ભારતનાં માર્કેટમાં પગ પેસારો કરવા ચીનનાં ધમપછાડા, જાણો ચીન પોતાનાં દેશ કરતા શું સસ્તા ભાવે આપશે?

ભારતમાંથી બેન કરવામાં આવેલી વિવિધ એપ્લિકેશન બાદ હવે ચીન ભારતમાં ફરીથી તેનું માર્કેટ બનાવવા માટે ધમપછાડા કરી રહ્યું હોય તેમ લાગે છે. વાત કરીએ ચીનની લોન્ચ થઈ રહેલી સ્માર્ટ વોચ અમેઝફિટ GTS 2ની તો, ચીન તેને પોતાના દેશ કરતા સસ્તા ભાવે ભારતમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે.  અમેઝફિટ GTS 2 મીનીની કિંમત અને ઉપલબ્ધતાની વિગતો […]

ભારતનાં માર્કેટમાં પગ પેસારો કરવા ચીનનાં ધમપછાડા, જાણો ચીન પોતાનાં દેશ કરતા શું સસ્તા ભાવે આપશે?
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Dec 24, 2020 | 5:36 PM

ભારતમાંથી બેન કરવામાં આવેલી વિવિધ એપ્લિકેશન બાદ હવે ચીન ભારતમાં ફરીથી તેનું માર્કેટ બનાવવા માટે ધમપછાડા કરી રહ્યું હોય તેમ લાગે છે. વાત કરીએ ચીનની લોન્ચ થઈ રહેલી સ્માર્ટ વોચ અમેઝફિટ GTS 2ની તો, ચીન તેને પોતાના દેશ કરતા સસ્તા ભાવે ભારતમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે. 

અમેઝફિટ GTS 2 મીનીની કિંમત અને ઉપલબ્ધતાની વિગતો ભારતમાં સત્તાવાર જાહેર કરાઇ છે. નવી સ્માર્ટવોચનું પ્રી બુકિંગ 26 ડિસેમ્બરથી દેશમાં શરૂ થશે, હુઆમીની સબ-બ્રાંડ અમેઝફિટે તેની જાહેરાત કરી છે. આ મહિનાના શરૂઆતમાં ચીનમાં અમેઝફિટ GTS 2ને લોંચ કરવામાં આવી હતી, તેમાં પીપીજી ઓપ્ટીકલ સેંસર આવેલુ છે જે હ્રદયના ધબકારા પર નજર રાખશે સાથે જ તે પિરીયડ ટ્રેકર અને ઉંઘની ગુણવત્તા પર નજર રાખશે. ભાવ, ઉપલબ્ધતા અને તેના સ્પેસિફિકેશન વિશેની વાત કરીએ તો,ભારતમાં ભાવ અને ઉપલબ્ધતા-ભારતમાં અમેઝફિટ GTS 2 મીનીની કિંમત 6999 રૂપિયા છે.-સ્માર્ટવોચ ફ્લેમિંગો પિંક, મિડનાઇટ બ્લેક અને સેજ ગ્રીન કલર જેવા વિકલ્પો સાથે લોંચ થશે-26 ડિસેમ્બર બપોરે 12 વાગ્યાથી એમેઝોન અને એમેઝોનફિટ ઇન્ડિયા વેબસાઇટ દ્વારા પ્રી બુકિંગ થઈ શકે છે.-અમેઝફિટ GTS 2 મીની CNY 699(આશરે 8,000 રૂપિયા) ના ભાવે ચીનમાં લોન્ચ કરવામાં આવી હતી.એમેઝોન GTS 2 મીની: સ્પેસિફિકેશન-અમેઝફિટ GTS 2 મીની 1.55-ઇંચ (306×354 પિક્સેલ્સ) એમોલેડ ડિસ્પ્લે સાથે આવે છે જે 301ppi પિક્સેલ ગીચતા આપે છે.-સ્માર્ટવોચની બોડી એલ્યુમિનિયમ એલોયથી બની છે, તે 8.95 મીમી જાડી અને વજનમાં 19.5 ગ્રામ છે.-ફિટનેસના શોખિનો માટે તેમાં હુઆમી બાયો-ટ્રેકર 2 સાથે એક પીપીજી ઓપ્ટિકલ સેન્સર છે જે 24/7 હાર્ટ રેટ મોનિટરિંગ કરશે-સ્માર્ટવોચ હાર્ટ રેટ ટ્રેકિંગ, હાર્ટ રેટ ઝોન અને હાઈ હાર્ટ રેટ ચેતવણીઓ આપશે-હાર્ટ રેટ દેખરેખની સાથે, અમેઝફિટ GTS 2 મીની બ્લડ-ઓક્સિજન સ્તર (એસપીઓ 2) ને માપવા માટે પણ સક્ષમ છે.-સ્માર્ટવોચમાં 70 થી વધુ પ્રીલોડેડ સ્પોર્ટ્સ મોડ્સ છે, જેમાં સૌથી પ્રખ્યાત ઇન્ડોર અને આઉટડોર રમતો, તેમજ સાયકલિંગ અને સ્વિમિંગનો સમાવેશ થાય છે.-તે વર્કઆઉટ્સ દરમિયાન હાર્ટ રેટ ઝોન વિશે સૂચનો આપવા માટે પણ બનાવવામાં આવી છે.-અમેઝફિટ GTS 2 મીની ઓછામાં ઓછા Android 5.0 અથવા iOS 10.0 ધરાવતા ઉપકરણો સાથે જ ચાલશે.-બ્લૂટૂથ કનેક્ટિવિટી માટે પણ સપોર્ટ મળશે.-આ ઉપરાંત, સ્માર્ટવોચમાં 220 એમએએચની બેટરી છે જે એક વાર ચાર્જ કરી 14 દિવસ સુધી ચલાવી શકાશે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">