શું છે નવો Cinematograph Act? કેમ ફિલ્મજગતના લોકો કરી રહ્યા છે આનો વિરોધ? જાણો

શું છે નવો Cinematograph Act? કેમ ફિલ્મજગતના લોકો કરી રહ્યા છે આનો વિરોધ? જાણો
પ્રતિકાત્મક તસ્વીર

નવા સિનેમેટોગ્રાફ એક્ટ 2021પર સૂચના અને પ્રસારણ મંત્રીએ 2 જુલાઈ સુધી સલાહ માંગી હતી. પરંતુ આ પહેલા જ આ એક્ટને લઈને વિરોધ શરુ થઇ ગયો છે.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Jul 03, 2021 | 4:06 PM

છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મ જગતમાં વાદવિવાદ ચાલી રહ્યો છે. આ વખતે આગ નવા સિનેમેટોગ્રાફ એક્ટ 2021 (Cinematograph (Amendment) Bill, 2021)ના નામે લાગી છે. વાત જાણે એમ છે સૂચના એન પ્રસારણ મંત્રીએ 2 જુલાઈ સુધી સામાન્ય લોકો પાસેથી આ એક્ટ પર સલાહ માંગી હતી. પરંતુ હવે ફિલ્મ જગત આ એક્ટને લઈને એકઠું થઇ ગયું છે. મોટાભાગના ફિલ્મ મેકર્સનું કહેવું છે કે આ અભિવ્યક્તિની આજાદીનું ગળું દબાવવા જેવું છે. એટલું જ નહિ અહેવાલો અનુસાર ફિલ્મ નિર્માતાઓનું કહેવું છે કે આ એક્ટથી અસહમત હોય એવા લોકોને કિનારે કરવાની આમાં વાત છે.

તમને જણાવી દઈએ કે આ સંબંધમાં ફિલ્મ જગતના 3000 થી વધુ લોકોએ સહી કરીને આપત્તિ લખી છે. અને સુચના અને પ્રસારણ મંત્રીને મોકલવામાં આવી છે.

ચાલો તમને જણાવી દઈએ શું છે Cinematograph (Amendment) Bill, 2021 માં

આ એક્ટનો ઉદ્દેશ્ય ફિલ્મોની સાહિત્યિક ચોરો (Piracy) રોકવાનો છે. જેમાં અનધિકૃત કેમેકકોર્ડિંગ અને ફિલ્મોના ડુપ્લિકેશન સામે જેલ સહિતના દંડની જોગવાઈઓ શામેલ છે. આ કાયદામાં, સરકારને તે ફિલ્મ વિશે ફરિયાદ મળે તે પછી તેની ફરીથી પ્રમાણિત કરવાનો હક પણ હશે. અને જેના કારણે આટલો વિવાદ થઇ રહ્યો છે.

ફિલ્મની પાયરસી રોકવા માટેના કાયદાની માંગ લાંબા સમયથી ફિલ્મ જગત કરતુ આવ્યું છે. PM મોદીએ ભારતીય સિનેમાના રાષ્ટ્રીય સંગ્રહાલય (National Museum of Indian Cinema)ના ઉદ્ધઘાટન દરમિયાન આ વિશે આશ્વાસન આપ્યું હતું.

તો કેમ થઇ રહ્યો છે વિરોધ?

ફિલ્મ જગતે આપેલા પત્ર અનુસાર આ નવા એક્ટ ત્ગકી ફિલ્મ મેકર્સની શક્તિ રાજ્યોના હાથમાં જતી રહેશે. જેથી વિરોધ કરનારાને ચાન્સ મળી જશે અને ભીડથી ફિલ્મો નિયંત્રિત કરવાના પ્રયાસ થશે. આ સાથે એ પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર ફરિયાદ મળે તો પ્રમાણિત કરેલી ફિલ્મને ફરી પ્રમાણિત કરી શકે છે.

ફિલ્મ દિગ્ગજોનું માનવું છે કે જો આમ થાય છે તો સેન્સર બોર્ડ અને સુપ્રીમ કોર્ટની પ્રાધાન્યતા ઓછી થશે અને કેન્દ્ર સરકારને આ સંદર્ભમાં સર્વોચ્ચ સત્તા મળશે, જે અભિવ્યક્તિની સ્વતંત્રતાને પણ અસર કરશે.

કોણ કરી રહ્યું છે વિરોધ?

તમને જણાવી દઈએ કે આ વિરોધમાં મીરાં નાયાર, અનુરાગ કશ્યપ, વિશાલ ભારદ્વાજ, શબાના આઝમી, ફરહાન અખ્તર, હાંસલ મેહતા, રાકેશ ઓમ પ્રકાશ મેહરા, કમળ હાસન તેમજ તમિલ, મલયાલમ, બંગાળી કલાકારો આ એક્ટને લઈને વિરોધ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Ranbir Kapoor ને પહેલીવાર કરીના કપૂરે કરી આ ખાસ રિક્વેસ્ટ, શું પુરી કરશે અભિનેતા, જુઓ વીડિયો

આ પણ વાંચો: Aamir Khan Divorce: 15 વર્ષ બાદ આમિર ખાન અને કિરણ રાવના થયા છૂટાછેડા, જાણો કારણ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati