AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Technology: વન-સ્ટોપ ડેસ્ટિનેશન બનશે WhatsApp, લોકો તેમના ઓફિશિયલ દસ્તાવેજો પણ કરી શકશે ડાઉનલોડ

અહેવાલ મુજબ, આ પાયલોટ પ્રોજેક્ટનું ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આગામી થોડા અઠવાડિયામાં તેને સત્તાવાર રીતે લોન્ચ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.

Technology: વન-સ્ટોપ ડેસ્ટિનેશન બનશે WhatsApp, લોકો તેમના ઓફિશિયલ દસ્તાવેજો પણ કરી શકશે ડાઉનલોડ
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 10:42 AM
Share

વોટ્સએપ (WhatsApp)ચેટબોટ ગત વર્ષ રસીકરણ સ્લોટ બુક કરવા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે ટૂંક સમયમાં આની મદદથી તમે તમારા સત્તાવાર દસ્તાવેજો સરળતાથી ડાઉનલોડ કરી શકશો. WhatsApp બધા માટે વન-સ્ટોપ ડેસ્ટિનેશન બનવા જઈ રહ્યું છે. આની મદદથી તમે WhatsApp પરથી તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ, આવકવેરા પ્રમાણપત્ર અને પાન કાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, આ પાયલોટ પ્રોજેક્ટનું ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આગામી થોડા અઠવાડિયામાં તેને સત્તાવાર રીતે લોન્ચ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.

આ કેવી રીતે કામ કરશે?

વાસ્તવમાં, વોટ્સએપ ચેટબોટ ઈન્ટરફેસ યુઝરના ડિજીલોકર પર સેવ કરેલા ડેટાનો ઉપયોગ કરે છે. રિપોર્ટ અનુસાર, અધિકારીઓએ જણાવ્યું કે સરકારે MyGov કોરોના હેલ્પડેસ્કનું નામ બદલીને MyGov હેલ્પડેસ્ક કરી દીધું છે. ઇન્ટરફેસમાં ડિજીલોકર સેવાઓને અનલોક કરવાનો વિકલ્પ હશે.

અધિકારીએ જણાવ્યું કે “જ્યારે તમે DigiLocker વિકલ્પ પસંદ કરો છો, ત્યારે તે તમારા આધાર અને OTP સાથે પ્રમાણિત કરશે અને તમને ઉપલબ્ધ દસ્તાવેજો વિશે જાણ કરશે. ઇન્ટરફેસ પહેલા OTP અને મોબાઇલ નંબર માટે પૂછશે જેની સાથે તમારું પ્રમાણપત્ર લિંક થયેલ છે.”

લાખો લોકો ડિજીલોકરનો કરી રહ્યા છે ઉપયોગ

આપને જણાવી દઈએ કે હાલમાં 10 કરોડ લોકો ડિજીલોકરનો ઉપયોગ કરે છે. આની મદદથી, તમે તમારા 10મા અને 12મા ધોરણના તમામ પ્રકારના પ્રમાણપત્રો પણ સાચવી શકો છો અને સમય મળે ત્યારે તેનો ઉપયોગ પણ કરી શકો છો. જણાવી દઈએ કે, ભવિષ્યમાં તે એક પ્રકારનું હેલ્થ લોકર પણ બની જશે, જેમાં તમામ પ્રકારના હેલ્થ સર્ટિફિકેટ ઉપલબ્ધ થશે.

કઈ ભાષાઓમાં ચેટબોટ ઉપલબ્ધ થશે

અધિકારીના જણાવ્યા અનુસાર, 14 રાજ્યોએ પ્રાદેશિક ભાષાઓમાં સમાન ચેટબોટ લોન્ચ કર્યા છે. પરંતુ કેન્દ્રીય સેવા હાલમાં માત્ર અંગ્રેજી અને હિન્દીમાં જ ઉપલબ્ધ છે. અત્યાર સુધી ઘણા રાજ્યોએ ચેટબોટ્સ અપનાવ્યા છે. આમાં સગર્ભા માતાઓ માટે રાષ્ટ્રીય મહિલા આયોગ 24×7 હેલ્પલાઇન, નાગરિકો અને ખેડૂતો માટે પશ્ચિમ બંગાળનું ચેટબોટ, રાશન કાર્ડ જેવી સેવાઓનો ઉપયોગ કરવા, ફરિયાદો નોંધવા અને ધાન ખરીદની માહિતી મેળવવા અને નાગરિકો માટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની MyBMCનો સમાવેશ થાય છે. વહીવટી સેવાઓ પૂરી પાડવા જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે મોબાઈલ ફોન પર કોઈપણ એપ વડે તમારા દસ્તાવેજોને સાચવવામાં ઘણું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં ડિજીલોકર એક સુરક્ષિત માધ્યમ છે.

આ પણ વાંચો: Success Story: રાસાયણિક ખેતી છોડી શરૂ કરી જૈવિક ખેતી, બાદ ચમકી ગયુ ખેડૂતનુ નસીબ

આ પણ વાંચો: Tech Tips: Gmail પર કેવી રીતે અનસેન્ડ કરવો Email, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">