ચાઈનીઝ ફોનના કેમેરાથી કપડાની આરપાર જોઈ શકાતું હતું, વિવાદ પછી ફિચરને હટાવવામાં આવ્યું!
ચીની સ્માર્ટફોન કંપની વનપ્લસના લેટેસ્ટ ફ્લેગશીપ ફોનમાં એક ખાસ ફિચર આપવામાં આવ્યું હતું અને તેને લઈને ભારે ચર્ચા થઈ રહી છે. આ કેમેરાના સેંસરની મદદથી પ્લાસ્ટિક અને કપડાની પણ આરપાર પણ જોઈ શકાતું હતું. જો કે કંપની તરફથી આ અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી પણ આ ફિચરને હટાવી લેવામાં આવ્યું છે. આ સિવાય કંપનીના […]
ચીની સ્માર્ટફોન કંપની વનપ્લસના લેટેસ્ટ ફ્લેગશીપ ફોનમાં એક ખાસ ફિચર આપવામાં આવ્યું હતું અને તેને લઈને ભારે ચર્ચા થઈ રહી છે. આ કેમેરાના સેંસરની મદદથી પ્લાસ્ટિક અને કપડાની પણ આરપાર પણ જોઈ શકાતું હતું. જો કે કંપની તરફથી આ અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી પણ આ ફિચરને હટાવી લેવામાં આવ્યું છે. આ સિવાય કંપનીના ફોન વનપ્લસ 8 પ્રોમાં ઈન્ફ્રારેડ ફોટોક્રોમ લેન્સ આપવામાં આવ્યો હતો અને તેમાં કપડા કે ચોક્કસ પ્રકારના પ્લાસ્ટિકની આરપાર જોઈ શકાતું હતું. આ સેંસરને પણ નવા અપડેટ બાદ ડિસેબલ કરી દેવાયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
I finally have an x-ray camera! Used the OnePlus 8 Pro photochrom filter to see inside my Amazon Fire TV cube. ht: @richdemuro who discovered this. pic.twitter.com/gFgEmg5d80
— Lance Ulanoff (@LanceUlanoff) May 13, 2020
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત ઉછાળો, 24 કલાકમાં નોંધાયા 7,862 નવા પોઝિટિવ કેસ
કંપનીએ આ પહેલાં સેંસરને જ ડિસેબલ કરી દીધું હતું. જો કે હવે રિપોર્ટસ મુજબ એવી જાણકારી મળી રહી છે કે આ સેંસરને પરમાનેન્ટ ડિસેબલ કરી દેવાયું છે. આ સેંસરના લીધે વનપ્લસની સામે ફરિયાદો ઉઠી હતી અને કહેવામાં આવ્યું હતું કે આ કેમેરા સેંસરથી પ્રાઈવસીનું જોખમ ઉભું થાય છે. આ પછી વનપ્લસ કંપનીએ એક અપડેટમાં આ સેંસરને જ ડિસેબલ કરી દીધું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
વનપ્લસે એક ખાનગી કંપનીના પ્રતિનિધિ સાથે આ અંગે વાત કરતાં જણાવ્યું કે વપરાશકર્તાઓ ફોટોક્રોમ લેન્સનો ઉપયોગ કરી શકશે પણ જે રીતે સોફ્ટવેરમાં ફેરફાર કરવામાં આવ્યો છે તે મુજબ કોઈપણ વસ્તુ કે કપડાની આરપાર કેમેરાની મદદથી જોઈ શકશે નહીં. વનપ્લસ દ્વારા બુધવારના રોજ એક અપડેટ આપવામાં આવ્યું અને વપરાશકર્તાઓને કહેવામાં આવ્યું કે આ કંપનીની તરફથી ફરજિયાત આપવામાં આવેલું અપડેટ છે જે તમારે ડાઉનલોડ કરવાનું જ રહેશે. આમ આ અપડેટ બાદ કેમેરા ફોટોક્રોમ સેંસર ડિસેબલ થઈ ગયું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]