AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણવુ છે કોણે કોણે તમને WhatsApp પર કર્યા છે બ્લોક? તો વાંચો આ અહેવાલ

કોણ તમને ક્યારે બ્લોક કરે છે તે જાણવુ તો અઘરુ છે. પરંતુ કેટલીક એવી રીત અને ટીપ્સ છે જેને ફોલોવ કરીને તમે જાણી શકો છો કે શું તમને કોઇએ બ્લોક કર્યા છે ?

જાણવુ છે કોણે કોણે તમને WhatsApp પર કર્યા છે બ્લોક? તો વાંચો આ અહેવાલ
Find out who blocked you on WhatsApp
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 11:38 PM
Share

આજે દુનિયાના મોટાભાગના દેશ WhatsAppનો ઉપયોગ કરે છે. કરોડો લોકો આ મેસેજિંગ એપનો ઉપયોગ કરે છે અને કંપની પોતાના યૂઝર્સ માટે નવા નવા ફિચર્સ પણ લઈને આવતી રહે છે. લોકોની પ્રાઈવસીને જાળવી રાખવા માટે WhatsAppએ Blockingનું ઓપ્શન આપ્યું છે. તમે જો કોઈ વ્યક્તિ સાથે વાત નથી કરવા માંગતા તો તમે તેને બ્લોક કરી શકો છો.

તમે કોઈને બ્લોક કરો તો ઠીક છે, પરંતુ જો કોઈ તમને બ્લોક કરે તો? કોણ તમને ક્યારે બ્લોક કરે છે તે જાણવુ તો અઘરુ છે. પરંતુ કેટલીક એવી રીત અને ટીપ્સ છે જેને ફોલોવ કરીને તમે જાણી શકો છો કે શું તમને કોઈએ બ્લોક કર્યા છે?

આ રીતે ચેક કરી શકો છો

તમે જેના વિશે પણ જાણવા માંગતા હોવ તેની ચેટ વિન્ડો ઓપન કરો અને તેમના નામ નીચે જુઓ તેનું લાસ્ટ સીન અથવા તો કરંટ સ્ટેટસ તમને દેખાય છે. જો દેખાતુ હોય તો તમે બ્લોક નથી. જો કે આ ટીપથી વાતની સંપૂર્ણપણે પુષ્ટી થતી નથી કારણ કે અમુક વાર લોકો પ્રાઈવસી સેટિંગ્સ પણ કરતા હોય છે, જેના કારણે તેમનું લાસ્ટ સીન જોવા નથી મળતુ.

પ્રોફાઈલ પિક્ચર

જો તમને શંકા હોય કે કોઈએ તમને બ્લોક કર્યા છે તો તેમના પ્રોફાઈલ પિક્ચરને ઓબ્ઝર્વ કરો. જો ફોટો દેખાવાની જગ્યાએ તમને આઈકોન દેખાશે.

મેસેજ સેન્ડ કરો

તમે જેના પણ વિશે ચેક કરવા માંગતા હોવ તો તેને એક મેસેજ મોકલીને જુઓ. જો તમારા મેસેજ પર લાંબા સમય સુધી ડબલ ટીક નથી આવતી તો સમજી લો તમે બ્લોક છો.

કોલ કરો

જો તમે કોલ કરો છો અને કોલ નથી લાગતો તો સમજી લો તેણે તમને બ્લોક કર્યા છે.

વોટ્સએપ ગ્રૃપ બનાવો

ઉપરોક્ત દરેક ટીપ તમને એ વાતની ખાતરી નથી આપી શકતી કે તમે બ્લોક જ છો. નેટવર્ક એરરના કારણે પણ ઉપરોક્ત બાબતો બની શકે છે, પરંતુ હવેના સ્ટેપ્સથી તમે ખાતરી કરી શક્શો કે તમે બ્લોક છો કે નહીં. તમને જે પણ કોન્ટેક્ટ વિશે લાગતુ હોય કે તેણે તમને બ્લોક કર્યા છે તો તેમની સાથે એક વોટ્સએપ ગૃપ બનાવો, જો તમને આ મેસેજ આવે કે, ‘You are not authorized to add this contact’ તો સમજી જાઓ કે તમે બ્લોક છો.

આ પણ વાંચો – ભારત આવવા-જવા માટે OCI કાર્ડ સાથે જૂનો પાસપોર્ટ ફરજિયાત નહીં, લોકસભામાં બોલ્યા કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય

આ પણ વાંચો – Viral : નોરા ફતેહીનું નામ સાંભળીને ભારતી સિંહનાં ઉડી ગયા હોશ, વિડીયોમાં રિએક્શન જોઈને આવશે તમને હસવું

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">