Telegram New Features: ટેલીગ્રામ પર આવી રહ્યા છે આ શાનદાર ફિચર્સ, યુઝર્સને મળશે ચેટિંગનો વધુ સારો અનુભવ

આ તમામ વિશેષતાઓને લઈને લોકોના મનમાં ઘણો ઉત્સાહ છે. ટેલિગ્રામ પર પહેલાથી જ આવા ઘણા ફીચર્સ છે, જે તેને WhatsApp કરતા પણ ખાસ બનાવે છે.

Telegram New Features: ટેલીગ્રામ પર આવી રહ્યા છે આ શાનદાર ફિચર્સ, યુઝર્સને મળશે ચેટિંગનો વધુ સારો અનુભવ
આપણે મોટા ભાગે કોઈને બર્થ ડે અથવા અનિવર્સરી રાત્રે 12 પછી વિશ કરતા હોઈએ છીએ. ત્યારે ટેલીગ્રામ પર એક ફિચર છે જેની મદદથી તમે મેસેજ શેડ્યુલ કરી શકો છો. સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં ટેલિગ્રામ એપ ઓપન કરો.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 10:49 PM

લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન ટેલિગ્રામ (Telegram) વિશ્વભરના લાખો લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે. તેનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. આ જ કારણ છે કે આ એપના યુઝર્સ સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, ટેલિગ્રામ તેના વપરાશકર્તાઓ માટે સતત નવા ફીચર્સ (New Features) લાવે છે. આ નવા ફિચર્સ અથવા અપડેટ્સ અદ્ભુત છે. ટેલિગ્રામનું નવું અપડેટ એન્ડ્રોઇડ (Android) અને iOS બંને ઓપરેટિંગ સિસ્ટમ માટે રિલીઝ કરવામાં આવ્યું છે. આ અપડેટના ભાગ રૂપે, નવા વીડિયો સ્ટીકરો, ચેટ્સ વચ્ચે ઈમ્પ્રૂવ્ડ નેવિગેશન, એનહૈંસ્ડ મેસેજ રિએક્શન અને અનસીન રિએક્શનના રિવ્યું માટે એક બટન આપવામાં આવી રહ્યું છે.

આ તમામ વિશેષતાઓને લઈને લોકોના મનમાં ઘણો ઉત્સાહ છે. ટેલિગ્રામ પર પહેલાથી જ આવા ઘણા ફીચર્સ છે, જે તેને WhatsApp કરતા પણ ખાસ બનાવે છે. ત્યારે આ લેટેસ્ટ અપડેટ્સ સાથે, વીડિયો સ્ટીકરોનો સપોર્ટ પણ તેને WhatsAppથી આગળ લઈ જઈ રહ્યો છે.

હવે તમે રેગ્યુલર વીડિયો પર પણ સ્ટીકર સપોર્ટ આપી શકશો. આની મદદથી કોઈ પણ વ્યક્તિ વીડિયો એડિટિંગ પ્રોગ્રામ દ્વારા સરળતાથી એનિમેટેડ સ્ટિકર્સ બનાવી શકે છે. તેમજ તમે @Stickers બોટ પરથી તમારું પેક પબ્લિશ કરી શકો છો અથવા તમે અન્યના બનાવેલા સેટ પણ એડ કરી શકો છો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ઈમ્પ્રૂવ્ડ રિએક્શન

ટેલિગ્રામે છેલ્લા અપડેટમાં ઇમોજી રિએક્શન બહાર પાડ્યા હતા. આની મદદથી તમે ઈમોજી દ્વારા કોઈપણ મેસેજ પર રિએક્શન આપી શકો છો. ત્યારે આ સુવિધામાં વધુ સુધારો કરવામાં આવ્યો છે, જેમાં વધુ કોમ્પેક્ટ એનિમેશન અને અનસીન રિએક્શન માટે હાર્ટ બટન આપવામાં આવી રહ્યું છે.

આ સાથે, તમે રિએક્શનને પ્રેસ અને હોલ્ડ કરી મોટી ઈફેક્ટ પણ લાવી શકો છો. કંપનીએ પાંચ નવા રિએક્શન એડ કર્યા છે.

નેવિગેશન ફિચર

હાલમાં કરેલી ચેટ્સ પર નેવિગેટ કરવાનું સરળ બન્યું છે. આ ફિચર ખુબ જ અદ્ભુત છે. વાસ્તવમાં, કંપનીએ અનરીડ ચેનલો વચ્ચે નેવિગેટ કરવા માટે એક શોર્ટકટ આપ્યો છે. આ સિવાય કંપનીએ કોલ ક્વોલિટી, ઇન્સ્ટન્ટ પેજ વ્યૂ માટે ટ્રાન્સલેશન જેવી સુવિધાઓ પણ ઉમેરી છે.

આ પણ વાંચો: Technology News: હવે WhatsApp કોલ રેકોર્ડ કરવું થયું એકદમ સરળ, અહીં જાણો કેવી રીતે

આ પણ વાંચો: Budget 2022: ડિજિટલ Rupee થી કેવી રીતે મળશે અર્થતંત્રને બૂસ્ટ, ક્રિપ્ટો કરન્સીથી કેવી રીતે હશે અલગ, જાણો દરેક સવાલના જવાબ

g clip-path="url(#clip0_868_265)">