WhatsApp Trick : વોટ્સએપ પર ઓનલાઇન આવ્યા વગર પણ કરી શકશો ચેટ, બસ ફોલો કરો આ સ્ટેપ્સ
તમે ઓનલાઇન નથી દેખાવા માંગતા, પરંતુ તમારે કોઇ મેસેજ કરવો હોય છે તો તે કરવુ પણ શક્ય છે. તમે વોટ્સએપ પર ઓનલાઇન આવ્યા વગર પણ મેસેજ મોકલી શકો છો.

વોટ્સએપનો ઉપયોગ તો વિશ્વના મોટાભાગના દેશ કરે જ છે. કોલ કરવો હોય, વીડિયો કોલ કરવા હોય, ચેટ કરવી હોય કે કોઇ તસવીર કે વીડિયો મોકલવો હોય દરેક લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. વોટ્સએપ પણ તેના યૂઝર્સ માટે નવા નવા ફિચર લઇને આવે છે. વોટ્સએપના કેટલાક ફિચર્સ તો એવા છે જેના વિશે લોકોને જાણકારી પણ નથી. બસ અમે આવા જ ફિચર્સ વિશેની માહિતી તમારા માટે લઇને આવીએ છીએ.
ઘણી વખત એવુ બનતુ હોય છે કે તમે ઓનલાઇન નથી દેખાવા માંગતા પરંતુ તમારે કોઇ મેસેજ કરવો હોય છે. તો તે કરવુ પણ શક્ય છે. તમે વોટ્સએપ પર ઓનલાઇન આવ્યા વગર પણ મેસેજ મોકલી શકો છો. તમે આ સ્ટેપ્સને ફોલો કરીને ઓનલાઇન આવ્યા વગર પણ ચેટ કરી શકો છો.
લોકો ઇચ્છતા હોય છે કે કોઇ તેમને ઓનલાઇન ન જોઇ જાય તેના માટે તેઓ ઓનલાઇન સ્ટેટસ પણ હાઇડ કરતા હોય છે. પરંતુ તેના માટે કોઇ ઓફિશિયલ ફિચર કે સેટિંગ આપવામાં નથી આવ્યુ. પરંતુ એક ટ્રીકના ઉપયોગથી તમે આમ કરી શકો છો.
1. આના માટેનો સૌથી સરળ ઉપાય છે કે તમે વોટ્સએપ પર કોઇ મેસેજને ઓપન કર્યા વગર નોટીફિકેશન પેનલમાંથી તે મેસેજનો રિપ્લાય કરી શકો છો. આમ કરવાથી સામે વાળા યૂઝરને તમારા ઓનલાઇન સ્ટેટસ વિશે ખબર નહી પડે.
2. જો તમે સ્માર્ટવોચ પહેરો છો તો પણ તમે ઓનલાઇન આવ્યા વગર ચેટ કરી શકો છો. આ માટે તમે વોટ્સએપ મેસેજનો જવાબ સ્માર્ટ વોચમાંથી આપો. આમ કરવાથી પણ યૂઝરના ઓનલાઇન સ્ટેટસ વિશે ખબર નથી પડતી.
3. વોટ્સએપ પરથી મેસેજ સેન્ડ કરતી વખતે જો ડેટા ઓફ હશે તો ઓનલાઇન સ્ટેટસ વિશે ખબર નહી પડે. એટલે કે તમે ફોનના ડેટા અથવા તો વાઇફાઇ ઓફ કરીને વોટ્સએપ ઓપન કરીને રિપ્લાઇ કરશો તો પણ તમારુ ઓનલાઇન સ્ટેટસ નહી દેખાય. એક વાર ફરીથી ડેટા ઓન કર્યા બાદ મેસેજ સેન્ડ થઇ જશે અને તમારુ સ્ટેટસ ઓનલાઇન પણ નહી બતાવે.
આ પણ વાંચો – જલ્દી જ બદલાઈ જશે તમારા ઘરનું વીજમીટર, જાણો નવું વીજળી મીટર કેવું હશે અને તમારા ઘરે ક્યારે લાગશે