ઈન્સ્ટોલ કર્યા વગર મળશે એપ જેવો અનુભવ, Googleનું નવુ ફીચર Web Apps માટે આ રીતે કરશે કામ
વેબ એપ્સને વધુ રિસોર્સની જરૂર નથી અને વપરાશકર્તાને ડિવાઈસમાં સ્ટોરેજ વિશે ચિંતા કરવાની જરૂર નથી. જો કે, ઘણા ફાયદાઓ હોવા છતાં, વેબ એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરવાની પ્રક્રિયા થોડી જટિલ હોઈ શકે છે. જોકે, ગૂગલ હવે આ બાબતમાં યુઝરને મદદ કરવા જઈ રહ્યું છે.

આ દિવસોમાં વેબ એપ્સ યુઝર્સને ખૂબ જ આકર્ષિત કરી રહ્યા છે. યુઝર્સ એપને ઇન્સ્ટોલ કર્યા વગર એપ જેવા અનુભવની સુવિધાને પસંદ કરે છે. આટલું જ નહીં તેનો મોબાઈલ, ડેસ્કટોપ અને ટેબલેટમાં સરળતાથી ઉપયોગ કરી શકાય છે. વેબ એપ્સને વધુ રિસોર્સની જરૂર નથી અને વપરાશકર્તાને ડિવાઈસમાં સ્ટોરેજ વિશે ચિંતા કરવાની જરૂર નથી. જો કે, ઘણા ફાયદાઓ હોવા છતાં, વેબ એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરવાની પ્રક્રિયા થોડી જટિલ હોઈ શકે છે. જોકે, ગૂગલ હવે આ બાબતમાં યુઝરને મદદ કરવા જઈ રહ્યું છે.
આ પણ વાંચો: Sugarcane Farming: IISRએ શેરડીની 3 નવી જાત વિકસાવી, ખેડૂતોને મળશે બમ્પર ઉત્પાદન
યુઝર માટે નવું યુઝર ઈન્ટરફેસ આવી રહ્યું છે
ટેક કંપની ગૂગલે તેના યુઝર્સ માટે એક નવું રિચર ઈન્સ્ટોલ UI લાવવાની જાણકારી આપી છે. આ યુઝર ઈન્ટરફેસની મદદથી ડેવલપરને પ્લે સ્ટોરની જેમ ઈન્સ્ટોલ કાર્ડની સુવિધા મળશે. વેબ એપ પર ઈન્સ્ટોલ બટન પર યુઝર ટેપ કરતાની સાથે જ આ ફીચર દેખાશે. સારી વાત એ છે કે Google નવા ઈન્ટરફેસને માત્ર મોબાઈલ ડિવાઈસમાં જ નહીં, પણ ક્રોમબુક્સ અને ડેસ્કટોપ પર પણ લાવી રહ્યું છે.
Install Cards ની મદદથી, વપરાશકર્તા કોઈપણ વેબ એપ પર ઇન્સ્ટોલ બટન પર ટેપ કરવાની સાથે એપ્લિકેશન સાથે સંબંધિત માહિતી જોઈ શકશે. યૂઝર ઈમેજની મદદથી એપ કે સર્વિસ સંબંધિત માહિતી જોઈ શકશે.
એપ ઇન્સ્ટોલ કર્યા વિના જ એપનો સંપૂર્ણ અનુભવ મળશે
આ સિવાય યુઝરને હવે હોમસ્ક્રીન બટનને બદલે ઈન્સ્ટોલ બટન જોવા મળશે. આ પ્રકારના વિકલ્પની મદદથી, વપરાશકર્તાને ખરેખર એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા વિના ડિવાઈસ પર એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યાનો અનુભવ થશે. ડેસ્કટોપ વર્ઝનની વાત કરીએ તો, ઈન્સ્ટોલ કાર્ડ ડેસ્કટોપની સાથે મોબાઈલ પર પણ દેખાશે. જો કે, તે વેબપેજની મધ્યમાં દેખાશે અને ઉપરથી અંદર સ્લાઈડ કરવામાં આવશે.
ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…