AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Technology News: હવે WhatsApp દ્વારા પણ રીસેટ કરી શકો છો UPI PIN, જાણો શું છે પ્રોસેસ

WhatsApp, 227થી વધુ બેંકો સાથે રીઅલ-ટાઈમ પેમેન્ટ સિસ્ટમ ઓફર કરે છે. યુઝર એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકે છે અને UPI પીન પણ બદલી શકે છે.

Technology News: હવે WhatsApp દ્વારા પણ રીસેટ કરી શકો છો UPI PIN, જાણો શું છે પ્રોસેસ
WhatApp ટૂંક સમયમાં તેની એન્ડ્રોઈડ એપ અને ડેસ્કટોપ એપમાં ઘણા નવા ફીચર્સ લાવવા જઈ રહ્યું છે. એન્ડ્રોઇડ યુઝર્સને જલ્દી જ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ પર નવું ડ્રોઇંગ ટૂલ અને પેન્સિલ ટૂલ મળશે. આ સિવાય વોટ્સએપ ડેસ્કટોપ એપ પર એક નવો ચેટ બબલ કલર ઓપ્શન ઉપલબ્ધ થવા જઈ રહ્યો છે. ઉપરાંત, ડેસ્કટોપ પર નવો ઘેરો વાદળી રંગ ઉપલબ્ધ થશે, જે ફક્ત ડાર્ક થીમ પર જ દેખાશે. WhatsApp નવા ઈમોજી રિએક્શન ઈન્ફોર્મેશન ટેબનું પણ ટેસ્ટિંગ કરી રહ્યું છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 7:46 AM
Share

WhatsApp યુઝર્સને તેના પ્લેટફોર્મ પર ઉત્તમ અનુભવ મેળવવામાં મદદ કરવા માટે ઘણી સુવિધાઓ પ્રદાન કરે છે. આવી જ એક સુવિધા WhatsApp Pay છે, જે સંપર્કોને એપ્લિકેશનમાંથી જ નાણાં ટ્રાન્સફર (Money transfer) કરવાની સુવિધા આપે છે. એપ પૈસા મોકલવા અને ટ્રાન્સફર કરવા માટે UPI પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરે છે.

મેટા-માલિકીની એપ્લિકેશને 2018માં પ્રાયોગિક ધોરણે ભારતમાં આ સુવિધા રજૂ કરી હતી અને પછીથી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NCPI)ની મંજૂરી પછી 2020માં તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી હતી. જ્યારે એપ 227થી વધુ બેંકો સાથે રીઅલ-ટાઈમ પેમેન્ટ સિસ્ટમ ઓફર કરે છે.

યુઝર એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકે છે અને UPI પીન પણ બદલી શકે છે. તમારે ફક્ત WhatsAppનો ઉપયોગ કરીને UPI પીન બદલવા માટે થોડા સરળ પગલાઓનું પાલન કરવાની જરૂર છે.

વોટ્સએપ પર UPI PIN કેવી રીતે બદલવો

તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર WhatsApp એપ ખોલો. પછી ઉપર જમણી બાજુએ ત્રણ ડોટ આઈકોન પર ટેપ કરો અને પછી પેમેન્ટ્સ પર ટેપ કરો. પેમેન્ટ સેક્શનમાં તમે જે બેંક એકાઉન્ટ માટે UPI પીન નંબર બદલવા માંગો છો તેના પર ટેપ કરો. ત્યારબાદ UPI પીન બદલો પર ટેપ કરો. આગળ, હાલનો UPI PIN દાખલ કરો અને પછી નવો UPI PIN દાખલ કરો. નવા UPI PIN નંબરની પુષ્ટિ કરો અને હવે તમારો નવો PIN તૈયાર છે.

WhatsApp પર UPI PIN કેવી રીતે રીસેટ કરવો

જો તમે વોટ્સએપ પર UPI પીન રીસેટ કરવા માંગો છો તો તેના માટે તમારે આ પ્રક્રિયાને અનુસરવી પડશે.

More Options પર ટેપ કરો અને પછી Payments પસંદ કરો. જે બેંક એકાઉન્ટના તમે UPI પીન નંબર ભૂલી ગયા છો. તેને સિલેક્ટ કરો. ત્યારપછી Forgot UPI PIN પર ટેપ કરો. આગળ, Continue પસંદ કરો અને તમારા ડેબિટ કાર્ડ નંબર અને છેલ્લી તારીખના છેલ્લા 6-અંકો દાખલ કરો (કેટલીક બેંકો તમારો CVV નંબર પણ પૂછી શકે છે).

આ પણ વાંચો: વાંદરાએ ફુગ્ગા સાથે કર્યા જબરા ખેલ પણ અચાનક ફુગ્ગો ફૂટતા થયું કંઈક આવું, જુઓ આ વાયરલ વીડિયો

આ પણ વાંચો: શું તમે જાણો છો સિંદૂરના આ ફાયદા? ભયનો નાશ કરી શુભ ફળની પ્રાપ્તિ કરાવશે સિંદૂર

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">