AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૂગલ આપી રહ્યું 8500 રૂપિયા? જાણો કોને મળશે આ લાભ અને કેવી રીતે

ગુગલ યુઝર્સને 8500 રૂપિયા આપી રહ્યું છે, પણ શા માટે? અમે તમને પૈસા વહેંચવાનું કારણ જ નહીં જણાવીશું પણ એ પણ માહિતી આપીશું કે જો તમે પણ આ પિક્સેલ ફોનનો ઉપયોગ કરો છો, તો તમને પણ પૈસા મળશે કે નહીં?

ગૂગલ આપી રહ્યું 8500 રૂપિયા? જાણો કોને મળશે આ લાભ અને કેવી રીતે
Google giving 8500 rupees
Follow Us:
| Updated on: Jul 07, 2025 | 11:58 AM

ગુગલ ફ્રીમાં 8500 રૂપિયા આપી રહ્યું છે? ત્યારે દરેક વ્યક્તિના મનમાં પ્રશ્ન છે કે કેમ? તો ચાલો જાણીએ. ખરેખર, Pixel 6a ચલાવતા યુઝર્સ તરફથી ઓવરહિટીંગ અને બેટરી પરફોર્મન્સ અંગે સતત ફરિયાદો મળ્યા બાદ કંપની બેટરી પરફોર્મન્સ પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહી છે. આ પ્રોગ્રામ હેઠળ, કંપની કાં તો મફતમાં બેટરી બદલશે અથવા તમને વળતર તરીકે $100 એટલે કે લગભગ 8500 રૂપિયા આપવામાં આવશે.

કંપની Pixel 6a ના બેટરી પરફોર્મન્સને સુધારવા અને ઓવરહિટીંગનું જોખમ ઘટાડવા માટે આવતીકાલે, 8 જુલાઈથી Android 16 અપડેટ પણ રોલ આઉટ કરશે.

કોને મળી શકે છે પૈસા?

Pixel 6a ચલાવતા બધા યુઝર્સ કંપનીના અધિકૃત સેવા કેન્દ્રની મુલાકાત લઈને બેટરી બદલી શકે છે. જેઓ બેટરી બદલવા માંગતા નથી તેઓ $100 (લગભગ 8500 રૂપિયા) અથવા $150 (લગભગ 12800 રૂપિયા) નો Google Store ક્રેડિટ વિકલ્પ પસંદ કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 08-07-2025
પ્લેને ઉડાન ભર્યા બાદ હવામાં જ વિમાનનો Exit ગેટ ખુલી જાય તો શું થાય?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
BCCI આકાશદીપને એક ટેસ્ટ રમવાના કેટલા પૈસા આપે છે?
ક્રિકેટર શુભમન ગિલની બહેન શહનીલની ઉંમર કેટલી છે? જાણો
શરીરમાં યુરિક એસિડ ઘટવાથી આ સમસ્યાઓ થાય છે

તમે આ વળતરને પાત્ર છો કે નહીં તે ચકાસવા માટે, કંપનીના સપોર્ટ પેજની મુલાકાત લો, તમે સીધા પેજ પર જવા માટે અહીં ક્લિક કરી શકો છો. આ પેજની મુલાકાત લીધા પછી, નીચે દર્શાવેલ કન્ફર્મ બટન પર ટેપ કરો, આગલા પેજ પર તમારે ફોનનો IMEI નંબર દાખલ કરવો પડશે. આ પછી, ડિવાઇસ સાથે લિંક કરેલ ઇમેઇલ ED દાખલ કરો અને સબમિટ કરો.

અહીં એક વાત નોંધનીય છે કે સ્થાનિક નિયમોને કારણે, રોકડ ચુકવણીની સુવિધા બધા દેશોમાં ઉપલબ્ધ રહેશે નહીં. કંપની તમને થર્ડ પાર્ટી પેઓનર દ્વારા ચુકવણી પ્રદાન કરશે, જેના માટે યુઝર્સ પાસેથી ID પ્રૂફ અને PAN કાર્ડ જેવી વિગતો માંગી શકાય છે. ગૂગલે કહ્યું કે ફાયનલ અમાઉન્ટ ડેઈલી એક્સચેન્જ રેટ પર નિર્ભર હશે.

આ લોકોને લાભ નહીં મળે

ગુગલે સ્પષ્ટ કર્યું છે કે લિક્વિડ ડેમેજ અથવા ફિઝિકલ ડેમેજ વાળા ફોન ફ્રી બેટરી સેવા માટે પાત્ર રહેશે નહીં. આ ઉપરાંત, જો ફોન વોરંટી હેઠળ નથી અને સ્ક્રીન તૂટી ગઈ છે, તો કંપની આ માટે તમારી પાસેથી સેવા ફી વસૂલશે.

21 જુલાઈ, 2025થી આ સેવાનો લાભ મળશે

ગૂગલ કહે છે કે બેટરી રિપ્લેસમેન્ટ સુવિધા 21 જુલાઈ, 2025 થી કેનેડા, યુએસએ, જર્મની, યુનાઇટેડ કિંગડમ (યુકે), જાપાન, સિંગાપોર અને ભારતના વોક-ઇન રિપેર સેન્ટરો પર ઉપલબ્ધ થશે.

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">