મૃત્યુ બાદ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું શું થાય છે? વાંચો સમગ્ર અહેવાલ

ફેસબુકે મૃત લોકોના એકાઉન્ટ્સ માટે કેટલાક નિયમો બનાવ્યા છે. આ નિયમો પ્રમાણે જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો ફેસબુક તેના એકાઉન્ટને મેમોરિયલાઈઝ્ડ એકાઉન્ટમાં (Memorialised accounts) બદલી નાખશે.

મૃત્યુ બાદ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું શું થાય છે? વાંચો સમગ્ર અહેવાલ
What Happens to Social Media Accounts After Death?

આજના સમયમાં દરેક લોકો સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. આપણામાંથી મોટાભાગના લોકોના એકાઉન્ટ્સ ફેસબુક, ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ જેવા મીડિયા પ્લેટફોર્મ્સ પર છે તેવામાં તમે ક્યારે વિચાર્યુ છે કે કોઈના મોત બાદ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું શું થાય છે? તે ફેસબુક એકાઉન્ટ બંધ થઈ જાય છે કે ચાલતુ રહે છે? જો તમારા મનમાં પણ આ સવાલ આવતા હોય તો આ સમાચાર તમારા માટે કામના છે.

 

ફેસબુકે મૃત લોકોના એકાઉન્ટ્સ માટે કેટલાક નિયમો બનાવ્યા છે, જેના વિશે કંપનીએ પોતાના હેલ્પ સેન્ટરની પણ જાણકારી આપી છે. આ નિયમો પ્રમાણે જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો ફેસબુક તેના એકાઉન્ટને મેમોરિયલાઈઝ્ડ એકાઉન્ટમાં (Memorialised accounts) બદલી નાખશે.

 

 

શું હોય છે Memorialised Accounts?

Memorialised accounts ફેમીલી અને ફ્રેન્ડ્સ માટે એવી જગ્યા હોય છે, જ્યાં મરનાર વ્યક્તિની યાદોને શેયર કરી શકાય.

 

આ એકાઉન્ટમાં કેટલીક વિશેષતાઓ હોય છે

– મરનાર વ્યક્તિના પ્રોફાઈલ પર તેના નામની આગળ Remembering લખેલું જોવા મળશે.
– એકાઉન્ટના પ્રાઈવસી સેટિંગ્સ અનુસાર ફ્રેન્ડ્સ મેમોરિયલાઈઝ્ડ ટાઈમલાઈન પર મેમરીઝ શેયર કરી શકે છે.
– પ્રોફાઈલ પર શેયર કરવામાં આવેલા ફોટોઝ અને પોસ્ટ વગેરે રહેશે. જેમની સાથે શેયર કરવામાં આવ્યા હોય તેમને જોવા મળશે.
– મેમોરિયલાઈઝ્ડ પ્રોફાઈલ્સ પબ્લિક સ્પેસીસ અને સજેશન્સ, એડ્સ અને બર્થ ડે રિમાઈન્ડરમાં નહીં જોવા મળે.
– કોઈ પણ વ્યક્તિ મેમોરિયલાઈઝ્ડ એકાઉન્ટમાં લોગીન નહીં કરી શકે.

 

મૃત્યુ બાક એકાઉન્ટને કઈ રીતે ડિલીટ કરી શકાય

ફેસબુક મૃત વ્યક્તિના એકાઉન્ટને ત્યારે જ ડિલીટ કરે છે, જ્યારે તેને તે વ્યક્તિના મોતની જાણકારી મળે છે. જાણકારી મળ્યા બાદ તે એકાઉન્ટમાંથી ફોટો, મેસેજ, પોસ્ટ, કોમેન્ટ્સ, રિએક્શન્સ અને તમામ જાણકારીઓને તરત ડિલીટ કરી દેવામાં આવશે. એકાઉન્ટને હંમેશા માટે ડિલીટ કરવા માટે ફોલોવ કરો આ સ્ટેપ્સ.

 

– ફેસબુકના ટોપ રાઈટ કોર્નર પર આપવામાં આવેલા account પર ક્લિક કરો.
– ત્યારબાદ Settings & privacy અને પ્રાઈવસીને સિલેક્ટ કરો અને Settings પર જાઓ.
– હવે Memorialisation settings પર ક્લિક કરો.
– નીચેની તરફ સ્ક્રોલ કરો અને પછી Request that your account be deleted after you pass away ક્લિક કરો અને પછી Delete after death પર ક્લિક કરો.

 

 

આ પણ વાંચો – Tokyo Olympics: ભારતીય મહિલા હોકી ટીમનો આર્જેન્ટીના સામે સેમીફાઇનલમાં મળી હાર, 2-1 થી મળી હાર

 

આ પણ વાંચો – New Feature : હવે વોટ્સએપ પર જોઇ શકાશે Instagram Reels, જાણો સમગ્ર વિગત

Click on your DTH Provider to Add TV9 Gujarati