ગામના આ યુવકે પોતાની જાતે બનાવી ઈન્ટરનેટ સેવા, હવે સરકાર તેને આપી રહી છે 21 કરોડ રૂપિયા !

|

Aug 13, 2022 | 8:40 PM

હાલમાં આવા જ એક ગામની વાત સોશિયલ મીડિયા પર વાયરલ (Viral News) થઈ છે. આ અમેરિકાના (America) એક ગામની વાત છે.

ગામના આ યુવકે પોતાની જાતે બનાવી ઈન્ટરનેટ સેવા, હવે સરકાર તેને આપી રહી છે 21 કરોડ રૂપિયા !
internet service
Image Credit source: file photo

Follow us on

આ દુનિયામાં જેટલો પણ વિકાસ થયો તે માણસના મગજના કારણે થયો છે. આજે દુનિયામાં ટેકનોલોજી, ઉદ્યોગો, ખેતી, રમતગમત, ઈલેકટ્રોનિક સાધનો અને ઈન્ટરનેટ જેવી જેટલી સુવિધાઓ ઉપલ્બધ છે તે માણસના મગજના કારણે છે. એટલે જ કહેવામાં આવે છે કે દુનિયામાં ટેલેન્ટેડ લોકોની અછત નથી. આજ ટેલેન્ટેડ લોકો રોજ નવી વસ્તુઓ બનાવે છે, જેને કારણે દુનિયાના લોકોનું જીવન વધારે સરળ, ઝડપી અને સુવિધાઓથી યુક્ત બને છે. આજે આ તમામ સુવિધાઓ અનેક દેશોમાં ઉપલ્બધ છે. પણ કેટલાક એવા પણ ગામ છે જે આજે પણ આવી સુવિધાઓથી વંચિત છે. હાલમાં આવા જ એક ગામની વાત સોશિયલ મીડિયા પર વાયરલ (Viral News) થઈ છે. આ અમેરિકાના (America) એક ગામની વાત છે.

આ વાત અમેરિકાના મિશિગન વિસ્તારના એક ગામની છે. આ ગામના યુવકે ખરાબ ઈન્ટરનેટ સેવાથી હેરાન થઈને પોતાનું ઈન્ટરનેટ નેટવર્ક તૈયાર કર્યુ. તેણે તેના માટે ખુબ મહેનત કરી અને તેની મહેનત રંગ લાવી. તેણે પોતાની ઈન્ટરનેટ સેવા વિકસાવી છે તે વાત સરકાર સુધી પહોંચી હતી. હવે ત્યાની સરકારે તેને 21 કરોડ આપવાની જાહેરાત કરી છે.

અમેરિકાના આ યુવકનું નામ છે જારેડ. તે એક કંપનીમાં સીનિયર નેટવર્ક આર્કિટેક્ટ તરીકે પોતાની ફરજ નીભાવે છે. તેમને એ આશા હતી કે સમય સાથે તેમના ગામની ઈન્ટરનેટ સુવિધા સારી થશે, પણ તેવું ન થયુ. તેમણે ગામની ખરાબ ઈન્ટનેટ સેવાથી કંટાળીને ફાઈબર ઈન્ટરનેટ સર્વિસની મદદથી આ સમસ્યા દૂર કરી હતી. આ સમસ્યા દૂર કરવા તેમણે આ પહેલા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને સંપર્ક કર્યો હતો પણ તેના કેબલ નેટવર્કને ઘર સુધી પહોંચાડવાનો ખર્ચ 50 હજાર ડોલર હતો, જે ખુબ વધારે હતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ઈન્ટરનેટ સેવા માટે 1 કરોડથી વધારેનો કર્યો ખર્ચ

જારેડે દાવો કર્યો છે કે આ કામ માટે તેણે 145000 ડોલરનો ખર્ચ કર્યો છે. આ ખર્ચામાં 75 લાખ ડોલર ફકત ફાઈબર કેબલ ઘર સુધી પહોંચાડનાર ઠેકેદારે લીધા હતા. આ ફાઈબર કેબલને જમીનમાં 6થી 20 ફીટની ઊંડાઈ સુધી પણ નાંખવામાં આવતા હતા.

સરકાર આપશે 21 કરોડ

જારેડના આ પ્રયાસ માટે તેને 21 કરોડની સરકારી ફંડિંગ મળશે. આ મદદ દ્વારા, તેઓ દર મહિને $55 માં 100Mbps ઇન્ટરનેટ ઓફર કરશે જ્યારે દર મહિને $79 માં અમર્યાદિત ડેટા સાથે 1Gbps ઓફર કરશે. અમેરિકા એવા દેશોમાંથી એક છે જ્યાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવાની કિંમત ઘણી વધારે છે.

Next Article