AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: Google Pay પર કરી શકો છો કોઈને પણ બ્લોક, અપનાવો આ સરળ રીત

એવા અમુક કિસ્સામાં જ્યારે તમને આ એપ્સ પર લોકો તરફથી પૈસાની વિનંતીઓ અથવા તો મેસેજ મળવાનું શરૂ થાય છે. જો તમે Google Pay યુઝર છો તો તેના વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે આવા કોન્ટેક્ટ્સને બ્લોક અથવા રિપોર્ટ કરી શકો છો.

Tech Tips: Google Pay પર કરી શકો છો કોઈને પણ બ્લોક, અપનાવો આ સરળ રીત
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 9:02 AM
Share

ટેક્નોલોજી (Technology)ના આ યુગમાં નાણાકીય વ્યવહાર કરવા માટે ઘણી એપ્સ આવી છે. આ એપ્સ ખાસ કરીને નોટબંધી પછી રોકડની જરૂરિયાતમાંથી બહાર આવવા માટે લોકપ્રિય બની હતી. તમે પણ ગૂગલ પે (Google Pay), PhonePe, Paytm અથવા અન્ય કોઈ. એપનો ઉપયોગ કરો છો, ત્યારે માર્કેટમાં ઘણી ઓનલાઈન પેમેન્ટ એપ્સ (Online Payment Apps)છે જેનો તમે ઉપયોગ કરી શકો છો. તમે Google Pay, PhonePe વગેરેનો ઉપયોગ માત્ર પૈસા મોકલવા કે પ્રાપ્ત કરવા માટે જ નહીં પણ મેસેજ મોકલવા માટે પણ કરી શકો છો.

એવા અમુક કિસ્સામાં જ્યારે તમને આ એપ્સ પર લોકો તરફથી પૈસાની વિનંતીઓ અથવા તો મેસેજ મળવાનું શરૂ થાય છે. જો તમે Google Pay યુઝર છો તો તેના વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે આવા કોન્ટેક્ટ્સને જ બ્લોક અથવા રિપોર્ટ કરી શકો છો.

Google Pay ના સપોર્ટ પેજમાં કહેવામાં આવ્યું છે કે ‘જો કોઈ અજાણી વ્યક્તિ તમારી પાસેથી પૈસાની વિનંતી કરે છે અથવા તમે નથી ઈચ્છતા કે કોઈ Google Pay પર તમારો સંપર્ક કરે, તો તમે વિનંતી મોકલ્યા પછી તેમને બ્લોક કરી શકો છો.’ નોંધનીય એક વાત એ છે કે જો તમે કોઈને Google Pay પર બ્લોક કરશો, તો તેને Google Photos અને Hangouts જેવા અન્ય Google ઉત્પાદનો પર પણ બ્લોક કરવામાં આવશે. અહીં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ વિશે જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે Google Pay પર કોઈને બ્લૉક અથવા રિપોર્ટ કરી શકો છો.

Android સ્માર્ટફોન પર Google Pay માં આ રીતે બ્લૉક કરો

તમારા ડિવાઈસ પર Google Pay ખોલો. પછી તમે જે સંપર્કને બ્લોક કરવા માંગો છો તેને પસંદ કરો. જમણા અને ઉપરના ખૂણે ઉપલબ્ધ ત્રણ બિંદુઓનાં ચિહ્ન પર ટેપ કરો. તે પછી ‘Block this person’ વિકલ્પ પર ક્લિક કરો. જો કે, જો તમને ક્યારેય તે વ્યક્તિને અનબ્લોક કરવાનું મન થાય, તો તમે ફક્ત ‘અનબ્લોક’ પર ટેપ કરીને આમ કરી શકો છો.

iPhone પર ગૂગલ પે યુઝરને કેવી રીતે બ્લોક કરવા

સૌથી પહેલા તમારે Google Pay ખોલવાનું રહેશે. સ્ક્રીનની નીચેથી તમારા સંપર્કો બતાવવા માટે તમારી આંગળી ઉપર સ્લાઇડ કરો. તમે જે વ્યક્તિને બ્લોક કરવા માંગો છો તેને ટેપ કરો. મોર ટેપ કરો અને પછી બ્લોક કરો. જો તમે તે વ્યક્તિને અનબ્લોક કરવા માંગો છો તો તમારે અનબ્લોક પર ક્લિક કરવાનું રહેશે.

Google Pay પર કોઈને કેવી રીતે કરવો રિપોર્ટ

તમારા ડિવાઈસ પર Google Pay એપ્લિકેશન ખોલો. તમે જેની જાણ કરવા માંગો છો તે સંપર્ક પસંદ કરો. પે પર ટેપ કરો. ઉપર જમણી બાજુએ રિપોર્ટ યુઝર પસંદ કરો. તમે શા માટે વપરાશકર્તાઓની જાણ કરવા માંગો છો તે કારણો પસંદ કરો. રિપોર્ટ પર ટેપ કરો અને વપરાશકર્તાઓને બ્લોક કરો.

આ પણ વાંચો: Viral: ઘુવડ પર સાપે કર્યો હુમલો, આવી ખતરનાક લડાઈ તમે ભાગ્યે જ જોઈ હશે, જુઓ વીડિયો

આ પણ વાંચો: WhatsApp Updates: WhatsApp હવે થશે વધુ સુરક્ષિત, કંપનીએ લોન્ચ કર્યું બ્રાઉઝર એક્સટેંશન, આ રીતે કરશે કામ

PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
g clip-path="url(#clip0_868_265)">