Tech News: ટ્વીટર અને માઈક્રોસોફ્ટની નોકરી છોડી બનાવ્યું દુનિયાનું પહેલુ 3D વર્ચ્યુઅલ લર્નિંગ પ્લેટફોર્મ, માત્ર 6 મહિનામાં ઉભી કરી કરોડોની કંપની
InVact Metaversityએ વિશ્વનું પ્રથમ 3D ઇમર્સિવ વર્ચ્યુઅલ લર્નિંગ પ્લેટફોર્મ છે. તે વિશ્વના કોઈપણ ખૂણામાં વિદ્યાર્થીઓને એનિમેટેડ અવતાર દ્વારા અન્ય વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકો સાથે વાતચીત કરવાની સુવિધા આપે છે.

મનીષ મહેશ્વરી ટ્વિટર (Twitter) ઈન્ડિયાના સીઈઓ હતા. જ્યારે તનય પ્રતાપ માઈક્રોસોફ્ટના ચીફ ટેકનિકલ ઓફિસર હતા. પરંતુ 6 મહિના પહેલા બંનેએ નોકરી છોડીને દુનિયાની પહેલી 3D વર્ચ્યુઅલ લર્નિંગ પ્લેટફોર્મનો પાયો નાખ્યો હતો. આ Invact Metaversity તરીકે ઓળખાતું એક સ્ટાર્ટઅપ છે. સમગ્ર વિશ્વમાંથી લગભગ 70 લોકોએ આ સ્ટાર્ટઅપને ફંડ આપ્યું છે. જેમાં એડ-ટેક આધારિત પ્લેટફોર્મમાં $5 મિલિયન (આશરે રૂ. 37 કરોડ)નું રોકાણ કર્યું છે. તેમાં ભારતની અર્કમ વેન્ચર્સ એન્ડ એન્ટલર, જર્મનીની પાયકસ કેપિટલ, સિંગાપોરની એમ વેન્ચર પાર્ટનર્સ, દુબઈની BECO કેપિટલ અને યુએસની 2am VCનો સમાવેશ થાય છે.
આ રોકાણ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે અનેક ક્ષેત્રોના સફળ વૈશ્વિક ઉદ્યોગસાહસિકોએ થોડા દિવસો પહેલા જ 3.3 કરોડ ડોલરની વેલ્યુએશન પર Invact Metaversityમાં રોકાણ કર્યું હતું.
ઈન્વોક મેટાવર્સિટી શું છે
InVact Metaversityએ વિશ્વનું પ્રથમ 3D ઈમર્સિવ વર્ચ્યુઅલ લર્નિંગ પ્લેટફોર્મ છે. તે વિશ્વના કોઈપણ ખૂણામાં વિદ્યાર્થીઓને એનિમેટેડ અવતાર દ્વારા અન્ય વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકો સાથે વાતચીત કરવાની સુવિધા આપે છે. વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ વિશ્વમાં એકસાથે ફરવાની મંજૂરી આપીને તે તેમને એકબીજા પાસેથી શીખવાની તક આપે છે અને ઑનલાઈન શિક્ષણને એક કમ્યુનિટી ટચ આપે છે.
InVect Metaversityના સ્થાપક અને CEO મનીષ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, “મેટાવર્સિટી એ એક એવો કન્સેપ્ટ છે જે શિક્ષણ ક્ષેત્રમાં પરિવર્તન લાવવા માટે પ્રેરક બળ બનવા માટે તૈયાર છે. અમે આ રોકાણનો ઉપયોગ મેટાવર્સિટી પ્લેટફોર્મની પ્રોડક્ટ અને ટેક્નોલોજી ટીમને મજબૂત કરવા અને પોતાની રીતનો પ્રથમ વર્ચ્યુઅલ કોર્સ અને યુરોપ અને યુએસમાં વિસ્તાર કરવા માટે કરીશું.
કંપનીના સ્થાપક અને સીટીઓ તનય પ્રતાપે કહ્યું કે હું હંમેશા માનું છું કે શિક્ષણ એ વિશેષાધિકારને બદલે અધિકાર હોવો જોઈએ. મેટાવર્સિટીમાં અમારું વિઝન માત્ર શિક્ષણનું લોકશાહીકરણ કરવાનું નથી, પરંતુ પોસાય તેવા ખર્ચે ઉચ્ચ-ગુણવત્તાનું શિક્ષણ પૂરું પાડવાનું પણ છે.
આ પણ વાંચો: Tips and Tricks: Google Map થી કોઈને પણ કરી શકો છો ઘર બેઠા ટ્રેક, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
આ પણ વાંચો: Success Story: હાઈબ્રિડ બિયારણ છોડી પરંપરાગત ખેતી તરફ વળી રહ્યા છે આ દેશના ખેડૂતો