AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: Reliance Jio આપી રહ્યું છે ઘરે બેઠા હજારો કમાવાની તક, તમારે ફક્ત આટલું કરવાનું રહેશે

આજે અમે તમને એક એવી રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે ઘરે બેઠા જ મોટી કમાણી કરી શકો છો. Jioની આ સેવાનું નામ Jio POS Lite છે. ચાલો જાણીએ Jio ની આ સેવા શું છે અને તમે તેના દ્વારા કેવી રીતે કમાણી કરી શકો છો.

Tech Tips: Reliance Jio આપી રહ્યું છે ઘરે બેઠા હજારો કમાવાની તક, તમારે ફક્ત આટલું કરવાનું રહેશે
Reliance Jio (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 3:24 PM
Share

રિલાયન્સ જીયો (Reliance Jio)તેના ગ્રાહકોને ખૂબ જ શક્તિશાળી અને સસ્તા પ્લાન આપવા માટે લોકપ્રિય છે. પરંતુ શું તમે જાણો છો કે Jio તેના ગ્રાહકોને કમાવાનો મોકો પણ આપે છે. જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે, જોકે જીયોની સુવિધા હાલ એન્ડ્રોઈડમાં જ છે. ત્યારે આજે અમે તમને એક એવી રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે ઘરે બેઠા જ મોટી કમાણી કરી શકો છો. Jioની આ સેવાનું નામ Jio POS Lite છે. ચાલો જાણીએ Jio ની આ સેવા શું છે અને તમે તેના દ્વારા કેવી રીતે કમાણી કરી શકો છો.

Jio POS Lite શું છે

આ Jioની એક એપ છે જે હાલમાં ફક્ત એન્ડ્રોઈડ ફોન પર જ ઉપલબ્ધ છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. આ એપને પૈસા કમાવવાનો એક માર્ગ કહેવાય છે. Jio POS Lite એ એક કોમ્યુનિટી રિચાર્જ એપ છે જેના દ્વારા તમે માત્ર તમારું જ નહીં પરંતુ અન્ય લોકોને પણ રિચાર્જ કરી શકો છો. આના દ્વારા, તમને કોઈ બીજાને રિચાર્જ કરવા પર 4.16 ટકા કમિશન મળે છે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈને 100 રૂપિયાનું રિચાર્જ કરો છો, તો તમને લગભગ 4 રૂપિયા કમિશન તરીકે મળશે. આ 4 રૂપિયા તમારી કમાણી હશે.

Jio POS Lite એપ્લિકેશન પર કેવી રીતે નોંધણી કરવી

  1. સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પરથી JioPOS Lite એપ ડાઉનલોડ કરો.
  2. પછી તેને ખોલો અને ‘Allow All’ પર ટેપ કરો. આમાં એસએમએસ, કોન્ટેક્ટ અને લોકેશન એક્સેસ માટે મંજૂરી આપવાની રહેશે.
  3. પછી સાઇન ઇન\સાઇન અપ પેજ દેખાશે, તેમાં સાઇન અપ પર ટેપ કરો.
  4. આમાં તમારે તમારું ઈ-મેલ આઈડી અને Jio નંબર એન્ટર કરવાનો રહેશે.
  5. ત્યારબાદ જનરેટ OTP પર ટેપ કરો. આ કરવા પર, થોડીક સેકંડમાં, Jio તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP મોકલશે.
  6. ત્યારપછી પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો અને Validate OTP પર ટેપ કરો. સિસ્ટમ આપમેળે OTP ને માન્ય કરશે.
  7. આ પછી તમારું નામ અને ઈ-મેલ આઈડી જેવી વિગતો સ્ક્રીન પર આપોઆપ દેખાશે.
  8. આ પછી Choose your work location વિકલ્પ પર ટેપ કરો, લોકેશન ઠીક કરો અને Done પર ટેપ કરો.
  9. પછી નિયમો અને શરતો સ્વીકારો અને Continue પર ટેપ કરો.
  10. તે પછી તમારે લોગિન પર ટેપ કરવાનું રહેશે. નંબર દાખલ કર્યા પછી તમારા નંબર પર એક OTP મોકલવામાં આવશે. તેને માન્ય કરો.
  11. પછી તમારે તમારો mPIN બનાવવો પડશે. તમારી પસંદગીનો પિન બનાવ્યા પછી, તમારે સેટઅપ પર ટેપ કરવું પડશે.

કોઈ બીજાને રિચાર્જ કરવા માટે સ્ટેપ્સ

  1. રિચાર્જ કરવા માટે તમારે હોમ સ્ક્રીન પર રિચાર્જ પર ટેપ કરવું પડશે. પછી તમારે ગ્રાહકનો Jio નંબર દાખલ કરવો પડશે અને સબમિટ પર ટેપ કરવું પડશે.
  2. આ પછી તમારે લિસ્ટમાંથી પ્લાન પસંદ કરવો પડશે અને Buy પર ટેપ કરવું પડશે.
  3. પછી તમારે તમારો એમપીન (mPIN)દાખલ કરીને તેને પ્રમાણિત કરવું પડશે.
  4. આ પછી સ્ક્રીન પર ટ્રાન્ઝેક્શન ID સાથે એક મેસેજ દેખાશે.
  5. છેલ્લે ડન પર ટેપ કરો. તે પછી રિચાર્જ થશે.
  6. નોંધ કરો કે કોઈપણ નંબર રિચાર્જ કરતા પહેલા તમારે તમારા ખાતામાં મિનિમમ 500 રૂપિયાનું બેલેન્સ દાખલ કરવું પડશે.

એપ પર તમારી કમાણી જોવા માટે, તમે હોમ સ્ક્રીન પર માય અર્નિંગ્સની મુલાકાત લઈ શકો છો. અહીંથી તમે વોલેટમાં પૈસા ઉમેરી શકો છો. ટ્રાન્ઝેક્શન ટ્રૅક કરવા માટે, પાસબુક પર જાઓ. છેલ્લા 20 દિવસના વ્યવહારો અહીં જોઈ શકાય છે. તો આ રીતે તમે ઘરે બેઠા રિચાર્જ કરીને પૈસા કમાઈ શકો છો.

આ પણ વાંચો: Tech News: હવે ચંદ્ર અને મંગળ પરથી ધરતી પર થશે નોર્મલ કોલ! આ ભારતીય પર છે તેને શક્ય બનાવવાની જવાબદારી

આ પણ વાંચો:Tech News: તમે પણ ખરીદ્યો છે 5G Smartphone? તો હોવું જોઈએ આ બેન્ડ, નહીંતર પૈસા જશે પાણીમાં

g clip-path="url(#clip0_868_265)">