ટ્વીટર પર સરકારના પગલાંની અસર જોવા મળી, Twitter પર બ્લોક કરવામાં આવ્યા 97 ટકા એકાઉન્ટ

ટ્વીટર પર સરકારના પગલાંની અસર જોવા મળી, Twitter પર બ્લોક કરવામાં આવ્યા 97 ટકા એકાઉન્ટ

ભારત તરફથી ટ્વીટર (Twitter) વિરુદ્ધ સખ્તી કરવાની અસર જોવા મળી રહી છે. સરકારના સખ્ત આદેશ બાદ સોશિયલ મીડિયા કંપની Twitterએ 97 ટકા એકાઉન્ટને બ્લોક કરી દીધી છે.

Charmi Katira

| Edited By: Bipin Prajapati

Feb 12, 2021 | 11:42 AM

ભારત તરફથી ટ્વીટર (Twitter) વિરુદ્ધ સખ્તી કરવાની અસર જોવા મળી રહી છે. સરકારના સખ્ત આદેશ બાદ સોશિયલ મીડિયા કંપની Twitterએ 97 ટકા એકાઉન્ટને બ્લોક કરી દીધી છે. આ એકાઉન્ટ છે જે આઇટી મંત્રાલયદ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ Twitter એકાઉન્ટ પરથી કિસાન આંદોલનને લઈને ભડકાઉ હેશટેગ સાથે ટ્વીટ કરી રહ્યા હતા. ટવીટરના આ પગલાંથી હવે સરકાર સાથે પણ તેની તકરાર ઓછી થવાની સંભાવના છે.

એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકારે કંપનીને કુલ 1435 ટ્વિટર એકાઉન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી, જેમાંથી અત્યાર સુધીમાં 1398 એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યા છે. હકીકતમાં, ટ્વિટર દ્વારા આ કાર્યવાહી મિટિંગ બાદ કરવામાં આવી હતી. જેમાં આઇટી સેક્રેટરી અજય પ્રકાશ સહિત અનેક અધિકારીઓએ ટ્વિટરના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે કંપનીએ ભારતના કાયદાઓનું પાલન કરવું જ જોઇએ. આ બેઠક પછી જ યુએસ કંપની ટ્વિટર દ્વારા સંબંધિત યુઝર્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, કંપની બાકીના ટ્વિટર એકાઉન્ટ્સ પર કામ કરી રહી છે, જેમાં યુઝર્સને નોટિસ મોકલવા અને આવા અન્ય પગલાંનો સમાવેશ થાય છે. ખાલિસ્તાન અને પાકિસ્તાન સંબંધિત સંભવિત લિંક્સને ધ્યાનમાં રાખીને સરકારે 1,178 ખાતાઓની વિગતો આપી હતી, જેને કંપનીએ બ્લોક કરી દીધા છે. આ સાથે જ વિવાદિત હેશટેગ માટે સરકારે 257 હેન્ડલ્સનું લિસ્ટ પણ આપ્યું હતું. જેમાંથી 220 બ્લોક કરવામાં આવ્યા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati