ભારત આવવા-જવા માટે OCI કાર્ડ સાથે જૂનો પાસપોર્ટ ફરજિયાત નહીં, લોકસભામાં બોલ્યા કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય
અગાઉ ભારતીય દૂતાવાસે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાંનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે હવે ઓસીઆઈ કાર્ડ સાથે જૂનો પાસપોર્ટ રાખવો જરૂરી નથી. જોકે, નવો પાસપોર્ટ ફરજિયાત રહેશે.
વિદેશી નાગરિકોનું કાર્ડ ધરાવતા લોકો (OCI કાર્ડ ધારકો)ને ભારત આવવા -જવા માટે તેમના જૂના પાસપોર્ટ સાથે રાખવાની જરૂર નથી. આ જાણકારી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં આપી છે. તેમણે કહ્યું છે કે ઓસીઆઈ (OCI) કાર્ડ ધારકોને ભારત આવવા-જવા વખતે તેમના જૂના પાસપોર્ટ સાથે રાખવાની જરૂર નથી. તેમને નવા પાસપોર્ટ સાથે જૂના પાસપોર્ટ નંબર ધરાવતા હાલના ઓસીઆઈ (OCI) કાર્ડના આધારે મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે.
અગાઉ ભારતીય દૂતાવાસે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાંનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે હવે ઓસીઆઈ કાર્ડ સાથે જૂનો પાસપોર્ટ રાખવો જરૂરી નથી. જોકે, નવો પાસપોર્ટ ફરજિયાત રહેશે.
સરકારે લીધો બીજો મોટો નિર્ણય
OCI કાર્ડએ ભારતમાં આવવા અને રહેવા માટે આજીવન વિઝા છે, તેની સાથે અન્ય ઘણા મુખ્ય લાભો છે, જે અન્ય વિદેશીઓને ઉપલબ્ધ નથી. આ પહેલા કેન્દ્ર સરકારે OCI કાર્ડને લગતો બીજો નિર્ણય લીધો હતો. આ મુજબ જો કોઈ વ્યક્તિએ 20 વર્ષની ઉંમર પ્રાપ્ત કર્યા પછી OCI કાર્ડધારક તરીકે નોંધણી કરાવી હોય તો OCI કાર્ડને ફરીથી જાહેર કરવાની જરૂર રહેશે નહીં.
નિવેદનમાં જણાવ્યા અનુસાર આ સુવિધા પૂરી પાડવાથી OCI કાર્ડ બિન-નિવાસી ભારતીયો (NRIs)માં વધુ લોકપ્રિય બનશે અને ભારતીય મૂળના અથવા NRI નાગરિકો કોઈપણ મુશ્કેલી વિના દેશમાં આવી શકશે અને જ્યાં સુધી તેઓ ઈચ્છશે ત્યાં સુધી રહી શકશે. અગાઉ OCI કાર્ડને દર વર્ષે 20 વર્ષની ઉંમર સુધી અને 50 વર્ષની ઉંમર વટાવ્યા પછી નવો પાસપોર્ટ આપવામાં આવે ત્યારે ફરીથી રજૂ કરવાની જરૂર હતી. પરંતુ પાછળથી OCI કાર્ડધારકોની સુવિધા માટે ભારત સરકારે આ જરૂરિયાતને દૂર કરવાનું નક્કી કર્યું.
નવા પાસપોર્ટ વિશે ડેટા અપડેટ કરવાના નિયમો
OCI કાર્ડધારક નવા પાસપોર્ટના ડેટાને અપડેટ કરવા માટે વખતે OCI પોર્ટલ પર નવો પાસપોર્ટ અને તાજેતરનો એક ફોટો અપલોડ કરવાનો રહેશે. 20 વર્ષની ઉંમર સુધી અને 50 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા બાદ નવો પાસપોર્ટ આપવામાં આવે છે. આ દસ્તાવેજો OCI કાર્ડધારક નવો પાસપોર્ટ મેળવ્યાના 3 મહિનાની અંદર અપલોડ કરી શકે છે.
આ પણ વાંચો : શું નાગરિકોને COVID-19 રસીના ત્રીજા અથવા બૂસ્ટર ડોઝની જરૂર પડશે? બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો જવાબ