Surat: કોરોનાના કેસો ઘટ્યા બાદ ટીબીના કેસોમાં થયો વધારો, રાજ્યના ટીબી અધિકારીએ દક્ષિણ ગુજરાતના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી
ગુજરાત સરકારની ક્ષય નિયંત્રણ યોજના હેઠળ દરેક ટીબી દર્દીને 500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. તેમણે જણાવ્યું છે કે કોરોના અને ટીબીના લક્ષણ સમાન છે. જો કોરોના પરીક્ષણમાં રિપોર્ટ નેગેટિવ આવે તો સાથે ટીબીનો ટેસ્ટ કરવા સૂચના આપવામાં આવી છે.
Surat: ટીબીને જડમૂળમાંથી નાબૂદ કરવા માટે રાજ્યના ટીબી અધિકારીએ નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) દક્ષિણ ગુજરાતના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ ટીબીના વધુ કેસો જોવા મળી રહ્યા છે. સુરતમાં ટીબીના 1,400 દર્દીઓ છે, જો દર્દીઓનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે છે તો તેની સાથે ટીબીનો ટેસ્ટ કરવા સૂચના આપવામાં આવી છે. જેથી ટીબીના વધુ કેસ શોધવા અને તેમની સારવાર શરૂ કરવામાં મદદ કરશે.
સિવિલ હોસ્પિટલની સરકારી મેડીકલ કોલેજમાં સ્ટેટ ટીબી ઓફિસર સતીશ મકવાણા, દક્ષિણ ગુજરાતમાંથી સુરત, નવસારી જુદા જુદા જિલ્લાઓના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ અને સ્મીમેર હોસ્પિટલના સિનિયર ડો.ઋતંભરા મહેતા સહિતના ઉચ્ચ તબીબી સ્ટાફની એક સમીક્ષા બેઠક મળી હતી.
ડોક્ટર પારુલ વડગામાએ જણાવ્યું હતું કે આ બેઠકમાં ટીબીના દર્દીઓની ઓળખ અને સારવારમાં વધારો કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સુરત જિલ્લા ટીબી અધિકારી ડોક્ટર દિનેશ વસાવાએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે 2025 સુધીમાં ટીબીના રોગને જડમૂળમાંથી દૂર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તે સમયે ગુજરાત સરકાર 2022 સુધીમાં ટીબીને દૂર કરવા પ્રયાસ કરી રહી છે.
ગુજરાત સરકારની ક્ષય નિયંત્રણ યોજના હેઠળ દરેક ટીબી દર્દીને 500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. તેમણે જણાવ્યું છે કે કોરોના અને ટીબીના લક્ષણ સમાન છે. જો કોરોના પરીક્ષણમાં રિપોર્ટ નેગેટિવ આવે તો સાથે ટીબીનો ટેસ્ટ કરવા સૂચના આપવામાં આવી છે.
આ સાથે ટીબીના(TB) દર્દીઓએ Radiology વિભાગમાં કરવામાં આવેલા એક્સરે, એચઆરસીટીમાં ઓળખ મળે તો તેઓને સારવાર માટે રીફર કરવા પણ કહેવામાં આવ્યું છે. સુરત શહેર અને જિલ્લામાં કુલ 1,43,438 પોઝિટિવ કેસ મળી આવ્યા છે, જેમાં સુરતમાં અંદાજે 1,400 દર્દીઓને પણ ટી.બીનો ચેપ લાગ્યો છે.
ટીબીના રોગ અંગે અંધશ્રદ્ધા દૂર કરવા અને દર્દીની સારવાર શરૂ કરવા માટે જાગૃતિ કાર્યક્રમ (Awareness ) વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ટીબીએ ચેપી રોગ છે, યોગ્ય સમયે સરકારી હોસ્પિટલમાંથી મફત સારવાર શરૂ કરીને દર્દીઓ સ્વસ્થ થાય છે. કોરોનાથી ફેફસાને સૌથી વધુ નુકસાન થયું છે. પોસ્ટ કોવિડ દર્દીઓ વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેવામાં એક વખત તેઓએ ટીબીનું પરીક્ષણ કરાવવું જોઈએ.
આ પણ વાંચો: Rajkot : શહેરમાં ધોધમાર વરસાદ પડયો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા