરમાંથી રશિયન ન્યૂઝ એપ્સ RT અને સ્પુટનિકની એપને પણ હટાવી દીધી છે. એપલની Apple Pay સેવા પણ રશિયામાં બંધ છે. એપલે આ નિર્ણય યુક્રેનના નાયબ વડાપ્રધાન મિખાઈલો ફેડોરોવના પત્ર બાદ લીધો છે.

અમેરિકાએ રશિયાની નિકાસ પર લાદ્યો પ્રતિબંધ

યુક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિકાએ તેના ઉત્પાદનોની રશિયામાં નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકાએ તે ઉત્પાદનો પર પણ આ પ્રતિબંધ લગાવ્યો છે જેની બ્રાન્ડ રશિયાની છે, પરંતુ ઉત્પાદન અમેરિકામાં થાય છે. આ પ્રતિબંધથી અમેરિકન કંપનીઓને ભારે નુકસાન થઈ શકે છે.

અમેરિકાએ આ પ્રતિબંધો યુએસ વેપાર કાયદા હેઠળ લગાવ્યા છે. યુએસ કંપનીઓએ હવે રશિયાને કોમ્પ્યુટર, સેન્સર, લેસર, નેવિગેશન સાધનો અને ટેલિકોમ્યુનિકેશન, એરોસ્પેસ અને દરિયાઈ સાધનો વેચવા માટે લાઈસન્સ મેળવવું આવશ્યક છે. અમેરિકાએ થોડા વર્ષો પહેલા ચીનની કંપની Huawei પર આવો જ પ્રતિબંધ લગાવ્યો હતો, જેના કારણે Huaweiને ઘણું નુકસાન થયું હતું.

આ પણ વાંચો: Tech News: રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે મોટો સાયબર અટેક, યુરોપના હજારો યુઝર્સનું ઈન્ટરનેટ ઠપ્પ

આ પણ વાંચો: PM Modi in Pune: PM મોદીએ પૂણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન, પોતે ટિકિટ ખરીદીને સ્કૂલના બાળકો સાથે મુસાફરી કરી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">