AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મફત મળશે વીજળી, જાણી લો તમારા ઘરે 1 AC હોય તો કેટલા KW વાળી સોલાર પેનલની જરૂર પડે ?

આજકાલ દરેક વ્યક્તિ પોતાના ઘરમાં એસી લગાવવા માંગે છે. પરંતુ વિજળીના બિલને લઈને દરેક લોકો ચિંતિત છે. તો શા માટે સોલાર પેનલ લગાવીને આ સમસ્યાનો ઉકેલ ન આવે? સોલાર પેનલનો ટ્રેન્ડ દિવસેને દિવસે વધી રહ્યો છે. વીજળીના બિલમાંથી છૂટકારો મેળવવા અને પર્યાવરણની સુરક્ષા માટે લોકો વધુને વધુ સૌર ઉર્જા તરફ વળ્યા છે. જો તમારા ઘરમાં 1 એસી છે અને તમે વિચારી રહ્યા છો કે તેના માટે કેટલા કિલોવોટની સોલાર પેનલની જરૂર છે. તો અહીં છે સંપૂર્ણ વિગત.

મફત મળશે વીજળી, જાણી લો તમારા ઘરે 1 AC હોય તો કેટલા KW વાળી સોલાર પેનલની જરૂર પડે ?
| Updated on: Jul 15, 2024 | 11:58 AM
Share

સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે તમારું AC કેટલી વીજળી વાપરે છે. સામાન્ય રીતે, 1.5 ટન AC લગભગ 1.5kw પાવર વાપરે છે. જો તમે દિવસમાં સરેરાશ 6 કલાક AC ચલાવો છો, તો તે લગભગ 9 યુનિટ વીજળીનો વપરાશ કરશે.

સોલાર પેનલની ક્ષમતા

હવે સવાલ એ થાય છે કે કેટલા કિલોવોટની સોલાર પેનલ લગાવવી જોઈએ. સરેરાશ સોલાર પેનલની ક્ષમતા લગભગ 250 થી 400 વોટની હોય છે. જો આપણે પેનલ દીઠ સરેરાશ 300 વોટ ધારીએ તો 1 કિલોવોટ સોલાર સિસ્ટમ બનાવવા માટે 3 થી 4 પેનલની જરૂર પડશે.

જો તમારું AC 9 કિલોવોટ-કલાક વાપરે છે, તો તમારે ઓછામાં ઓછી 3kw સોલર સિસ્ટમની જરૂર પડશે. તેનાથી તમારું એસી તો ચાલશે જ, પરંતુ ઘરની વીજળીની અન્ય જરૂરિયાતો પણ પૂરી થશે.

જો તમે 1 ટન AC લગાવો છો તો 2 kw સોલર સિસ્ટમ તમારા માટે પર્યાપ્ત છે. આમાં, ACની સાથે, તમે ટીવી, ફ્રીજ, પંખો, કુલર વગેરે જેવા અન્ય ઘરેલું ઉપકરણો પણ ચલાવી શકો છો. ધ્યાનમાં રાખો કે જો તમારું AC સારું રેટિંગ ધરાવતું હોય તો તે તેનાથી પણ ઓછી વીજળી વાપરે છે, જેમ કે 5 સ્ટાર રેટિંગ ધરાવતું AC 3 સ્ટાર રેટિંગવાળા AC કરતાં ઘણી ઓછી વીજળી વાપરે છે.

સોલર પેનલ ઇન્સ્ટોલેશન ખર્ચ અને સબસિડી

સોલર પેનલ ઇન્સ્ટોલેશનની કિંમત વિવિધ પરિબળો પર આધારિત છે, જેમ કે પેનલ્સની ગુણવત્તા, ઇન્સ્ટોલેશનનો વિસ્તાર અને સિસ્ટમની ક્ષમતા. સામાન્ય રીતે, 2 kW સોલાર પેનલ સિસ્ટમની કિંમત 1 લાખ રૂપિયાથી 1.2 લાખ રૂપિયાની વચ્ચે હોય છે, જ્યારે 3kwની સોલર સિસ્ટમની કિંમત 1.5 લાખ રૂપિયાથી 1.7 લાખ રૂપિયા હોઈ શકે છે.

પરંતુ, સારા સમાચાર એ છે કે સરકાર સોલર પેનલ પર સબસિડી આપે છે. કેન્દ્ર સરકાર PM સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ 60% સબસિડી આપે છે. એટલે કે જો તમે 3kw સોલર સિસ્ટમ લગાવો છો તો તમને 78,000 રૂપિયાની સબસિડી મળશે. આ સિવાય રાજ્ય સરકારો પણ સબસિડી આપે છે. આ સબસિડી દરેક રાજ્યમાં બદલાઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે તે 20-40% છે. આવી સ્થિતિમાં સોલાર પેનલ લગાવવી આજકાલ એકદમ સસ્તી થઈ ગઈ છે.

સોલર પેનલ લગાવતા પહેલા શું કરવું?

  • સૌથી પહેલા તમારા ઘરની છત તપાસો. પૂરતી જગ્યા છે? શું છત સોલાર પેનલનું વજન સહન કરી શકશે?
  • પછી, તમારું વીજળી બિલ જુઓ. છેલ્લા કેટલાક મહિનાના બિલ તમને ખ્યાલ આપશે કે તમને કેટલી વીજળીની જરૂર છે.
  • આગળ, તમારા વિસ્તારમાં કેટલાક સારા સોલર પેનલ ઇન્સ્ટોલર્સ (વિક્રેતાઓ) સાથે વાત કરો.
  • PM સૂર્યઘર મફત વીજળી યોજનાના અધિકૃત પોર્ટલ પર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત વિક્રેતાઓની સૂચિ જોઈ શકો છો.
  • પીએમ સૂર્યઘર યોજના હેઠળ, તમે ફક્ત આ વિક્રેતાઓ પાસેથી જ સોલાર ઇન્સ્ટોલ કરી શકશો.

g clip-path="url(#clip0_868_265)">