વીજળીનું બિલ ઘટાડવાની આ છે સરળ ટ્રીક, તેનો ઉપયોગ કરવા પર ખર્ચ થશે અડધો

|

Sep 22, 2024 | 6:27 PM

જો તમે પણ વીજળીના વધુ પડતા બિલથી પરેશાન છો, તો તમે કેટલીક સરળ ટ્રિક્સની મદદથી તેને ઘટાડી શકો છો. આ માટે તમારે ઘરમાં એવું કોઈ ઉપકરણ પણ ઇન્સ્ટોલ કરવાની જરૂર નહીં પડે.

વીજળીનું બિલ ઘટાડવાની આ છે સરળ ટ્રીક, તેનો ઉપયોગ કરવા પર ખર્ચ થશે અડધો
electricity bill

Follow us on

આજકાલ વીજળીનું બિલ એક મોટું ટેન્શન બની ગયું છે. ઘરોમાં એર કંડિશનર, રેફ્રિજરેટર્સ અને અન્ય વધુ પાવર વપરાશ કરતી વસ્તુઓ છે, જેનો ઉપયોગ પણ કરવો જરૂરી છે. આ પછી જ્યારે દર મહિને વીજળીનું વધારે બિલ આવે છે. ત્યારે લોકોએ તેમના અન્ય જરૂરી ખર્ચાઓમાં ઘટાડો કરીને વીજળીનું બિલ ભરવું પડે છે.

જો તમે પણ વીજળીના વધુ પડતા બિલથી પરેશાન છો, તો તમે કેટલીક સરળ ટ્રિક્સની મદદથી તેને ઘટાડી શકો છો. આ માટે તમારે ઘરમાં એવું કોઈ ઉપકરણ પણ ઇન્સ્ટોલ કરવાની જરૂર નહીં પડે.

એલઇડી બલ્બનો ઉપયોગ કરો

જૂના ઈનકન્ડેસેંટ અને CFL બલ્બની તુલનામાં LED બલ્બ ઓછા પાવરનો વપરાશ કરે છે અને તેનું આયુષ્ય પણ વધારે છે. તેનાથી તમારું વીજળીનું બિલ ઘટી જશે.

આ છે પાકિસ્તાનના 'અંબાણી', તમે અનિલ અંબાણીનું નામ ભૂલી જશો
જાણીતા ગુજરાતી ગાયક વિજય સુવાળા વિશે જાણો
50 રૂપિયાની નોટ પર મોટું અપડેટ, જાણો વિગત
સીડી વગર એક્ઝોસ્ટ ફેનમાંથી ધૂળ સાફ કરવાનો જુગાડ
ખાલી પેટ લવિંગનું પાણી પીવાથી જાણો શું થાય છે?
સારા પ્રસંગમાં દરેકના ઘરે બનતો ઘઉંના લોટનો કંસાર આ રીતે બનાવો

આ ઉપરાંત પાવર ટૂલ્સ ખરીદતી વખતે એનર્જી સ્ટાર રેટિંગવાળા પસંદ કરો. આ ઉપકરણો ઓછો પાવર વાપરે છે અને વધુ ઉર્જા આપે છે.

આ ટ્રિક પણ ઉપયોગી થશે

જ્યારે ઉપકરણો ઉપયોગમાં ન હોય ત્યારે તેને સંપૂર્ણપણે બંધ કરો. ઉપકરણો સ્ટેન્ડબાય મોડમાં પણ પાવર વાપરે છે. જે એર કંડિશનરમાં આવે છે, જે ઉપયોગમાં ન હોય ત્યારે તેને બંધ કરી દેવું જોઈએ.

ઉનાળામાં એસીનો ઉપયોગ કરતા હો, તો તાપમાન 24-26°C પર સેટ કરો. તેનાથી વીજળીનો વપરાશ ઓછો થાય છે. રેફ્રિજરેટર અને વોશિંગ મશીનનો ઉપયોગ કરતી વખતે પણ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જેમકે ફ્રિજનું તાપમાન યોગ્ય સેટિંગ પર રાખો, વારંવાર દરવાજો ખોલવો નહીં.

જો દિવસ દરમિયાન તમારા ઘરની બારીઓ ખુલી રાખો અને ઘરમાં સન લાઈટ આવી રહી હોય તો તમારે ઘરની ટ્યુબલાઈટ, એલઈડી બલ્બ અને અન્ય લાઈટિંગ ઉપકરણોને બંધ કરી દેવા જોઈએ. આ બધી ટિપ્સ ફોલો કરવાથી તમારું વીજળીનું બિલ ચોક્કસથી ઓછું થઈ જશે.

Next Article