Smartphone પર સ્ક્રીન ગાર્ડ લગાવતા પૂર્વે રાખો આ કાળજી, નહીંતર થશે મોટું નુકશાન

|

Jul 03, 2021 | 7:14 PM

જ્યારે આપણે ફોનની સ્ક્રીનને સુરક્ષિત રાખવા સ્ક્રીન ગાર્ડ લગાવીએ છે ત્યારે આ સેન્સર અવરોધીત થાય છે. જે મોબાઇલ સ્ક્રીનના વર્કિંગને અસર પહોંચાડે છે. તેમજ સ્માર્ટ ફોન પર સિગ્નલ આવવાના પણ બંધ થઈ શકે છે.

Smartphone પર સ્ક્રીન ગાર્ડ લગાવતા પૂર્વે રાખો આ કાળજી, નહીંતર થશે મોટું નુકશાન
Smartphone પર સ્ક્રીન ગાર્ડ લગાવતા પૂર્વે રાખો આ કાળજી

Follow us on

સામાન્ય રીતે આજકાલ લોકો Smartphone ની  સ્ક્રીનને પ્રોટેક્ટ કરવા માટે સ્ક્રીન ગાર્ડ(Screen Guard ) નો ઉપયોગ કરે છે. તેમજ જ્યારે આપણે સ્ક્રીન ગાર્ડ લગડાવીએ છીએ ત્યારે આપણે વિચારીએ છીએ કે મોબાઇલની સ્ક્રીન સલામત રહેશે. પરંતુ એક અહેવાલ અનુસાર ઘણી વાર સ્ક્રીન ગાર્ડ(Screen Guard ) જ તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે. તેમજ જો તેમ થર્ડ પાર્ટી સ્ક્રીન પ્રોટેક્ટરનો ઉપયોગ કરો છો તે તમારા મોબાઈલ માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

હાલમાં જ સામે આવેલા એક અહેવાલ અનુસાર Smartphone માં ડિસ્પ્લે હેઠળ બે સેન્સર એમ્બિયન્ટ લાઇટ સેન્સર અને પ્રોક્સિમિટી સેન્સર હોય છે. આ સેન્સર ફોનની જમણી બાજુ હોય છે. તેમજ જ્યારે આપણે ફોનની સ્ક્રીનને સુરક્ષિત રાખવા સ્ક્રીન ગાર્ડ લગાવીએ છે ત્યારે આ સેન્સર અવરોધીત થાય છે. જે મોબાઇલ સ્ક્રીનના વર્કિંગને અસર પહોંચાડે છે. તેમજ સ્માર્ટ ફોન પર સિગ્નલ આવવાના પણ બંધ થઈ શકે છે.

સ્ક્રીન ગાર્ડના ગેરફાયદાને ટાળવા માટે શું કરવું?

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તેથી જો તમારે સ્ક્રીન ગાર્ડ લગાવવાની જરૂર પડે ત્યારે તમારે બ્રાન્ડેડ સ્ક્રીન પ્રોટેક્ટરનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ સ્માર્ટફોન કંપની પાસેથી તે જ બ્રાન્ડના સ્ક્રીન પ્રોટેક્ટર ખરીદવાનું વધુ સારું રહેશે. કારણ કે સ્માર્ટફોન કંપનીઓ જાણે છે કે સેન્સર ક્યાં મૂકવામાં આવ્યું છે. આ કારણ છે કે સ્માર્ટફોન નિર્માતા કંપનીઓ તે મુજબ સ્ક્રીન પ્રોટેક્ટર બનાવે છે.

એમ્બિયન્ટ લાઇટ અને પ્રોક્સિમિટી મોબાઇલ સેન્સર્સનો ઉપયોગ

ફોનમાં ઘણા પ્રકારના સેન્સર હાજર છે. આમાંથી એક એમ્બિયન્ટ લાઇટ સેન્સર છે. એમ્બિયન્ટ લાઇટ આપમેળે સૂર્યપ્રકાશ અનુસાર ફોનની લાઇટ સેટ કરે છે. જ્યારે પ્રોક્સિમિટી મોબાઇલ સેન્સર ફોનને તમારા કાન પર જાય ત્યારે તેની લાઇટ બંધ કરે છે અને જ્યારે તમે તેને દૂર કરો છો ત્યારે લાઇટ ફરીથી ચાલુ થાય છે. આ બંને સેન્સર એટલા માટે જરૂરી છે.

આ પણ વાંચો : શું છે નવો Cinematograph Act? કેમ ફિલ્મજગતના લોકો કરી રહ્યા છે આનો વિરોધ? જાણો

આ પણ વાંચો : Twitter એ દિલ્હી હાઇકોર્ટમાં આપી માહિતી, કહ્યું ફરિયાદ અધિકારી નિયુક્ત કરવાના અંતિમ તબક્કામાં 

Published On - 6:19 pm, Sat, 3 July 21

Next Article