X (ટ્વિટર) પર અકાઉન્ટના લોકેશનનો ખુલાસા થતાં મચ્યો હંગામો! પવન ખેરાનું અકાઉન્ટ વિદેશથી સંચાલિત થતા હોવાના દાવા પર ઉઠ્યા ગંભીર સવાલ
X પર કેટલાક યુઝર અકાઉન્ટની લોકેશન બતાવવાનું ફીચર શરૂ થતાં હંગામો મચ્યો છે. કેટલાક ચર્ચિત ભારતીય હેન્ડલ્સ વિદેશથી સંચાલિત દેખાતા, વિદેશી પ્રચાર અથવા ભારત વિરુદ્ધ ષડયંત્રના સવાલો ઉભા થયા છે. નિષ્ણાતો VPN કે ટેક્નિકલ ભૂલને કારણ ગણાવે છે, પરંતુ સંવેદનશીલ મુદ્દે આવા લોકેશન ચિંતાજનક છે.

ટ્વિટરે હવે પોતાના પ્લેટફોર્મ X પર કેટલાક યુઝર હેન્ડલ્સના “ઓરિજિન લોકેશન” બતાવવાનું ફીચર શરૂ કર્યું છે. આ ફીચર જાહેર થતાં જ સોશ્યલ મીડિયામાં હલચલ મચી ગઈ છે. અનેક યુઝર્સે દાવો કર્યો છે કે ભારત સંબંધિત કેટલીક ચર્ચિત પ્રોફાઇલ્સ ભારત બહારના દેશોથી સંચાલિત દેખાઈ રહી છે, જેના કારણે નવા સવાલો અને શંકાઓ ઊભી થઈ રહી છે.
રાજકીય નેતાના હેન્ડલ્સના બાહ્ય ઓપરેશન પર ચર્ચા
કોંગ્રેસ મીડિયા સેલના અધ્યક્ષ પવન ખેરાના હેન્ડલનું લોકેશન અમેરિકાનું દર્શાવાયુ છે. આ માહિતી સામે આવ્યા બાદ રાજકીય વર્ગોમાં તેના અર્થ અંગે પ્રશ્નો ઉઠવા લાગ્યા છે. તેની સાથે જાણીતા ફેક્ટ-ચેકિંગ પ્લેટફોર્મ ALT News સાથે સંકળાયેલા મોહમ્મદ જુબેરના હેન્ડલની ઓરિજિન પણ અમેરિકાની હોવાનું બહાર આવ્યું છે. નિષ્ણાતોની દલીલ એવી છે કે આ માત્ર ટેકનિકલ અથવા સર્વર સંબંધિત બાબત પણ હોઈ શકે છે, પરંતુ સોશિયલ મીડિયા પર આને લઈને અલગ-અલગ દાવાઓ અને શંકાઓ ગાઢ બની છે. પવન ખેરા આ પહેલા પણ વિવાદમાં રહી ચૂક્યા છે. વડાપ્રધાનના પિતાને લઈને FIR પણ થઈ ચૂકી છે.
ઓમાનમાંથી ચાલતું દેખાય તેવી પોસ્ટ્સ પણ વાયરલ થઈ
અહીં જ અટકતું નથી. “Ambedkarite IND” નામે ચાલતું લોકપ્રિય હેન્ડલ ક્યારેક બાંગ્લાદેશ તો ક્યારેક પાકિસ્તાનથી લોકેશન બતાવે છે – એવો દાવો થઈ રહ્યો છે. કન્નડ વિરોધી કન્ટેન્ટ શેર કરવા માટે પ્રખ્યાત “એથનિક કન્નડ” નામનું હેન્ડલ ઓમાનમાંથી ચાલતું દેખાય તેવી પોસ્ટ્સ પણ વાયરલ થઈ છે. આ બંને હેન્ડલ્સ પર હિંદુ ધર્મ, દેવી-દેવતાઓ અને ભારતીય પરંપરાઓ માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ થતો રહે છે, એમ યુઝર્સનો આક્ષેપ છે.
આ બધાએ મળીને એક મોટો પ્રશ્ન ઉભો કર્યો છે – શું ભારતને આંતરિક રીતે અસ્થિર બનાવવા માટે વિદેશી સ્તરે કોઇ સજાગ પ્રયાસ ચાલી રહ્યો છે? શું આ સોશિયલ મીડિયા વૉરફેરનો ભાગ છે? અથવા માત્ર ટેક્નિકલ ભૂલ, VPN અથવા સેટિંગ્સનું પરિણામ?
હંમેશા અકાઉન્ટના સાચા સંચાલકનું સ્થાન દર્શાવે એવું નથી
સોશ્યલ મીડિયા નિષ્ણાતોના કહેવા મુજબ, X પર દર્શાતી લોકેશન હંમેશા અકાઉન્ટના સાચા સંચાલકનું સ્થાન દર્શાવે એવું નથી. VPN, પ્રૉક્સી, સેટિંગ્સ અથવા પ્લેટફોર્મની એલ્ગોરિધ્મિક ભૂલોને કારણે પણ લોકેશન ખોટું દેખાવાની શક્યતા રહે છે. એટલે માત્ર લોકેશન આધારિત દાવા અંતિમ સત્ય ન ગણી શકાય.
તેમ છતાં, ઘણા યુઝર્સ માને છે કે ખાસ કરીને રાજકીય, ધાર્મિક અથવા સંવેદનશીલ મુદ્દાઓ પર સતત ઝેર ભરતાં હેન્ડલ્સ જો વિદેશથી સંચાલિત દેખાય, તો તે ચિંતાનો વિષય બની શકે છે.
દરેક ક્ષેત્ર માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે, કૃષિ ક્ષેત્રે, ઈન્ફોર્મેશન ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે, ઉર્જા ક્ષેત્રે, કન્સ્ટ્રક્શન ક્ષેત્રે વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. ટેક્નોલોજીમાં સર્વિસ અથવા પ્રોડક્ટના ઉત્પાદન માટેની ટેક્નોલોજી, સ્કિલ, પદ્ધતિઓ, પ્રક્રિયાઓ વગેરેનો સમાવેશ થાય છે. આવા ન્યૂઝ વધારે વાંચવા માટે અહીં ક્લિક કરો.
