Technology: બદલાઈ જશે WhatsApp નું વોઈસ અને વીડિયો કોલ ઈન્ટરફેસ, કંઈક આ રીતે મળશે જોવા

WhatsApp ભવિષ્યના અપડેટ્સ માટે ઇન્ટરફેસને ફરીથી ડિઝાઇન કરી રહ્યું છે, જેથી તેને વધુ કોમ્પેક્ટ અને એડવાન્સ બનાવી શકાય, જેથી તેના સ્ટ્રક્ચરને વધુ સારૂ કરી શકાય.

Technology: બદલાઈ જશે WhatsApp નું વોઈસ અને વીડિયો કોલ ઈન્ટરફેસ, કંઈક આ રીતે મળશે જોવા
(Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 12:37 PM

એવું લાગે છે કે WhatsApp વૉઇસ કૉલ્સ માટે એક નવું ઇન્ટરફેસ વિકસાવી રહ્યું છે. ઈન્ટરફેસ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપના એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને વર્ઝનનો એક ભાગ હશે. વ્હોટ્સએપ આ નવા ઈન્ટરફેસ દ્વારા પર્સનલ અને ગ્રુપ વોઈસ કોલ માટે વધુ સારા અનુભવ લાવવાનું લક્ષ્ય ધરાવે છે. WABetainfo ના એક રિપોર્ટ અનુસાર, WhatsApp હવે વોઈસ કોલ કરતા યુઝર્સ માટે એક નવું ઈન્ટરફેસ લાવવા પર કામ કરી રહ્યું છે. જો કે, ફેરફારો હજુ સુધી WhatsApp બીટા ટેસ્ટર્સ માટે પણ ઉપલબ્ધ નથી.

તમે નીચેના સ્ક્રીનશોટમાં જોઈ શકો છો, WhatsApp ભવિષ્યના અપડેટ્સ માટે ઇન્ટરફેસ (Interface)ને વધુ કોમ્પેક્ટ અને અદ્યતન બનાવવા અને તેની રચનામાં સુધારો કરવા માટે તેને ફરીથી ડિઝાઇન કરી રહ્યું છે. નવું રિડિઝાઇન કરેલ ફોર્મ ખાસ કરીને ગ્રુપ વૉઇસ કૉલ કરતી વખતે સારું લાગશે. ફંક્શનૈલિટીની વાત કરીએ તો કૉલ સ્ક્રીન બિલકુલ પણ બદલાશે નહીં, બધા બટનો અને ઇન્ટરફેસ એલીમેન્ટ મજબૂત બનેલા છે.

Picture Source: WABetaInfo

Picture Source: WABetaInfo

આ સ્ક્રીનશોટ iOS માટે WhatsApp પર લેવામાં આવ્યો હતો, જો કે, WhatsApp Android માટે WhatsApp બીટાના ફ્યુચર અપડેટ્સ માટે સમાન રીડિઝાઈન (Redesign)ની યોજના બનાવી રહ્યું છે. નવું ઈન્ટરફેસ વધુ કોમ્પેક્ટ અને એડવાન્સ દેખાય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વોટ્સએપ પર નજર આવશે નવું ઈન્ડીકેટર

અહેવાલ મુજબ, મેટા-માલિકીનું પ્લેટફોર્મ એવા ઈન્ડીકેટર ઉમેરવાનું આયોજન કરી રહ્યું છે જે વપરાશકર્તાઓને જણાવશે કે તેના પ્લેટફોર્મ પરથી કરવામાં આવેલા તમામ કૉલ્સ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે. ઈન્ડીકેટર એક સંદેશ તરીકે દેખાશે, “તમારા વ્યક્તિગત કૉલ્સ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે”. તેના પ્લેટફોર્મ પરથી કરવામાં આવેલા વૉઇસ અને વીડિયો કૉલ્સ માટે, આ સંદેશ એપના કૉલ્સ ટૅબમાં કરવામાં આવેલા અથવા પ્રાપ્ત થયેલા કૉલ્સ હેઠળ દેખાશે.

જણાવી દઈએ કે, WhatsAppએ 2016માં પોતાના પ્લેટફોર્મ પર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનની શરૂઆત કરી હતી. આ વર્ષની શરૂઆતમાં, કંપનીએ તેના ચેટ બેકઅપ માટે સુરક્ષા વધારી દીધી છે જે એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ માટે Google ડ્રાઇવ અને iPhone વપરાશકર્તાઓ માટે iCloud પર સંગ્રહિત છે.

આ ફીચરની જાહેરાત કરતા WhatsAppએ કહ્યું હતું કે, “ન તો WhatsApp ન તમારૂ બેકઅપ સર્વિસ પ્રોવાઈડર તમારા બેકઅપને વાંચી શકશે અને ન તો તેને અનલોક કરવા માટે જરૂરી કી એક્સેસ કરી શકશે.”

આ પણ વાંચો: Viral: વ્યક્તિએ ઘરની બાઉન્ડ્રી વોલમાં બનાવી કૂતરા માટે બારી, વીડિયો જોઈ લોકો બોલ્યા ‘વાહ પાડોશી હો તો ઐસા’

આ પણ વાંચો: Kisan Diwas 2021: શા માટે 23 ડિસેમ્બરે જ મનાવાય છે કિસાન દિવસ? જાણો તેના મહત્વ વિશે

g clip-path="url(#clip0_868_265)">