ભારતમાં એન્ટ્રી કરવા માટે ટેસ્લાના 4 મોડલ્સને મળી મંજૂરી, ભારતીય બજાર પ્રમાણે સાબિત થઇ ફીટ
પોસ્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, ટેસ્ટ સુનિશ્ચિત કરે છે કે ગાડી ઉત્સર્જન અને સેફ્ટી અને માર્ગ યોગ્યતાના મામલામાં ભારતીય બજારની આવશ્યકતાઓ સાથે મેચ થાય છે.
ભારતીય કાર બજારમાં લાંબા સમયથી ટેસ્લાની એન્ટ્રીની રાહ જોવાઇ રહી છે. ઓટોમેકરે હવે તેને સંભવ બનાવા તરફ એક વધુ પગલુ ભર્યુ છે કારણ કે તેને દેશમાં પોતાના ચાર મોડલ બનાવવા અને આયાત કરવાની મંજૂરી મળી ગઇ છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની વેબસાઇટ પર એક પોસ્ટને દર્શાવીને બ્લૂમબર્ગે જણાવ્યુ કે ટેસ્લાના ચાર મોડલ્સને ભારતમાં રસ્તા પર ચાલવા લાયક પ્રમાણિત કરવામાં આવ્યા છે.
વેબસાઇટ પર પોસ્ટ અનુસાર, ટેસ્લાના ચાર મોડલ ભારતીય બજારની સુરક્ષા અને ઉત્સર્જનની જરૂરતોને મેચ કરે છે. પોસ્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, ટેસ્ટ સુનિશ્ચિત કરે છે કે ગાડી ઉત્સર્જન અને સેફ્ટી અને માર્ગ યોગ્યતાના મામલામાં ભારતીય બજારની આવશ્યકતાઓ સાથે મેચ થાય છે. આમાં મોડલ 3 અને મોડલ Y વેરિએન્ટ સામેલ છે.
કંપની જલ્દી જ ખોલી શકે છે ફેક્ટરી
ટેસ્લાના સીઇઓ એલન મસ્કે પહેલા સંકેત આપ્યા હતા કે ભારતની એક ફેક્ટરીમાં જો તે ગાડીઓને ઇમ્પોર્ટ કરી છે તો તેનાથી બજાર વિશે ખબર પડશે. ઇવી મેકર પહેલાથી જ અહીં ઇમ્પોર્ટ ઇવી પર ટેક્સ કટ કરવા પર ભાર આપી રહી છે, કારણ કે ભારતમાં તે સૌથી વધારે છે. આ મહિનાની શરૂઆતમાં એક એજન્સી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે ભારત સરકારે ઇવી નિર્માતાઓને સ્થાનીય ખરીદમાં તેજી લાવવા માટે ટેક્સ ઓછો કરવાની માગ પર વિચાર કરતા પહેલા ડિટેલ્ડ મેન્યુફૈક્ચરિંગ પ્લાન્સને શેર કરવા જણાવ્યુ છે.
ઇવી મેકર્સની ટેક્સ કટની ડિમાન્ડને દેશમાં બીજા OEMs તરફથી મિક્ષ પ્રતિસાદ મળ્યો છે. ફૉક્સવેગન અને હ્યુંડઇએ આ ડિમાન્ડનું સમર્થન કર્યુ છે તો મહિન્દ્રાએ ઇમ્પોર્ટ ટેરિફનું રિવ્યૂ કરવાની માગ કરી છે. ટાટા મોટર્સએ અહીં સેન્ટર્સ પાસે બધા ઇલેક્ટ્રીકલ વ્હીકલ મેન્યુફેક્ચરર્સ સાથે એક જ પ્રકારનું વર્તન કરવા માટે કહ્યુ છે. પરંતુ લેટેસ્ટ નિર્ણયને જોતા ખબર પડે છે કે ટેસ્લા હવે લોન્ચ થવાથી ખૂબ નજીક છે.