વોડાફોન-આઇડિયાએ પોતાના 27 કરોડ યૂઝર્સને આપી ચેતવણી, Jio અને Airtel યૂઝર્સ પણ થઇ જાઓ સાવધાન

eKYC કરવા વાળા આ મેસેજમાં યૂઝર્સને કોઇ ખાસ નંબર પર કોલ કરીને વેરિફિકેશન કરાવવા માટે કહેવામાં આવે છે. તેવું ન કરવા પર તેમના સીમ કાર્ડને બ્લોક કરવાની ધમકી આપવામાં આવે છે.

વોડાફોન-આઇડિયાએ પોતાના 27 કરોડ યૂઝર્સને આપી ચેતવણી, Jio અને Airtel યૂઝર્સ પણ થઇ જાઓ સાવધાન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 7:14 PM

વોડાફોન-આઇડિયાએ (Vi) પોતાના 27 કરોડ યૂઝર્સને ઓનલાઇન છેતરપિંડી કરવા વાળા લોકોથી સાવધાન રહેવા કહ્યુ છે. આ છેતરપિંડી કરનાર નો યોર કસ્ટમર્સ (KYC) ની મદદથી યૂઝર્સને ટાર્ગેટ કરે છે. Vi ની આ વોર્નિંગ એરટેલના સાયબર ફ્રોડને લઇને જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીના બાદમાં આવી છે. એરટેલના તમામ સબ્સ્ક્રાઇબરને એક લેટરના માધ્યમથી સંદેશો આપતા સીઇઓ ગોપાલ વિટ્ટલએ જણાવ્યુ કે કેવી રીતે ઠગાઇ કરતા લોકો નવી ટેકનીકના ઉપયોગથી મોબાઇલ યૂઝર્સને પોતાનો શિકાર બનાવે છે. આવો જ મામલો હવે Vi ના યૂઝર્સ સાથે પણ જોવા મળી રહ્યો છે. ફ્રોડ લોકો વોડાફોન આઇડિયાના કર્મચારી બનીને લોકો પાસે તેમના પર્સનલ ડેટા માંગે છે અને પછી લોકોને ધમકી આપે છે.

Vi એ પોતાની પબ્લીક એડવાઇઝરીમાં યૂઝર્સને એલર્ટ કરતા જણાવ્યુ છે કે કઇ રીતે છેતરપિંડી કરનાર સબ્સક્રાઇબરને કઇ રીતે ટારગેટ કરે છે. વોડાફોન આઇડિયાએ પોતાની એડવાઇઝરીમાં કહ્યુ છે કે, અમને જાણકારી મળી છે કે કેટલાક વોડાફોન આઇડિયા ગ્રાહકોને અનનોન નંબર્સ પરથી SMS અને કોલ આવી રહ્યા છે. તેઓ ગ્રાહકને તેમના KYC અપડેટ કરવા માટે કહી રહ્યા છે. આ ફ્રોડ લોકો પોતાને કંપનીના રિપ્રઝેન્ટેટિવ જણાવીને યૂઝર્સને કેવાઇસી ન કરાવવા પર સીમ કાર્ડ બ્લોક કરવાની ધમકી આપતા. તેઓ વેરિફિકેશનના નામ પર યૂઝર્સની ખાનગી જાણકારી પણ મેળવી લે છે.

'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?

eKYC મેસેજમાં શું હોય છે.

eKYC કરવા વાળા આ મેસેજમાં યૂઝર્સને કોઇ ખાસ નંબર પર કોલ કરીને વેરિફિકેશન કરાવવા માટે કહેવામાં આવે છે. તેવું ન કરવા પર તેમના સીમ કાર્ડને બ્લોક કરવાની ધમકી આપવામાં આવે છે. આ મેસેજમાં લખેલું હોય છે કે, પ્રિય ગ્રાહક, તમારા વોડાફોન સિમ માટે eKYC પેન્ડિંગ છે. વોડાફોન હેલ્પલાઇન નંબર 786XXXXX પર ક્લિક કરો. તમારો મોબાઇલ નંબર 24 કલાકમાં બંધ થઇ જશે.

આ પણ વાંચો – ચાઇનીઝ એપ્લિકેશન થકી 28 હજાર લોકો સાથે કરાઈ છેતરપિંડી, બેંક એકાઉન્ટ ધારક સહિત 7 આરોપીની કરાઈ ધરપકડ

આ પણ વાંચો – પાકિસ્તાનથી ઉડીને આવેલું શંકાસ્પદ કબૂતર ઝડપાયું, તેના પગ અને પાંખ પર મોબાઈલ નંબર લખેલો જોવા મળ્યો

g clip-path="url(#clip0_868_265)">