AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: વ્યક્તિએ ઘરની બાઉન્ડ્રી વોલમાં બનાવી કૂતરા માટે બારી, વીડિયો જોઈ લોકો બોલ્યા ‘વાહ પાડોશી હો તો ઐસા’

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિએ તેના ઘરની બાઉન્ડ્રી વોલ તો ઉભી કરી છે, પરંતુ સાથે જ તેમાં એક બારી પણ બનાવવામાં આવી છે, જેથી તેનો કૂતરો પડોશીઓને પણ હેલો કહી શકે.

Viral: વ્યક્તિએ ઘરની બાઉન્ડ્રી વોલમાં બનાવી કૂતરા માટે બારી, વીડિયો જોઈ લોકો બોલ્યા 'વાહ પાડોશી હો તો ઐસા'
Neighbor Built a Window for their dog
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 10:42 AM
Share

દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ કૂતરા પાળવાના શોખીન હોય છે અને તેઓ તેમની સાથે એવો વ્યવહાર કરે છે કે જાણે તેઓ તેમના પરિવારના સભ્ય હોય. કેટલાક લોકો કૂતરાઓને તેમની સાથે તેમના પલંગ પર પણ સૂવા દે છે, જ્યારે કેટલાક લોકો તેમના માટે એક અલગ નાનું ઘર બનાવે છે, જેમાં કૂતરાઓ આરામથી રહે છે, સૂઈ શકે છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે કૂતરા પણ માણસો સાથે બહુ જલ્દી ભળી જાય છે, ફરે છે અને તેમની સાથે રમે છે.

આ પ્રેમ છે જે મનુષ્યને પ્રાણીઓ સાથે બાંધે છે. જો કે ક્યારેક એવું પણ જોવા મળે છે કે જો કોઈ ઘરમાં કૂતરો હોય તો તેના કારણે આસપાસ રહેતા લોકો એટલે કે પડોશીઓ પરેશાન થઈ જાય છે, પરંતુ આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર આવો જ એક વીડિયો વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે, જેમાં વીડિયો (Funny Viral Videos) જોયા પછી તમે ચોક્કસ કહેશો કે ‘વાહ પાડોશી હો તો ઐસા’.

વાસ્તવમાં, વાયરલ થઈ રહેલા વીડિયોમાં, એક વ્યક્તિએ તેના ઘરની બાઉન્ડ્રી વોલ ઉંચી કરી છે, પરંતુ તેમાં એક બારી પણ બનાવવામાં આવી છે, જેથી તેનો કૂતરો (Dog Viral Videos) પણ પાડોશીઓને હેલો કહી શકે. વીડિયો (Dog Funny Videos)માં તમે જોઈ શકો છો કે ઘરની દિવાલ એક જગ્યાએથી ઉંચી છે અને તે દિવાલમાં એક બારી પણ છે.

ત્યારપછી એક નાની છોકરી તે બારી પાસે જાય છે અને કૂતરા (Dog Funny Viral Videos)નું નામ બોલાવે છે, ત્યારબાદ કૂતરો પણ ત્યાં દોડીને આવે છે અને બારીમાંથી બહાર જુએ છે. વિન્ડોની બીજી બાજુએ બીજો કૂતરો રહે છે, જે તેને ખૂબ જ કાળજીપૂર્વક જુએ છે.

ટ્વિટર (Twitter) પર @DannyDeraney નામ સાથે વીડિયો શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ પાડોશીએ તેના કૂતરા યતીને હેલો કહેવા માટે એક બારી બનાવી છે’. માત્ર 30 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 28 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે વીડિયોને 1900થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

ઘણા લોકોએ આ વીડિયો પર શાનદાર કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું, ‘આ અદ્ભુત છે’, જ્યારે બીજા યુઝરે કોમેન્ટ કરી, ‘મને લાગે છે કે જો યતિ ખરેખર ઇચ્છતો હોત તો તે વાડને તેની સાથે પાડોશીના બગીચામાં લઈ ગયો હોત’. તેવી જ રીતે, અન્ય ઘણા લોકોએ વીડિઓ પર રમુજી કમેન્ટ્સ લખીને શેર કર્યો છે.

આ પણ વાંચો: Kisan Diwas 2021: શા માટે 23 ડિસેમ્બરે જ મનાવાય છે કિસાન દિવસ? જાણો તેના મહત્વ વિશે

આ પણ વાંચો: Viral: કડકડતી ઠંડીમાં નહાવા માટે ટેણિયાએ લગાવ્યો ગજબનો જુગાડ, પણ તમે આવી ભુલ ન કરતા

20થી 22 વિદ્યાર્થીને ફૂડ પોઈઝનિંગની અસર
20થી 22 વિદ્યાર્થીને ફૂડ પોઈઝનિંગની અસર
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
g clip-path="url(#clip0_868_265)">