ગજબ ! આ ચોરે એક કંપનીમાંથી કરી 4,500 કરોડની ચોરી, કંપનીએ તેને રાખી લીધો નોકરી પર

મિસ્ટર વ્હાઇટ હેટને તેઓ કાયદાકીય રીતે હેકિંગ માટે જવાબદાર નથી માની રહ્યા અને તેમને આશા છે કે મિસ્ટર વ્હાઇટ હેટ તેમના અને યૂઝર્સના પૈસા પાછા કરી દેશે.

ગજબ ! આ ચોરે એક કંપનીમાંથી કરી 4,500 કરોડની ચોરી, કંપનીએ તેને રાખી લીધો નોકરી પર
Company employs thief who stole Rs. 4,500 crores

લોકો નોકરી મેળવવા માટે ઇન્ટર્વ્યૂ આપે છે, પરિક્ષાઓ આપે છે, ઉચ્ચ અભ્યાસ કરે છે પરંતુ તમે ક્યારે સાંભળ્યુ કે ચોરી કરીને પણ નોકરી મેળવી શકાય. એક કંપની છે જેમાં 4,500 કરોડની ચોરી કરનાર વ્યક્તિને જ નોકરી આપી દેવાઇ. જી હાં આવુ સાચે બન્યુ છે.

તમને ગત અઠવાડિયે થયેલી હમણાં સુધીની સૌથી મોટી ઓનલાઇન ચોરી તો યાદ જ હશે. અમે જ આ સમાચાર તમારા સુધી પહોંચાડ્યા હતા. આ ચોરી કોઇ સામાન્ય નહી પરંતુ ક્રિપ્ટોકરન્સીની ચોરી હતી. હેકરે 4,500 કરોડથી વધુ કિંમતની ક્રિપ્ટોકરન્સીની ચોરી કરી હતી. આ ચોરી ક્રિપ્ટોકરન્સી ટ્રાંસફરિંગ માટે ઓળખાતી કંપની પૉલી નેટવર્કમાં થઇ હતી.

હવે પૉલી નેટવર્કે એજ હેકરને પોતાની કંપનીમાં નોકરી પર રાખી લીધો છે. કંપનીએ જણાવ્યુ કે તે હેકરની હોશિયારી અને તેના ટેલેન્ટથી પ્રભાવિત થયા છે અને એજ ખુશીમાં તેને નોકરી આપવામાં આવી રહી છે. હેકરનું નામ મિસ્ટર વ્હાઇટ હેટ (Mr. White Hat) જણાવવામાં આવી રહ્યુ છે. જોકે એનું વાસ્તિવિક નામ હજી પણ સિક્રેટ છે.

કંપની હવે આ હેકરને એથિકલ હેકર કહીને સંબોધી રહી છે. કંપનીનું માનવુ છે કે તેણે કંપની અને તેની સિસ્ટમોમાં ખામીની માહિતી આપી. પૉલી નેટવર્કે આ હેકરને મુખ્ય સલાહાકાર (Chief Security Adviser) ના પદ પર નોકરી આપી દીધી છે.

હેકિંગના એક દિવસ બાદ જ પૉલી નેટવર્કે જણાવ્યુ હતુ કે ચોરી કરવામાં આવેલી 4,500 કરોડથી વધુ ક્રિપ્ટોકરન્સીમાંથી હેકરે 1,930 કરોડની ક્રિપ્ટોકરન્સી પાછી આપી દીધી છે. પૉલી નેટવર્ક પ્રમાણે, 26.9 કરોડ ડૉલરની ઇથિરીયમ અને 8.4 કરોડ ડૉલરની પૉલીગન પાછી નથી કરવામાં આવી. કંપનીએ આ વાતની જાણકારી ટ્વીટ કરીને આપી હતી.

કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યુ કે, મિસ્ટર વ્હાઇટ હેટને તેઓ કાયદાકીય રીતે હેકિંગ માટે જવાબદાર નથી માની રહ્યા અને તેમને આશા છે કે મિસ્ટર વ્હાઇટ હેટ તેમના અને તેમના યૂઝર્સના પૈસા પાછા કરી દેશે. કંપનીને હજી સુધી સંપૂર્ણ કરન્સી પાછી નથી મળી. હેકર પાસે હજી પણ 235 ડૉલર મિલિયનની ક્રિપ્ટોકરન્સી છે.

 

આ પણ વાંચો – હેકર્સે કરી અત્યાર સુધીની સૌથી મોટી ચોરી, 600 મિલિયન ડૉલરથી વધુની CryptoCurrency ગાયબ, રોકાણકારો રડતા થયા

આ પણ વાંચો – Astrology: આખરે ઉંમરના ક્યાં પડાવમાં ગ્રહો બતાવે છે પોતાની અસર, જાણો ગ્રહોની ચાલનું શું છે કિસ્મત કનેક્શન ?

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati