શું 4G હોવા છતાં તમારુ ઇન્ટરનેટ સ્લો ચાલે છે ? ફોનમાં આ સેટિંગ્સ કરીને તેની ઝડપ વધારો

અમે તમારા માટે એવી ટિપ્સ લઇને આવ્યા છીએ કે જેને ફોલોવ કરીને તમે તમારા ઇન્ટરનેટની સ્પિડ વધારી શકો છો.

શું 4G હોવા છતાં તમારુ ઇન્ટરનેટ સ્લો ચાલે છે ? ફોનમાં આ સેટિંગ્સ કરીને તેની ઝડપ વધારો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 10:16 AM

શું તમારા ફોનમાં 4G હોવા છતાં તમારુ ઇન્ટરનેટ સ્લો ચાલે છે ? તો ચિંતા ન કરો અમે તમને એવી ટિપ્સ આપવા જઇ રહ્યા છે કે જેને ફોલોવ કરીને તમે તમારા ઇન્ટરનેટની સ્પિડ વધારી શકો છો. તો ચાલો જાણીએ આ ટીપ્સ વિશે.

સૌથી પહેલા તમે તમારા ફોનમાં સેટિંગ્સને ચેક કરો. કેટલાક ફોનમાં સિમકાર્ડ નાખતા જ ઓટોમેટિક સેટિંગ્સ થઇ જાય છે. જ્યારે કેટલાક ફોનમાં આ સેટિંગ્સ મેન્યૂઅલી કરવા પડે છે. તેના માટે સૌથી પહેલા ફોનના સેટિંગ્સમાં જઇને નેટવર્ક સેટિંગ પર ક્લિક કરો અને અહીં પ્રિફર્ડ ટાઇપ ઓફ નેટવર્કને 4G અથવા તો LTE સિલેક્ટ કરો.

ઇન્ટરનેટની સ્પિડ વધારવા માટે એક્સેસ પોઇન્ટ નેટવર્ક એટલે કે APN ની સેટિંગ જરૂરથી ચેક કરો. તે હાઇ સ્પિડ APN હોવુ જરૂરી છે. નેટવર્ક સેટિંગમાં જ તેનું ઓપ્શન હોય છે. જ્યારે તમે તેના પર ક્લિક કરશો તો નીચે APN Type જોવા મળશે. તેના પર ક્લિક કરીને ત્યાં default લખી દો. ત્યાર બાદ APN protocol પર ક્લિક કરો અને ત્યાં IPv4/IPv6 ઓપ્શન પર ક્લિક કરીને ઓકે નું ઓપ્શન દબાવો. તેવી જ રીતે APN roaming protocol પર ક્લિક કરો અને પછી IPv4/IPv6 ઓપ્શન પર જઇને ઓકે પર ટેપ કરી દો. તમારી સેટિંગ્સ સેવ થઇ જશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Cache આપણા ફોનની અનવોન્ટેડ ફાઇલ હોય છે જે એન્ડ્રોઇડ ફોનમાં ઓટોમેટિક જનરેટ થઇ જાય છે. જો સમય સમય પર તેને હટાવવામાં ન આવે તો તે ફોનની સ્પિડને સ્લો કરી શકે છે. જેના કારણે ઇન્ટરનેટની સ્પીડ પ્રભાવિત થાય છે. માટે જ સમય સમય પર Cache ને ક્લિયર કરતા રહો. આ બધી ટ્રીક્સ અપનાવાથી તમારા ફોનની ઇન્ટરનેટ સ્પીડ ચોક્કસથી વધી જશે.

જો આ બધુ કર્યા બાદ પણ તમારા ઇન્ટરનેટની સ્પિડ નથી વધતી તો તમે એક કામ કરો. સૌથી પહેલા તમારા ફોનમાં કોઇ પણ વીડિયોને પ્લે કરો અથવા તો તેને ડાઉનલોડ કરવા મુકો. ત્યાર બાદ તમારા ફોન પરથી કોઇને પણ કોલ કરો. આ કોલ તમે કસ્ટરમર કેટ અથવા તો કોઇ મિત્રને પણ કરી શકો છો. હવે તમે જોજો ધીમે ધીમે તમારા ઇન્ટરનેટની સ્પિડ વધવા લાગશે. જ્યાર સુધી કોલ ચાલશે ત્યાં સુધી તમારા ઇન્ટરનેટની સ્પિડ વધુ હશે. આ ટ્રીકના ઉપયોગથી તમે કોઇ જરૂરી અથવા તો અરજન્ટ ફાઇલને ઝડપથી ડાઉનલોડ કરી શકો છો.

આ પણ વાંચો: Raksha Bandhan 2021: ભાઈ-બહેનના પ્રેમને સમર્પિત આ ફિલ્મો તમારી આંખોમાં પણ લાવી દેશે પાણી

આ પણ વાંચો: Bell Bottom Collection Day 3: અક્ષયના જીવમાં જીવ આવ્યો! ત્રીજા દિવસે ફિલ્મે કમાયા આટલા કરોડ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">