AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio AirFiber ટૂંક સમયમાં થશે લોન્ચ, કેબલ વગર જ મળશે ઝડપી 5G નેટવર્ક

સરળ શબ્દોમાં કહીએ તો Jio AirFiber એક એવું ઉપકરણ હશે કે તમારે તેને પ્લગ ઇન કરવું પડશે. આ પછી તમને વાયર વગર ઇન્ટરનેટ મળશે. તે WiFi હોટસ્પોટની જેમ કામ કરશે, જેને તમે અન્ય ઉપકરણો સાથે કનેક્ટ કરી શકશો અને હાઇ સ્પીડ 5G નેટવર્કનો લાભ લઈ શકશો. Jio Airfiber ચલાવવા માટે ઉપકરણમાં ફક્ત Jio 5G સિમ કાર્ડ ઇન્સ્ટોલ કરવું પડશે.

Jio AirFiber ટૂંક સમયમાં થશે લોન્ચ, કેબલ વગર જ મળશે ઝડપી 5G નેટવર્ક
Jio AirFiber
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2023 | 6:58 PM
Share

Reliance Jio AGM 2023 Jio AirFiber: મુકેશ અંબાણીએ (Mukesh Ambani) રિલાયન્સની (Reliance) 46મી AGMમાં Jio Fiberની લોન્ચ તારીખની જાહેરાત કરી છે. Jio Airfiberની સેવા દેશમાં 19 સપ્ટેમ્બર (ગણેશ ચતુર્થી)થી શરૂ થશે. આ સેવાની મદદથી ઘર અને ઓફિસ દરેક જગ્યાએ Jio વપરાશકર્તાઓને હાઇ સ્પીડ ઇન્ટરનેટ સેવાનો લાભ મળશે.

દરરોજ 1.5 લાખ કનેક્શન ઇન્સ્ટોલ કરવામાં આવશે

ખાસ વાત એ છે કે આ એક વાયરલેસ ઈન્ટરનેટ સેવા હશે અને તેની સાથે કેબલ કનેક્શનની ઝંઝટનો અંત આવશે. મુકેશ અંબાણીના જણાવ્યા અનુસાર, Jio AirFiberની મદદથી દેશભરમાં લગભગ 20 કરોડ ઓફિસ અને ઘરમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મુજબ દરરોજ Jio AirFiberના લગભગ 1.5 લાખ કનેક્શન ઇન્સ્ટોલ કરવામાં આવશે.

Jio AirFiber ને અન્ય ઉપકરણો સાથે કનેક્ટ કરી શકશો

સરળ શબ્દોમાં કહીએ તો Jio AirFiber એક એવું ઉપકરણ હશે કે તમારે તેને પ્લગ ઇન કરવું પડશે. આ પછી તમને વાયર વગર ઇન્ટરનેટ મળશે. તે WiFi હોટસ્પોટની જેમ કામ કરશે, જેને તમે અન્ય ઉપકરણો સાથે કનેક્ટ કરી શકશો અને હાઇ સ્પીડ 5G નેટવર્કનો લાભ લઈ શકશો.

ઈન્ટરનેટ સ્પીડ વધુ મજબૂત થશે

રિપોર્ટ્સ અનુસાર, Jio Airfiberની સ્પીડ 1 Gbps સુધી જઈ શકે છે. એટલે કે આ સ્પીડથી મિનિટોમાં ફિલ્મો ડાઉનલોડ કરી શકાય છે. આ સ્માર્ટફોન ડિવાઈસની જેમ તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈને તેનો ઉપયોગ કરી શકાય છે. તે વપરાશકર્તાઓને Jioની આ સેવાનો લાભ મળશે, જ્યાં હજુ સુધી બ્રોડબેન્ડ સેવા પહોંચી નથી.

આ પણ વાંચો : Online Shopping Fraud: જો તમે ઓનલાઈન શોપિંગ કરો છો તો રહો સાવધાન, ફેક વેબસાઈટ દ્વારા થઈ રહી છે છેતરપિનપિંડી

સારી વાત એ છે કે Jio Airfiber ચલાવવા માટે ઉપકરણમાં ફક્ત Jio 5G સિમ કાર્ડ ઇન્સ્ટોલ કરવું પડશે. આ ઉપકરણ ઘણા વેરિયન્ટ્સ અને રિચાર્જ પ્લાન સાથે લોન્ચ કરવામાં આવશે.

Jioની 5G સેવા દેશભરમાં ઉપલબ્ધ થશે

રિલાયન્સની AGM દરમિયાન મુકેશ અંબાણીએ એ પણ જણાવ્યું કે ડિસેમ્બર 2024 સુધીમાં Jioની 5G સેવા દેશભરમાં ઉપલબ્ધ થશે. અત્યારે દેશભરમાં 50 મિલિયન 5G ગ્રાહકો છે. આ સિવાય ફીચર ફોનનો ઉપયોગ કરનારા કુલ 25 મિલિયન યુઝર્સ છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">