AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દરિયામાં માછીમારને સાપ કરડતા જીવ જોખમાયો, કોસ્ટગાર્ડ મદદે આવતા માછીમારનો જીવ બચ્યો

Indian Coast Guard : આ પહેલા 12 ડિસેમ્બરે પણ આવી જ ઘટના ઘટી હતી અને ત્યારે પણ ભારતીય કોસ્ટગાર્ડની મદદથી માછીમારનો જીવ બચી ગયો હતો.

દરિયામાં માછીમારને સાપ કરડતા જીવ જોખમાયો, કોસ્ટગાર્ડ મદદે આવતા માછીમારનો જીવ બચ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 4:20 PM
Share

DEVBHUMI DWARKA : ભારતીય તટરક્ષક દળની ઇન્ટરસેપ્ટર બોટ C-152ને 23 ડિસેમ્બર 2021ના રોજ સમુદ્રમાં એક માછીમારી હોડીના મુખ્ય માછીમારને સાપ કરડ્યો હોવાનો સંદેશો પ્રાપ્ત થતા જ તેમણે ભારતીય માછીમારી હોડી ‘રુતિકા’માંથી માછીમારને બચાવ્યો હતો. આ જહાજ ઓપરેશનલ નિયુક્તિ પર હતું ત્યારે મદદ માટે સંદેશો મળતા માછીમારને બચાવવા માટે ડાઇવર્ટ કરવામાં આવ્યું હતું.

દ્વારકાથી દક્ષિણ પશ્ચિમ દિશામાં 17 નોટિકલ માઇલ દૂર સમુદ્રમાં હોડીના મુખ્ય માછીમારને માછલી પકડવાની જાળ ખેંચતી વખતે સાપે ડંખ માર્યો હતો. દર્દી તેમજ અન્ય એક ક્રૂ મેમ્બરને હોડીમાંથી બહાર લાવવામાં આવ્યા હતા અને તેમને તટરક્ષક દળના જહાજ C-152 પર લાવવામાં આવ્યા હતા. દર્દીને જહાજમાં જ પ્રાથમિક સારવાર અને પ્રારંભિક તબીબી સારવાર આપવામાં આવી હતી.

બાદમાં દર્દીને વધુ તબીબી સારવાર માટે ઓખા બંદર ખાતે લઇ જવામાં આવ્યો હતો અને તેની સ્થિતિ સ્થિર થયા બાદ દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દર્દીની સ્થિતિ સ્થિર હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. લગભગ એક મહિના પહેલાં બનેલી આવી જ અન્ય એક ઘટનામાં, ભારતીય તટરક્ષક દળે વાડીનારના માછીમારને સહાયતા પહોંચાડી હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા 12 ડિસેમ્બરે પણ આવી જ ઘટના ઘટી હતી અને ત્યારે પણ ભારતીય કોસ્ટગાર્ડની મદદથી માછીમારનો જીવ બચી ગયો હતો.

ભારતીય તટરક્ષક દળ સ્ટેશન, વેરાવળ દ્વારા 12 ડિસેમ્બર 2021ના રોજ ઝડપથી ઓપરેશનનું સંકલન કરીને તટરક્ષક દળ જહાજ (C-143)ની મદદથી વેરાવળથી દક્ષિણ પશ્ચિમ દિશામાં 54 NM દૂર સમુદ્રમાં IFB બદ્રિકા નામની માછીમારીની હોડીમાં માછીમારીની જાળી ખેંચતી વખતે સાપના ડંખથી ઇજાગ્રસ્ત થયેલા હોડીના માસ્ટરને બચાવી લેવામાં આવ્યો હતો.

ઉપરોક્ત ઉલ્લેખિત માછીમારને બચાવવા માટે C-143 ને તેની પરિચાલન નિયુક્તિ પરથી ડાઇવર્ટ કરવામાં આવ્યું હતું અને દર્દીને સમુદ્રી પોલીસ બોટમાં પહોંચાડ્યા બાદ આ જહાજ ફરી નિયમિત પરિચાલનમાં જોડાઇ ગયું હતું.

આ દર્દી અને તેમની સાથે રહેલા અન્ય એક સાથીને તટરક્ષક દળના જહાજ પર લાવવામાં આવ્યા છે અને દર્દીને પ્રારંભિક મેડિકલ સારવાર આપવામાં આવી હતી. દર્દીને વધુ તબીબી સારવાર માટે વેરાવળ લઇ જવામાં આવ્યો હતો અને તેની સ્થિતિ સ્થિર થયા પછી વધુ સારવાર માટે સર્વિસ એમ્બ્યુલન્સ દ્વારા વેરાવળની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Sainik School Recruitment 2022: સૈનિક સ્કૂલમાં ઘણી જગ્યાઓ માટે ભરતી, 10 પાસ પણ કરી શકે અરજી

આ પણ વાંચો : India-South Africa Relations: કોરોના સંકટ હોવા છતાં 2021માં દક્ષિણ આફ્રિકા સાથેના સંબંધો થયા મજબૂત, ભારતે સતત કરી મદદ

Follow Us
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
પ્રધાનો અને ધારાસભ્યો ST બસમાં વિધાનસભા પહોંચ્યા
પ્રધાનો અને ધારાસભ્યો ST બસમાં વિધાનસભા પહોંચ્યા
UAEથી ક્રૂડ લઈને ‘જગ લાડકી’ જહાજ મુંદ્રા બંદર પહોંચ્યું
UAEથી ક્રૂડ લઈને ‘જગ લાડકી’ જહાજ મુંદ્રા બંદર પહોંચ્યું
ખાવા-પીવામાં સાવધાની રાખો, રમત-ગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લો
ખાવા-પીવામાં સાવધાની રાખો, રમત-ગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લો
g clip-path="url(#clip0_868_265)">