Electric Scooter: માત્ર 14 પૈસામાં એક કિલોમીટરની એવરેજ ! આ ઇલેક્ટ્રિક સ્કૂટર સોલીડ છે, ડ્રાઇવિંગ લાયસન્સની પણ નથી જરૂર

|

Feb 11, 2022 | 10:30 AM

ઇલેક્ટ્રિક સ્કૂટર સ્નો પ્લસમાં ડિજિટલ સ્પીડોમીટર (Digital speedometer), સેન્ટ્રલ લોકિંગ, મોબાઇલ માટે USB ચાર્જિંગ (USB charging) પોર્ટ, એન્ટી-થેફ્ટ મિકેનિઝમ અને નેવિગેશન (GPS) જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

Electric Scooter: માત્ર 14 પૈસામાં એક કિલોમીટરની એવરેજ ! આ ઇલેક્ટ્રિક સ્કૂટર સોલીડ છે, ડ્રાઇવિંગ લાયસન્સની પણ નથી જરૂર
Symbolic Image

Follow us on

ક્રેયોન મોટર્સ (Crayon Motors)એ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Snow+ લૉન્ચ કર્યું છે. ભારતીય ઈ-મોબિલિટી નિર્માતાએ જાહેરાત કરી છે કે, નવું સ્કૂટર ઓછી ગતિનું વાહન (Low Speed Vehicle)છે. કંપનીના જણાવ્યા અનુસાર નવું ઈલેક્ટ્રિક સ્કૂટર (Electric Scooter) 14 પૈસા પ્રતિ કિલોમીટર સુધી ચાલી શકે છે. તેની ડિઝાઈન અને ફીચર્સ પ્રેક્ટિકલી પરફોર્મ કરવા માટે બનાવવામાં આવ્યા છે. Crayon Motorsએ પણ જાહેરાત કરી છે કે તે આ મહિનાના અંત સુધીમાં 70kmથી 130km સુધીની માઈલેજ સાથે બે નવા હાઈ-સ્પીડ મોડલ લોન્ચ કરશે.

નવા ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 64,000 રૂપિયા રાખવામાં આવી છે. નવું સ્નો+ સ્કૂટર ચાર અલગ-અલગ રંગોમાં ઉપલબ્ધ હશે. આ વિકલ્પોમાં ફેરી રેડ, સનશાઈન યલો, ક્લાસિક ગ્રે અને સુપર વ્હાઇટનો સમાવેશ થાય છે. સ્કૂટર 2 વર્ષની વોરંટી સાથે આવે છે. સ્નો પ્લસ દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત, બિહાર અને અન્ય ઘણા રાજ્યોમાં 100 રિટેલ સ્ટોર્સમાં ઉપલબ્ધ છે.

સ્નો પ્લસની ડિઝાઇન

નવા ઇલેક્ટ્રિક વ્હીકલને વિન્ટેજ સ્કૂટરની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે. ક્રેયોન મોટર્સ દાવો કરે છે કે તેને હલકી ગતિશીલતાની જરૂરિયાતો માટે બનાવવામાં આવી છે. તેજસ્વી રંગો, રાઉન્ડ હેડલેમ્પ્સ અને રાઉન્ડ રીઅર-વ્યૂ મિરર્સ જેવા તત્વો તેને વિન્ટેજ લુક આપે છે. સ્કૂટર પ્રમાણમાં મોટું અને સપાટ ફૂટવેલ હોવાનું જણાય છે. આનાથી વાહનની વ્યવહારિકતામાં મદદ મળવાની અપેક્ષા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ડ્રાઇવિંગ લાયસન્સ વિના ચલાવી શકાય છે સ્કૂટર

ઇલેક્ટ્રિક સ્કૂટરની ટોપ સ્પીડ 25 kmph છે. તેની ઓછી સ્પીડ તેને ડ્રાઇવિંગ લાયસન્સ કે રજીસ્ટ્રેશનની જરૂર વગર તેને કાર્યક્ષમ બનાવે છે. તે 250-વોટ BLDC મોટર સાથે આવે છે. જે તેની ટોચની ઝડપે ક્રૂઝ કરવા માટે પીક પાવર આઉટપુટ આપે છે. સ્કૂટરમાં ટ્યૂબલેસ ટાયર અને ડિસ્ક બ્રેકની પણ સુવિધા છે. ઈ-સ્કૂટર 155 mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે આવે છે. ડ્રાઇવિંગ રેન્જ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

સ્નોપ્લસ સ્કૂટરની વિશેષતા

ઇલેક્ટ્રિક સ્કૂટર સ્નો+માં ડિજિટલ સ્પીડોમીટર, સેન્ટ્રલ લોકિંગ, મોબાઇલ માટે યુએસબી ચાર્જિંગ પોર્ટ, એન્ટી-થેફ્ટ મિકેનિઝમ અને નેવિગેશન (જીપીએસ) જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

સ્નો પ્સલ માટે નાણાંકીય વિકલ્પો

Crayon Motorsએ તેના EV ખરીદદારોને મદદ કરવા માટે કેટલીક ફાઇનાન્સિંગ કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. કંપની બજાજ ફિનસર્વ, મણપ્પુરમ ફાઇનાન્સ, IDFC ફર્સ્ટ, કોટક મહિન્દ્રા બેંક, ઝેસ્ટ મની, શોપસે અને પેટેલ સાથે ભાગીદારી કરી હોવાનો દાવો કરે છે.

આ પણ વાંચો: ઇલેક્ટ્રિક સ્કૂટર લો, ચાર્જિંગમાં પણ જબરદસ્ત એવરેજ આપશે, સરળ ટીપ્સ અનુસરો

આ પણ વાંચો: મોટી બાઈક્સ પણ આ 5 ઈલેક્ટ્રિક સ્કૂટર્સની સામે છે ફેલ, સિંગલ ચાર્જમાં દોડશે 240 કિલોમીટર, જાણો વધુ વિગત

Next Article