Technology News: જાણો કેવી રીતે તમારો સ્માર્ટફોન ફિંગરપ્રિન્ટને કરે છે સ્કેન ?

|

Feb 10, 2022 | 12:36 PM

શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે સ્માર્ટફોન તમારી ફિંગરપ્રિન્ટ કેવી રીતે રીડ કરે છે? જો નહીં, તો આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ

Technology News: જાણો કેવી રીતે તમારો સ્માર્ટફોન ફિંગરપ્રિન્ટને કરે છે સ્કેન ?
Fingerprint (PC:Istock)

Follow us on

આજના ડીજીટલ યુગમાં આપણે બધા પાસે સ્માર્ટફોન (Smartphone) છે. તેનાથી આપણા ઘણા કામ સરળ બની ગયા છે. મોબાઈલ કંપનીઓ વધુ ને વધુ ગ્રાહકોને આકર્ષવા માટે સમયાંતરે તેમના સ્માર્ટફોનમાં નવા ફીચર્સ લાવતી રહે છે. આ ફીચર્સ યુઝર્સને માત્ર એક સારો અનુભવ જ નહીં આપે પરંતુ કંપનીના નફામાં પણ નોંધપાત્ર વધારો થાય છે. તાજેતરમાં, થોડા સમય પહેલા, યુઝર્સની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને, મોબાઇલ ઉત્પાદકોએ ફિંગરપ્રિન્ટ લોક (Fingerprint Lock)ની સુવિધા રજૂ કરી હતી. આજે આ ફીચર લગભગ તમામ ફોનમાં આવી રહ્યું છે. આજે, ફોનને સુરક્ષિત રાખવા માટે ફિંગરપ્રિન્ટ લૉક સુવિધાનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. બીજી તરફ, શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે સ્માર્ટફોન તમારી ફિંગરપ્રિન્ટ કેવી રીતે રીડ કરે છે? જો નહીં, તો આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ.

તમારા ફિંગરપ્રિન્ટ રીડ કરવા માટે સ્માર્ટફોન ઓપ્ટિકલ, કેપેસિટીવ અને અલ્ટ્રાસોનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ રીડર તમારી ફિંગરપ્રિન્ટની તસવીર લેવા માટે ખાસ પ્રકારના કેમેરાનો ઉપયોગ કરે છે.

ત્યાર બાદ તે વેરિફિકેશન માટે તમારી ફિંગરપ્રિન્ટની તસવીર મોકલે છે. આગળ, કમ્પ્યુટર તમારા ફિંગરપ્રિન્ટના ફોટાને કોડમાં રૂપાંતરિત કરે છે. જો કે, આ સેન્સર ફિંગરપ્રિન્ટના સારા ફોટા દ્વારા સરળતાથી છેતરપિંડી થઈ શકે છે. આ કારણોસર તે કેપેસિટીવ સ્કેનર સાથે જોડાયેલ હોય છે. આ ટેક્નોલોજી એ શોધવાનું કામ કરે છે કે સ્ક્રીન પર ખરેખર કોઈ ફિંગરપ્રિન્ટ છે કે નહીં?

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

કેપેસિટીવ ફિંગરપ્રિન્ટ સ્કેનર્સ વીજળી સ્ટોર કરવા માટે નાના કેપેસિટર ગ્રીડનો ઉપયોગ કરે છે. જ્યારે તમારી ફિંગરપ્રિન્ટની રેખાઓ કેપેસિટર ગ્રીડને સ્પર્શે છે, ત્યારે ત્યાંથી ઈલેક્ટ્રીસિટી ડિસ્ચાર્જ થઈ જાય છે. આ રીતે તમારી ફિંગરપ્રિન્ટને મેપ કરવા માટે હજારો કેપેસિટર્સનો ઉપયોગ થાય છે.

ત્યારે અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનરનો ઉપયોગ અદ્યતન ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ માટે થાય છે. તે મોટે ભાગે તબીબી ક્ષેત્ર સંબંધિત કામ માટે વપરાય છે. આમાં, એક ખાસ પ્રકારની અલ્ટ્રાસોનિક પલ્સ તમારા ફિંગરપ્રિન્ટ પર ટ્રાંસમિટ કરવામાં આવે છે. તે પછી તમારી ફિંગરપ્રિન્ટમાંથી રિફલેક્ટ થતી પલ્સ માપવામાં આવે છે.

આ પણ વાંચો: હવે કોરિયન મહિલાને ચડ્યો Srivalli ફિવર, વીડિયો જોઈ લોકોએ કહ્યું દીદીએ શું ડાન્સ કર્યો !

આ પણ વાંચો: Goa Assembly Election 2022: કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું ગોવા તેમના માટે માત્ર પર્યટન સ્થળ

Next Article