ગુજરાતમાં હવે કોર્ટ થશે ડીજીટલ, કોર્ટને લગતા ખર્ચની ચુકવણી ઓનલાઈન થશે

ગુજરાતમાં હવે કોર્ટ થશે ડીજીટલ, કોર્ટને લગતા ખર્ચની ચુકવણી ઓનલાઈન થશે
Digitalization of Court

Digital Payment in Court : કોર્ટ સંબંધિત કોર્ટ ફી, જ્યુડીશીયલ ડીપોઝીટ, ખર્ચની રકમ,જામીનના પૈસા અને દંડ જેવા ખર્ચનું પેમેન્ટ ઓનલાઈન કરી શકાશે.

TV9 GUJARATI

| Edited By: Nakulsinh Gohil

Dec 25, 2021 | 5:03 PM

Digitalization of Court : હવે ગુજરાતની કોર્ટોમાં પક્ષકારો અને વકીલોને દંડ, જામીનની રકમ, ફી ભરવાનું સરળ બનશે. કારણ કે ટૂંક સમયમાં રાજ્યની કોર્ટોમાં ઓનલાઈન પેમેન્ટ (Online Payment) સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે. હાલમાં કેટલાક રાજ્યોમાં આ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે અને ગુજરાત આ દિશામાં આગળ વધી રહ્યું છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો એક પછી એક ડિજિટલ તરફ આગળ વધી રહ્યા છે, સરકારી વિભાગોમાં અલગ-અલગ પેમેન્ટ માટે ઓનલાઈન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા પણ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે રાજ્યની કોર્ટોમાં પણ ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર દેશના કેટલાક રાજ્યોમાં ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ શરૂ થઈ છે અને હવે ગુજરાતની કોર્ટ પણ આ સિસ્ટમ અપનાવવા તરફ આગળ વધી રહી છે, જેથી વકીલો અને પક્ષકારો અલગ-અલગ ફીની રકમ ચૂકવી શકે અને કોર્ટને લગતો દંડની ચુકવણી ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન અને ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા કરી શકશે.

કોર્ટને લગતા ખર્ચ અને ફીની ચુકવણી માટે વકીલ અથવા પક્ષકારે તેમના કેસનો CNR નંબર યાદ રાખવાનો રહેશે. આધાર કાર્ડની જેમ દરેક કેસ માટે આ એક યુનિક નંબર છે. ઓનલાઈન પેમેન્ટ કરતા સમયે જો આ નંબર યાદ હશે તો કોર્ટનું નામ, સ્થળ, તારીખ, કેસ નંબર, કેસનું વર્ષ, આ માહિતી ભરવાની જરૂર નહિ રહે અને CNR નંબરથી જ પેમેન્ટ કરી શકાશે. જો CNR નંબર યાદ નથી, તો કેસને લગતી આ તમામ માહિતી ભરવાની રહેશે અને તે પછી ચુકવણી કરી શકાશે.

આ પણ વાંચો : KUTCH : અદાણી ટ્રાન્સમિશનને ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ઇવેક્યુએશન સિસ્ટમ્સનો 35 વર્ષનો પ્રોજેક્ટ મળ્યો

આ પણ વાંચો : દરિયામાં માછીમારને સાપ કરડતા જીવ જોખમાયો, કોસ્ટગાર્ડ મદદે આવતા માછીમારનો જીવ બચ્યો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati