ટિમ કુકને મળ્યા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, મેડ-ઈન-ઈન્ડિયા આઈફોનથી બનેલો Video બતાવ્યો
આ વીડિયોમાં ટિમ કૂક અને અશ્વિની વૈષ્ણવ કાશ્મીર બ્રિજ વિશે વાતચીત કરી રહ્યાં છે. જેમાં કેન્દ્રીય મંત્રી જણાવી રહ્યા છે કે ડિસેમ્બરમાં આ બ્રિજ પર વંદે ભારત ટ્રેન શરૂ થશે અને આ બ્રિજ એફિલ ટાવરથી લગભગ 30 મીટર ઊંચો છે.
એપલના સીઈઓ ટિમ કૂક હાલમાં ભારતમાં છે. તાજેતરમાં તેઓ દેશના રેલવે અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવને મળ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ આ મીટિંગનો વીડિયો શેર કર્યો છે, જે ભારતમાં બનેલા આઈફોનમાંથી લેવામાં આવ્યો છે. આઇફોનના કેમેરાની શ્રેષ્ઠ ગુણવત્તા આ વીડિયોમાં જોઈ શકાય છે.
અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે અને આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, મેડ-ઈન-ઈન્ડિયા આઈફોનથી બનેલો વીડિયો. આ વીડિયોમાં ટિમ કૂક અને અશ્વિની વૈષ્ણવ કાશ્મીર બ્રિજ વિશે વાતચીત કરી રહ્યાં છે. જેમાં કેન્દ્રીય મંત્રી જણાવી રહ્યા છે કે ડિસેમ્બરમાં આ બ્રિજ પર વંદે ભારત ટ્રેન શરૂ થશે અને આ બ્રિજ એફિલ ટાવરથી લગભગ 30 મીટર ઊંચો છે.
Shot on Made in India iPhone. pic.twitter.com/VWxKYnjZ2a
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 20, 2023
કેન્દ્રીય મંત્રી અને ટિમ કૂક વચ્ચે ઈલેક્ટ્રોનિક ઉપકરણોની નિકાસ, દેશમાં એપલ ડિવાઈસનું ઉત્પાદન અને અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. આ સાથે દેશમાં નોકરીઓ પૂરી પાડવામાં Apple શું ભૂમિકા ભજવશે તેના પર પણ લાંબી વાતચીત થઈ હતી.
એપલ સ્ટોર દિલ્હી અને મુંબઈમાં ખુલ્યા છે
એપલના સીઈઓ મુંબઈ અને દિલ્હીમાં એપલ સ્ટોરના ઉદ્ઘાટનમાં હાજરી આપવા ખાસ આવ્યા છે. દેશમાં પહેલીવાર એપલના સ્ટોર્સ સત્તાવાર રીતે ખોલવામાં આવ્યા છે. આ સાથે, ભારતીય ગ્રાહકોને Apple ઉપકરણો ખરીદવા માટે વધુ સારું માર્ગદર્શન મળશે. આ સાથે તમને Apple તરફથી કેટલીક ઑફર્સ પણ મળશે.
એપલ ભારતમાં મેન્યુફેક્ચરિંગ વધારી રહી છે
આપને જણાવી દઈએ કે એપલ હવે ભારતમાં પણ પોતાના ઉપકરણો બનાવી રહી છે. આ સાથે ભારતીયોને રોજગાર પણ મળ્યો છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં, દેશમાં એપલનું ઉત્પાદન અને વેચાણ બંનેમાં વધારો થયો છે. તેની કંપની ભારતમાં તેનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પણ વધારવા માગે છે.
ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…