Twitter એ દિલ્હી હાઇકોર્ટમાં આપી માહિતી, કહ્યું ફરિયાદ અધિકારી નિયુક્ત કરવાના અંતિમ તબક્કામાં

Twitter એ દિલ્હી હાઇકોર્ટમાં આપી માહિતી, કહ્યું ફરિયાદ અધિકારી નિયુક્ત કરવાના અંતિમ તબક્કામાં
Twitter એ દિલ્હી હાઇકોર્ટમાં આપી માહિતી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્વિટર કંપનીના વૈશ્વિક કાનૂની નીતિ નિયામક અને યુએસ નાગરિક જેરેમી કેસલને ભારતમાં ફરિયાદ અધિકારી તરીકે નિયુક્ત કરશે. જો કે નવા નિયમો અનુસાર આ પદ પર ફક્ત ભારતીય નાગરિકોની નિમણૂક થવી જોઈએ.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Jul 03, 2021 | 5:06 PM

દેશમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ટૂંક સમયમાં ફરિયાદ અધિકારીની નિમણૂક કરશે. આ માહિતી આપતા કંપનીએ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું છે કે તે ફરિયાદ અધિકારીની નિમણૂકના અંતિમ તબક્કામાં છે.નવા આઇટી કાયદાનું પાલન કરવાની માંગને લઇને અરજદાર અમિત આચાર્યની અરજીમાં ટ્વિટરે દ્વારા નવા આઇટી(IT)  કાયદાનું પાલન કરવાની માંગ કરવામાં આવી છે.  સોગંદનામામાં ટ્વિટરએ કહ્યું છે કે ટ્વિટર વિરુદ્ધ દાખલ કરેલી અરજીની સુનાવણી થઈ શકે નહીં. કેમ કે તે યુએસએમાં નોંધાયેલ કંપની છે.આ અગાઉ ભારતમાં નિયુક્ત વચગાળાના ફરિયાદ અધિકારીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

નવા ફરિયાદ અધિકારીની નિમણૂકના અંતિમ તબક્કામાં

દેશના નવા આઇટી(IT)  નિયમો હેઠળ ભારતીય યુઝર્સની ફરિયાદો પર કાર્યવાહી કરવા માટે મોટી સોશિયલ મીડિયા કંપનીઓમાં ફરિયાદ અધિકારીની નિમણૂક કરવી જરૂરી છે.ત્યારે ટ્વિટર દ્વારા ધર્મેન્દ્ર ચતુરને વચગાળાના ફરિયાદ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે તેમણે 21 જૂને તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેની બાદ ટ્વિટરનું કહેવું છે કે તે નવા ફરિયાદ અધિકારીની નિમણૂકના અંતિમ તબક્કામાં છે.

જેરેમી કેસલ નવા અધિકારી હોઈ શકે છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્વિટર કંપનીના વૈશ્વિક કાનૂની નીતિ નિયામક અને યુએસ નાગરિક જેરેમી કેસલને ભારતમાં ફરિયાદ અધિકારી તરીકે નિયુક્ત કરશે. જો કે નવા નિયમો અનુસાર આ પદ પર ફક્ત ભારતીય નાગરિકોની નિમણૂક થવી જોઈએ. આ અગાઉ ચતુરે એવા સમયે રાજીનામું આપ્યું હતું જ્યારે સોશિયલ મીડિયાના નવા નિયમોને લઈને ટ્વિટર પર સરકાર દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. સરકારે આ નવા નિયમોનું ઇરાદાપૂર્વક પાલન ન કરવા અંગે ટ્વિટરની ટીકા કરી છે.

નવા નિયમો 25મેથી અમલમાં આવ્યા

ભારતના આઇટીના નવા નિયમો 25 મેથી અમલમાં છે. તેમજ વધારાના સમયની સમાપ્તિ પછી પણ ટ્વિટર દ્વારા જરૂરી અધિકારીઓની નિમણૂક કરવામાં ન આવતાં તેણે ભારતમાં મધ્યસ્થ ડિજિટલ પ્લેટફોર્મને અપાતો કાનૂની સંરક્ષણનો અધિકાર ગુમાવ્યો છે.નવા નિયમો હેઠળ ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા મોટા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વધારાના પગલા લેવાની જરૂર રહેશે. આમાં ભારતમાં મુખ્ય અનુપાલન અધિકારી, નોડલ અધિકારી અને ફરિયાદ અધિકારીની નિમણૂક વગેરેનો સમાવેશ થાય છે.

ટ્વિટરે કાનૂની સંરક્ષણ ગુમાવી દીધું

ટ્વિટરે 5 જૂને સરકારે જાહેર કરેલી અંતિમ નોટિસના જવાબમાં કહ્યું હતું કે તે નવા નિયમોનું પાલન કરવા માંગે છે અને ટૂંક સમયમાં ચીફ કમ્પ્લાયન્સ ઓફિસરની નિમણૂકની વિગતો શેર કરશે. આ દરમ્યાન તેમણે ભારત માટે વચગાળાના ફરિયાદ અધિકારી તરીકે ચતુરની નિમણૂક કરી હતી.સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર નવા નિયમોનું પાલન ન કરવાને કારણે ટ્વિટરે કાનૂની સંરક્ષણ ગુમાવી દીધું છે. હવે પ્લેટફોર્મની કોઈપણ સામગ્રી માટે જવાબદાર હોવાથી તેની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચો : Shrinathji Temple Nathdwara : 7 જુલાઈથી ખુલશે શ્રીનાથજીનુ મંદિર, કોણ કરી શકશે દર્શન ? 

આ પણ વાંચો : કોરોનાના કેસ ઘટતા, ગુજરાતમાં શાળા અને કોલેજ શરૂ કરવા સરકારની વિચારણા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati