JIO Plan: જીયોના આ પ્લાનમાં રિચાર્જ કરાવો અને મેળવો ફ્રી નેટફ્લિક્સ સબ્સક્રિપ્શન, જાણો સમગ્ર વિગત

રિલાયન્સ જીયો જેવા કેટલાક ઓપરેટર્સના કેટલાક બ્રોડબેન્ડ પ્લાન્સ છે જે યૂઝર્સને ફ્રી નેટફ્લિક્સ મેમ્બરશીપ ઓફર કરે છે.

JIO Plan: જીયોના આ પ્લાનમાં રિચાર્જ કરાવો અને મેળવો ફ્રી નેટફ્લિક્સ સબ્સક્રિપ્શન, જાણો સમગ્ર વિગત
With this plan from jio you can get a free Netflix subscription
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 6:45 AM

JIO Plan:  નેટફ્લિક્સ (Netflix) ભારતના કસ્ટમર્સ માટે રૂપિયા 199 થી લઇને 799 રૂપિયા સુધીના ચાર સબ્સક્રિપ્શન પ્લાન લઇને આવ્યુ છે. નેટફ્લિક્સના 199 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને 2 સ્ક્રિન (480 પિક્સલના ફોન અને વીડિયો રિઝોલ્યુશન સહિત) ની એક્સેસ મળે છે. બીજા ત્રણ નેટફ્લિક્સ પ્લાન્સની કિંમત 499 રૂપિયા અને 799 રૂપિયા છે.

499 રૂપિયાના બેસિક નેટફ્લિ્ક્સ પ્લાનમાં સારી વીડિયો ક્વોલિટી, 480p રિસોલ્યુઝશન અને ફોન, ટેબલેટ, કોમ્પ્યુટર અને ટીવી સહિત ચાર ડિવાઇઝમાં સપોર્ટ મળે છે. 649 રૂપિયાના ત્રીજા પ્લાનમાં વધુ સારી વીડિયો ક્વોલિટી, 1080 પિક્સલનું રિઝોલ્યુશન અને ફોન, ટેબલેટ, કોમ્પ્યુટર અને ટીવી સહિત ચાર ડિવાઇઝમાં સપોર્ટ માટે ઓફર કરે છે. છેલ્લો પ્લાન 799 રૂપિયાનો છે. તે સૌથી બેસ્ટ પ્રીમિયમ નેટફ્લિક્સ પ્લાન છે, જેમાં તમને 4K+HDR રિઝોલ્યુશન અને ફોન, ટેબલેટ, કોમ્પ્યુટર અને ટીવી સહિત ચાર ડિવાઇઝમાં સપોર્ટ કરે છે.

મેમ્બરશીપ લેવા માટે તમારે ફક્ત નેટફ્લિક્સ વેબસાઇટ પર જવાનું છે. વેબસાઇટ પર જઇને તમે સબ્સક્રિપ્શન પ્લાન ખરીદી શકો છો. નેટફ્લિક્સ પ્લાનને તમે યુપીઆઇ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા પેટીએમ જેવા અન્ય પ્લેટફોર્મ પરથી ટ્રાંઝેક્શન કરીને લઇ શકો છો. જો તમે આ સબ્સક્રિપ્શન પ્લાન ફ્રીમાં મેળવવા માંગતા હોવ તો તેના માટે પણ એક સરળ રીત છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

રિલાયન્સ જીયો (Reliance Jio) જેવા કેટલાક ઓપરેટર્સના કેટલાક બ્રોડબેન્ડ પ્લાન્સ છે જે યૂઝર્સને ફ્રી નેટફ્લિક્સ મેમ્બરશીપ ઓફર કરે છે. અમે તમારા માટે આજે આ પ્લાન્સ વિશની જાણકારી લઇને આવ્યા છે.

JioFiber ના આ પ્લાન લઇને મેળવો ફ્રી સબ્સક્રિપ્શન

1. 1499 રૂપિયાના જીયોફાઇબર પ્લાન (JioFiber) ફ્રી નેટફ્લિક્સની સાથે સાથે 300mbps ડાઉનલોડ અને એપલોડ સ્પિડની સાથે અનલિમિટેડ ડેટા, 30 દિવસ માટેની વેલિડિટી પીરિયડ માટે અનલિમિટેડ કોલ ઓફર કરે છે.

2. 2499 રૂપિયાના જીયોફાઇબર પ્લાનમાં ફ્રી નેટફ્લિક્સની સાથે સાથે 500mbps ડાઉનલોડ અને અપલોડ સ્પિડ આપે છે સાથે જ અનલિમિટેડ ડેટા, 30 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલ ઓફર કરે છે.

3. 3999 રૂપિયાના જીયોફાઇબર પ્લાન સાથે ફ્રી નેટફ્લિક્સની સાથે સાથે 1 જીબીપીએસની ડાઉનલોડ અને એપલોડ સ્પિડની સાથે અનલિમિટેડ ડેટા અને 30 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલ ઓફર કરે છે.

4. 8499 રૂપિયાના જીયોફાઇબર પ્લાનમાં 1GBPS ડાઉનલોડ અને અપલોડ સ્પિડની સાથે અનલિમિટેડ ડેટાની સાથે સાથે 30 દિવસોની વેલિડિટી માટે અનલિમિટેડ કોલ્સની સુવિધા આપે છે. આ પ્લાન વેલિડિટી પિરિયડ માટે કુલ 6600GB ડેટા ઓફર કરે છે.

આ પણ વાંચો – Surat: કોરોનાના કેસો ઘટ્યા બાદ ટીબીના કેસોમાં થયો વધારો, રાજ્યના ટીબી અધિકારીએ દક્ષિણ ગુજરાતના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

આ પણ વાંચો – Stone Killer: એક એવું કારણ જેનાથી હિતેષ રામાવત બન્યો સ્ટોન કિલર, જાણો આગળની કહાની અંતિમ ભાગમાં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">